બાળકોએ યોગ કરવું કેમ જરૂરી છે ?

Posted By: Super Admin
Subscribe to Boldsky

શારીરિક પ્રવૃત્તિ વગરનું બાળક અસ્વસ્થ થઈ જાય છે. માટે માતા-પિતાએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે બાળક દરરોજ કેટલીક કસરતો કરે.

તમામ માતા-પિતા પોતાનાં બાળકોને હંમેશા સૌથી સારા જોવા માંગે છે, કેમ બરાબર કે નહીં ? ભલે તે આરોગ્ય, શિક્ષણ કે અન્ય કોઈ સામાન્ય બાબત હોય. જ્યારેબાળક જન્મ લે છે, તે ક્ષણેથી જ માતા-પિતા તેનાં જીવનને શ્રેષ્ઠ બનાવવા વિશે વિચારવાનું શરૂ કરી દે છે.

મોટાભાગનાં માતા-પિતાઓ ચોક્કસ રીતે જાણે છે કે એક સ્વસ્થ બાળક રમત-ગમત અને શિક્ષણ વગેરેમાં કાયમ આગળ રહે છે. માટે બાળકનાં સારા આરોગ્યને પ્રાથમિકતા આપવી ખૂબ જરૂરી છે.

આજ-કાલ ઘણી બધી શાળાઓમાં બાળકો પર હોમવર્કનું વધુ પડતું દબાણ નાંખવામાં ાવે છે કે જેથી તેને શારીરિક પ્રવૃત્તિઓ (રમત-ગમત વગેરે) માટે બહુ ઓછો સમય મળે છે.

શારીરિક પ્રવૃત્તિ વગરનું બાળક અસ્વસ્થ થઈ જાય છે. માટે માતા-પિતાએ આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે બાળક દરરોજ કેટલીક કસરતો કરે.

યોગ કસરતનું આવું જ એક પ્રકાર છે કે જે બાળક દરરોજ કરી શકે છે અને તેનાથી બાળકનાં શારીરિક અને માનસિક આરોગ્યમાં સુધારો થાય છે. અહીં જણાવાયું છે કે બાળકો માટે યોગ કરવો કેમ જરૂરી છે !

benefits of yoga for kids

1. શારીરિક આરોગ્ય સારૂ રહે છે
કસરતનાં અન્ય પ્રકારોની જેમ યોગ પણ બાળકને શારીરિક રીતે ફિટ અને મજબૂત બનાવે છે. તેનાથી શરીર લવચિક અને સ્ફૂર્તિવાન બને છે. બાળપણથી જ ફિટ રહેવાથી ઘણા પ્રકારની બીમારીઓથી બચી શકાય છે.

benefits of yoga for kids

2. એકાગ્રતા વધાર ેછે
યોગમાં મેડિટેશનનાં ઘણા પ્રકારો હોય છે કે જેમાં વ્યક્તિએ થોડીક વારમાટે શાંત રહેવું પડે છે. માટે યોગ કરવાથી બાળકનું ફોકસ, એકાગ્રતા અને મેમરી પાવર (સ્મરણશક્તિ) પણ વધે છે કે જે તેને અભ્યાસમાં સારો દેખાવ કરવામાં સહાયક બને છે.

benefits of yoga for kids

3. ઇમ્યુનિટી વધારવામાં સહાયક (પ્રતિરક્ષણ શક્તિ)
યોગમાં ઊંડા શ્વાસ લેવાની કેટલીક રીતો જણાવાઈ છે કે જે બાળકનાં સમગ્ર તંત્રને સ્વચ્છ કરે છે અને તનાં આંતરિક અંગો મજબૂત બનાવે છે, બાળકની ઇમ્યુનિટી વધારે છે અને આ રીતે બાળકને સામાન્ય બીમારીઓથી બચાવે છે.

English summary
Here are some reasons why you must make your child practice yoga!
Story first published: Friday, April 7, 2017, 13:30 [IST]