સગર્ભાવસ્થા દરમિયાન હાઈ ફૅટ ડાયેટ લેવાથી રૂંધાઈ શકે બાળકનો માનસિક વિકાસ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

એક અભ્યાસમાં ખુલાસો થયો છે કે જે મહિલાઓ સગર્ભાવસ્થા દરમિયાન ઉચ્ચ પ્રમાણમાં ચરબીયુક્ત આહાર લે છે, તેમનાં બાળકોમાં માનસિક વિકાર જેમ કે બેચેની, ડિપ્રેશન થવાની શક્યતા વધી જાય છે.

પશુ આધારિત અભ્યાસનાં પરિણામો મુજબ અસંતુલિત આહારનાં કારણે સગર્ભા સ્ત્રીને તો આરોગ્ય સંબંધી નુકસાન થાય જ છે, સાથે જ તેની અસર બાળકનાં માનસિક વિકાસ અને તેના એંડોક્રાઇન સિસ્ટમ પર પણ પડે છે. તેનાં કારણે કોઈ બાળક કોઈ ગંભીર માનસિક વિકારનો ભોગ બની શકે છે.

Maternal High-Fat Diet May Affect Kids' Mental Health

યૂએસની ઑરેગન હેલ્થ એંડ સાયંસ યુનિવર્સિટીનાં પ્રોફેસર ઇલિનોર સલિવનનું કહેવું છે કે સગર્ભાવસ્થા દરમિયાન ઉચ્ચ પ્રમાણમાં વસાયુક્ત ભોજન લેવાથી અને માતાનાં જાડાપણાનાં કારણે બાળકનાં માનસિક આરોગ્ય પર માઠી અસર પડે છે.

આ ઉપરાંત સગર્ભાવસ્થામાં હાઈ ફૅટ ડાયેટ લેવાથી સેરોટોનિન યુક્ત ન્યૂરૉન્સનાં વિકાસ પર માઠી અસર પડે છે. તે ન્યૂરોટ્રાંસમીટર મગજનાં વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Maternal High-Fat Diet May Affect Kids' Mental Health

બીજી બાજુ ઓછી વયે પણ બાળકને સંતુલિત આહાર આપવાથી પણ આ નુકસાનની અસરને પૂરી શકાતી નથઈ.

તેમાં સગર્ભા મહિલાનો કોઈ દોષ નથી હોતો, પરંતુ એક સગર્ભાવ સ્ત્રીએ હાઈ ફૅટ ડાયેટ વિશે જાણવું જરૂરી છે કે જેથી તે પોતાનાં અને પોતાનાં બાળકનાં આરોગ્યની યોગ્ય રીતે દેખભાલ કરી શકે.

Maternal High-Fat Diet May Affect Kids' Mental Health

આ રિસર્ચ એંડોક્રાઇનોલૉજીનાં ફ્રંટિયર્સ જનરલમાં પ્રસિદ્ધ થઈ ચુક્યું છે. હાલમાં શોધકર્તાઓ મનુષ્ય પર આ હાઈ ફૅટ ડાયેટનાં પરિણામો અંગે રિસર્ચ કરી રહ્યા છે.

શોધકર્તાઓએ 65 જાપાની મહિલાઓને બે ભાગોમાં વહેંચી. એક ગ્રુપને હાઈ ફૅટ ડાયેટ આપ્યું, તો બીજા ગ્રુપની મહિલાઓના ડાયેટને સંતુલિત રાખવામાં આવ્યું. આ મહિલાઓનાં વ્યવહાર અને તેમના આરોગ્યનું ખાસ ધ્યાન અને વિશ્લેષણ કરવામાં આવ્યું. હાઈ ફૅટ ડાયેટ લેનાર મહિલાઓમાં સંતુલિત આહાર લેતી સ્ત્રીઓની સરખામણીમાં તંગદિલીની કક્ષા બહુ વધારે રહી.

English summary
Babies whose mothers consumed a high-fat diet during their pregnancy may be at an increased risk of developing mental health disorders such as anxiety and depression, a study has warned.
Story first published: Monday, July 31, 2017, 15:00 [IST]