For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

તમારા બાળકને જબરજસ્તી જમાડશો નહી નહીતર પસ્તાવવું પડશે

By Lekhaka
|

(આઇએએનએસ) તમારા બાળકોને ઠુંસી-ઠુંસીને ખવડાવનાર માતા-પિતા સાવધાન થઇ જાય, કારણ કે એક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે આમ કરવાથી બાળકોનું વજન કારણ વિના વધી જાય છે, જે તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જમવાના સામાન્ય વ્યવહારને વધારો આપવા માટે એ જરૂરી છે કે બાળકો પોતે નક્કી કરે કે તે કેટલું ખાવા માંગે છે.

રિસર્ચ અનુસાર ''જો બાળકો પ્લેટમાં વધેલા એક-એક દાણાને ખાવા પર ભાર મુકવામાં આવે છે, તો તે પોતાના શરીરને સંકેતોને સમજવાનું બંધ કરી દે છે અને ત્યાં સુધી ખાય છે, જ્યાં સુધી તેમના માતા-પિતા ખુશ ન થાય.''

Never Force Your Kid To Eat

નોર્વે યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં સહાયક પ્રોફેસર સિલ્ઝે સ્ટેનસ્બેકે કહ્યું, ''કેટલાક બાળકોની બોડી માસ ઇન્ડેક્સ (બીએમઆઇ) અન્યની તુલનાએ કેમ વધે છે, આ જાણવા માટે અમે તેમની શારીરિક ગતિવિધિઓ, ટેલિવિઝન, ટાઇમ તથા ભૂખ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.

સ્તેંસબેકે કહ્યું ''અમારા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે તે બાળકો બીએમઆઇમાં વધુ વૃદ્ધિ થાય છે, જેમાં ભોજન તેમના ખાવાના સ્વભાવને પ્રભાવિત કરે છે. તે કેટલું ખાય છે આ ભૂખના હિસાબે નક્કી થતું નથી, પરંતુ જમવાને જોઇને તેની ગંધથી નક્કી થાય છે.''

આ રિસર્ચ દીર્ઘકાલીન અધ્યનનો ભાગ છે, જે ખરેખર ઘણા વર્ષો સુધી બાળકોના મનોવૈજ્ઞાનિક તથા મનો-સામાજિક વિકાસ પર અધ્યન કરે છે. આ અધ્યયન પત્રિકા ''પીડિયાટ્રિક સાયકોલોજી''માં પ્રકાશિત થયું છે.

ઇંડો-એશિયન ન્યૂઝ સર્વિસ

English summary
Being a parent, it is important to know the harmful & various side effects of forcing kids to eat.
Story first published: Wednesday, November 23, 2016, 11:00 [IST]
X
Desktop Bottom Promotion