For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બર્થ કંટ્રોલ પછી કેવી રીતો થશો પ્રેગનેંટ

By Karnal Hetalbahen
|

જે મહિલાઓ પીલ લઈને બર્થ કંટ્રોલ કરે છે, તે તેને લેવાનું બંધ કરીને સરળતાથી પ્રેગનેંટ થઈ શકે છે. બીજી તરફ ઘણી મહિલાઓને પ્રેગનેંટ થવા માટે વધારે પ્રયત્નો કરવા પડે છે. ઘણી મહિલાઓ ઘણા વર્ષો સુધી બર્થ કંટ્રોલ કરે છે, કેમ કે તે ગર્ભવતી થવાના યોગ્ય સમયની રાહ જોવે છે. જ્યારે તેમને લાગે છે કે યોગ્ય સમય આવી ગયો છે તો તે ગર્ભવતી થવા માટે ઉતાવળી થઈ જાય છે.

તમે બર્થ કંટ્રોલને રોક્યા પછી તરત જ ગર્ભધારત કરવાની કોશિશ કરો છો. જો કે ઘણા ર્ડોક્ટર સલાહ આપે છે કે પ્રેગનેંસીને સરળ બનાવવા માટે ત્યા સુધી રાહ જોવી જોઈએ જ્યા સુધી તમે એક સામાન્ય માસિક ધર્મ પૂરો કરી ના લો. પરંતુ અત્યારની શોધથી એ વાત સાબિત થઈ ગઈ છે કે આ ધારણા પાછળ પર્યાપ્ત સાબિતી નથી.

બર્થ કંટ્રોલ પછી કેવી રીતો થશો પ્રેગનેંટ

બર્થ કંટ્રોલ પછી કેવી રીતો થશો પ્રેગનેંટ

કેટલો સમય લાગે છે?
સામાન્ય રીતે અંડોત્સર્ગની પ્રક્રિયા બર્થ કંટ્રોલને રોકવા માટે એક બે મહિના પછી સામાન્ય રીતે શરુ થઈ જાય છે. એવી રીતે ઘણી મહિલાઓમાં આ પ્રક્રિયા જલદી શરૂ થઈ જાય છે, ત્યાં ઘણી મહિલાઓમાં થોડો સમય લાગે છે. અંડોત્સર્ગનું સામાન્ય અવસ્થામાં આવ્વું એ વાત પર નિર્ભર કરે છે કે બર્થ કંટ્રોલની પહેલા અંડોત્સર્ગ કેટલું નિયમીત હતું. જો અંડોત્સર્ગ ખૂબ વધુ નિયમીત હતું તો તમે અનિયમિત અંડોત્સર્ગવાળી મહિલાઓની તુલનામાં જલ્દી આ અવસ્થામાં પાછા ફરશો. ગર્ભધારણ કરવામાં થોડા મહિના લાગે છે, પણ છ મહિના સુધી ગર્ભવતી ના થવું એ કારણ વગર ના થઈ શકે. જો તમે બર્થ કંટ્રોલને રોક્યા પછી છ મહિના સુધી પણ ગર્ભવતી ના થાઓ તો ર્ડોક્ટરની સલાહ લો.

સ્વાસ્થ્યથી સંબંધિત બર્થ કંટ્રોલ નિર્દેશ
ઘણી મહિલાઓ ગર્ભધારણને રોકવાની જગ્યાએ સ્વાસ્થ્ય સંબંધી હાલતના ઉપચાર માટે બર્થ કંટ્રોલ લે છે. પણ જ્યારે તમે ગર્ભવતી હોવા માટે બર્થ કંટ્રોલ બંધ કરો તો ર્ડોક્ટર સાથે સ્વાસ્થ્ય સંબંધી હાલત પર પણ વાત કરવી મહત્વપૂર્ણ છે.

હું ગર્ભવતી કેમ નથી થઈ શકતી?
આપણા શરીરમાં હજારો પ્રક્રિયાઓ ચાલતી રહે છે અને મિલીસેકેંડના દરમ્યાન જ એગ સ્પર્મની સાથે ઈપ્લાંટ થાય છે. આપણા શરીરના આ જટિલ પ્રકૃતિના કારણે જ ઘણા ભ્રૂણનું ફર્ટિલાઈજ્ડ એગનું યૂટરસમાં ઈપ્લાંટ થતા પહેલા જ જાતે જ ગર્ભપાત થઈ જાય છે. આ વાતનું કોઈ પ્રમાણ નથી કે બર્થ કંટ્રોલ પિલ મહીલાઓને ગર્ભધારણ કરવાથી રોકે છે. જો ગર્ભધારણ કરવામાં વિલંબ થઇ રહ્યો હોય તો તે સામાન્ય વિલંબ જ હશે.

સેક્સ પછી પણ ગર્ભધારણ ના હોય તો, તેના માટે મોટી સંખ્યામાં મહિલાઓ બર્થ કંટ્રોલનો આશરો લે છે. જ્યારે મહિલાઓ ગર્ભવતી થવા માટે બર્થ કંટ્રોલ લેવાનું બંધ કરી દે છે તો તે વિચારે છે કે શરીર ગર્ભધારણ કરવા માટે તરત જ તૈયાર થઈ જશે અને ૪૦ અઠવાડીયા પછી બાળક જન્મ લઈ લેશે. પણ સચ્ચાઈ એ છે કે શરીરને પણ થોડો સમય લાગે છે અને તમે ગર્ભવતી ત્યારે જ થઈ શકો છો જ્યારે શરીર ગર્ભધારણ માટે તૈયાર હોય.

English summary
For some, getting pregnant after birth control, such as the pill, is as easy as stopping the medication and trying to get pregnant. For others, however, getting pregnant may take more effort.
Story first published: Thursday, February 2, 2017, 11:19 [IST]
X
Desktop Bottom Promotion