For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ ગરમીઓમાં તમારા બાળકનું રાખો કંઈક આવી રીતે ધ્યાન

By KARNAL HETALBAHEN
|

ગરમીની સાથે જ વાગનાર હીટ, ફોડકી, હીટ રેશેસ તથા અન્ય બીજી સમસ્યાઓ જોડાયેલી છે. મોટાભાગે કોઇપણમાં આ વાત પર ખૂબ ચિંતિત રહે છે કે ગરમીમાં પોતાના બાળકની દેખભાળ કેવી રીતે કરી શકાય.

જવા દો, બાળકો માટે ગરમીને સહન કરવી થોડું અસુવિધાજનક હોય છે તો પણ બાળક સરળતાથી શ્વાસ લઈ શકે છે અને તેમને ઠંડા રાખવા માટે ઘણું બધુ કરી શકાય છે. ગરમીમાં બાળકને થનાર અસુવિધાને દૂર કરવા માટે અમારા આ નિર્દેશ વાંચો.

બાળકને યોગ્ય કપડાં પહેરાવો

બાળકને યોગ્ય કપડાં પહેરાવો

ગરમી માટે સુતરાઉ કપડાં સૌથી સારા હોય છે. સુતરાઉ કપડાં ઉપરાંત બીજા કપડાં ગરમીને અંદર ઝકડી રાખે છે જેનાથી બાળકને અસુવિધા અનુભવાય છે અને તેના કારણે અળાઈ અને હીટ રેશેસ થવાની સંભાવના હોય છે. સવારના સમયે બાળકને બાય વગરના કપડાં ક્યારેય ના પહેરાવા જોઈએ વિશેષ રીતે ત્યારે જ્યારે તમે તેને બહાર લઈ જઈ રહ્યા હોય. યોગ્ય અને આખી બાયના કપડાં પહેરાવો. તેને ગરમીમાં પહેરાવનાર સમર હિત પહેરાવો જેની રિમ મોટી હોય, પરંતુ ઈલાસ્ટિક બેન્ડવાળી હેટ ના પહેરાવો કેમકે તેનાથી હવાનો પ્રવાહ બાધિત થાય છે.

નિયમિત અંતર પર ડાયપર બદલતા રહો:

નિયમિત અંતર પર ડાયપર બદલતા રહો:

આદર્શ રીતે તેને દર ત્રણ કલાકે બદલતું રહેવું જોઈએ. ગરમી દરમિયાન વધારે ધ્યાન રાખો કેમકે નમી અને પરસેવાના કારણે બેક્ટેરિયા ઉત્પન્ન થઈ શકે છે જેના કારણે ડાયપર રેશેસ થઈ શકે છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે ડાયપર બદલતા સમયે કે મળ સાફ કરતા સમયે પહેલા તે ભાગને ધોવો અને સૂકાઈ ગયા પછી જ ડાયપર પહેરાવો.

બાળકને હાઈડ્રેટેડ રાખો:

બાળકને હાઈડ્રેટેડ રાખો:

ગરમી દરમિયાન બાળકમાં ડિહાઈડ્રેશનની સમસ્યા થવી ખૂબ સામાન્ય વાત છે. જો તમે સ્તનપાન કરાવી રહ્યા હોય અને તેની માંગ મુજબ તેને દૂધ પીવડાવી રહ્યા હોય તો તમે તમારા બાળકને યોગ્ય રીતે હાઈડ્રેટ કરી રહ્યા છો. પરંતુ જો તમે બાળકનું દૂધ છોડાવ્યું હોય તો ધ્યાન રાઓ કે ગરમી દરમિયાન તેની ભૂખ ખૂબ ઓછી થઈ જાય છે. તેને બીજા તરલ પદાર્થ જેવા કે રસ, છાસ કે મિલ્કશેક વગેરે પીવડાવો. તેને પીવડાવતા પહેલા ગ્લાસને થોડી મિનીટ માટે ફ્રિજમાં રાખો પરંતુ ધ્યાન રાખો કે તે વધારે ઠંડુ ના થઈ જાય. ખીચડીની જગ્યાએ પેય બાળકને વધારે આરામ આપે છે.

તેલથી માલિશ ના કરો:

તેલથી માલિશ ના કરો:

ગરમી દરમિયાન ત્વચા પર તેલ લગાવવાથી ફાયદાની જગ્યાએ નુકશાન જ થાય છે. જો તેને સારી રીતે ધોવામાં ના આવે તો ત્વચાની જડોની જગ્યા પર તે રહી જાય છે જેના કારણે હીટ રેશેસ, ખંજવાળ, ફોડકી વગેરે સમસ્યાઓ થઇ શકે છે. વિશેષ રીતે નેપ્પી વાળા ભાગમાં, ગળાની પાછળ, પીઠ અને ખભા પર તેલ રહી જાય છે. ધ્યાન રાખો કે આ ભાગને સારી રીતે ધોવો. તેના ઉપરાંત બાળકને આખા શરીર પર પાવડર ના લગાવો. કેમકે પરસેવાના કારણે પાવડર તેની પર જામી જાય છે જેના કારણે ત્વચા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

નિયમિત રીતે નવડાવો:

નિયમિત રીતે નવડાવો:

શિયાળાની ઋતુની જેમ ના કરો. ગરમીમાં બાળકને રોજ નવડાવો. ધ્યાન રાખો કે બાળક રોજ સારી રીતે નહાય. સાંજના સમયે તમે ઠંડો સ્પંજ બાથ આપો અને પછી ક્રીમથી મસાજ કરો જેથી તે સારી રીતે ઉંઘી શકે. બાળકને યોગ્ય રીતે નવડાવાની ૭ ટિપ્સ જાણો.

સવારના સમયે બહાર ના લઈ જાઓ:

સવારના સમયે બહાર ના લઈ જાઓ:

બાળકને તડકાથી બચાવવા માટે સવારે ૧૦ થી સાંજના ૫ વાગ્યા સુધી બાળકને બહાર ના લઈ જાઓ. સૂર્યાસ્ત પછી તેને થોડા સમય માટે બહાર લઈ જાઓ. ધ્યાન રાખો કે ગરમી દરમિયાન રમવું ખૂબ મહત્વપૂર્ણ હોય છે કેમકે આ સમયે પાચનક્રીયાનો દર ધીમો થઈ જાય છે અને ભૂખ ઓછી લાગે છે. રમવાથી તમારા બાળકની ભૂખ વધે છે. જો તમારા બાળકની ઉંમર બે વર્ષથી વધારે છે તો ગરમીમાં તેને વોટર સ્પોર્ટસ માટે પ્રોત્સાહિત કરો.

રૂમનું તાપમાન સ્થિર રાખો:

રૂમનું તાપમાન સ્થિર રાખો:

જો તમે એસીનો ઉપયોગ કરી રહ્યા હોય તો રૂમનું તાપમાન ૨૪ ડિગ્રી પર સ્થિર રાખો. તાપમાનમાં પરીવર્તન થવાથી બાળકને શરદી ખાંસી જેવી સમસ્યા થઈ શકે છે. તેના ઉપરાંત આ વાતનું પણ ધ્યાન રાખો કે સ્નાન પછી બાળક સીધું એસીની સામે ના બેસી જાય.

હવાનો પ્રવાહ અને સ્વચ્છતા બનાવી રાખો:

હવાનો પ્રવાહ અને સ્વચ્છતા બનાવી રાખો:

ઘરની બારી ખુલ્લી રાખો અને હવા આવવા દો તથા એ વાતનું પણ ધ્યાન રાખો કે તમારી આજુબાજુની જગ્યા સાફ હોય અને ત્યાં પાણી જમા ના થયેલું હોય. નહીંતર ત્યાં મચ્છર થઈ જશે અને ડેન્ગ્યું અને મેલેરિયા જેવી બીમારીઓ ઉદ્ભવશે જે જીવલેણ હોઈ શકે છે.

English summary
cool during summer. Follow our summer guide to help your baby beat the heat easily.
Story first published: Wednesday, April 5, 2017, 12:02 [IST]
X
Desktop Bottom Promotion