For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ ભૂલો કે જે નવી માતાઓ સામાન્યતઃ કરે છે

By Super Admin
|

જો આપ તાજેતરમાં જ માતા બન્યા છો, તો જરા ભૂલોની આ યાદી પર નજર નાંખો કે જે સામાન્યતઃ નવી માતાઓ કરે છે.

માતા બનવું કોઈ સરળ વાત નથી અને એવી અનેક ભૂલો છે કે જે લગભગ રેક નવી માતા કરે છે માટે આપને તે ભૂલો વિશે જાણવું જોઇએ કે જેથી આપ તે ભૂલો ન કરો

જોકે ભૂલો કરવી કોઈ ખરાબ વાત નથી, કારણ કે ભૂલો આપણને શ્રેષ્ઠ બનવામાં મદદ કરે છે, પરંતુ ક્યારેક-ક્યારેક તેમને ટાળવી જ સારૂં હોય છે. જો આપ તાજેતરમાં જ માતા બન્યા છો, તો જરા ભૂલોની આ યાદી પર નજર નાંખો કે જે સામાન્યતઃ નવી માતાઓ કરે છે.

1. આરામ કરો

1. આરામ કરો

સૌથી મોટી ભૂલ કે જે દરેક નવી માતા કરે છે, તે છે બાળકને જન્મ આપ્યા બાદ ટુંકમાં જ સાજી થવાનો પ્રયત્ન કરે છે. પ્રેગ્નંસી બાદ શરીરને આરામ જોઇતું હોય છે. તેથી જલ્દી ઊભા થવાનો પ્રયત્ન ન કરો. ઘણી માતાઓ હોય છે કે જે પ્રસૂતિ બાદ ઘરનાં બીજા કામોમાં જોતરાઈ જાય છે. જો આપ એક નવા માતા છો, તો આપ પોતાનાં શરીરને પૂર્ણતઃ સ્વસ્થ થવા માટે પુરતો સમય આપો.

2. ઊંઘતા બાળકનાં નખ કાપો

2. ઊંઘતા બાળકનાં નખ કાપો

ઘણી મહિલાઓ 4-5 માસનાં બાળકનાં નખ જાગતી અવસ્થામાં કાપી દે છે. જ્યારે બાળક ઊંઘતુ હોય, ત્યારે તેના નખ કાપવા સરળ હોય છે. જો આપ એક માતા છો, તો આપ જાણતા હશો કે બાળકનાં નખ કાપવા બહુ જ મુશ્કેલ કામ હોય છે.

3. પોતાને ઓછું મહત્વ આપવું

3. પોતાને ઓછું મહત્વ આપવું

નવી માતાઓ બાળકોને સંભાળવામાં એટલી વ્યસ્ત થઈ જાય છે કે પોતાની જાતને ઓછુ મહત્વ આપે છે. એ બરાબર છે કે બાળકની સારસંભાળ શીખવી કઠિન કામ છે, પરંતુ ધ્યાન રહે કે આપનાંથી સારી સારસંભાળ કોઈ નથી કરી શકતું. નવા મહેમાનનું ધ્યાન આપ ત્યારે જ રાખી શકશો કે જ્યારે આપ પોતાની જાતને સ્વસ્થ અનુભવશો. તેથી પોતાનું ધ્યાન રાખવાનું ન ભૂલો.

4. પોતાનાં બાળકને શાંત કરવાની એક રીત પસંદ કરવી

4. પોતાનાં બાળકને શાંત કરવાની એક રીત પસંદ કરવી

નવી માતાઓ પોતાનાં બાળકને શાંત કરવા માટે એક જ રીતનો ઉપયોગ કરે છે. દર અઠવાડિયે તેને બદલતા રહો કે જેથી આપનું બાળક એક જ રીત પર નિર્ભર ન રહે અને ધ્યાન રહે કે બાળકને ચુપ કરાવવા માટે પોતાનાં પતિની પણ મદદ લો, કારણ કે બાળક માત્ર આપ પર જ નિર્ભર ન રહેવું જોઇએ. અહીંથી બાળકમાં માતા-પિતા બંનેની આદત નાંખો.

5. સવાલ કો

5. સવાલ કો

સામાન્યતઃ નવી માતાઓ પ્રશ્ન નથી પૂછતી. જોકે તેમની પાસે પૂછવા માટે ઘણા બધા પ્રશ્નો હોય છે. તેઓ વિચારે છે કે તેમનાં પ્રશ્નો મૂર્ખતાપૂર્ણ છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે કોઈ પણ પ્રશ્ન આવું નથી હોતો. આ તમામ વાતો માટે આપનાં બાળકનાં ડૉક્ટરને મળો. તેમને પ્રશ્ન પૂછો અને ચોક્કસ તેઓ આપની મદદ કરશે તેમજ આપનાં નવજાત બાળક સાથે સંબંધિત તમામ પ્રશ્નોનાં ઉત્તરો પણ આપશે.

6. સ્તનપાન કરાવવામાં શરમાવો નહીં

6. સ્તનપાન કરાવવામાં શરમાવો નહીં

સ્તનપાન કરાવવું દરેક માતાની ફરજ હોય છે અને જો સ્તનપાન કરાવતી વખતે આપ અસહજ (અનકમ્ફર્ટેબલ) અનુભવો છો, તો આપ ઘરમાં આપનાંથી મોટી મહિલાઓની મદદ લઈ શકો છો.

બાળકને સ્તનપાન કરાવવું પ્રાકૃતિક પ્રક્રિયા છે અને તેમાં આપે શરમ કે સંકોચ અનુભવવાની જરૂર નથી કે આપ કંઇક ખોટું કામ કરી રહ્યાં છો. તમામ માતાઓ પહેલા દિવસથી જ સ્તનપાન આસાનથી નથી કરાવી શકતી અને જો આપને તેમાં કોઈની મદદની જરૂર હોય, તો ડરો નહીં.

English summary
If you are a new mom, take a look at the list of the biggest mistakes new moms makes.
Story first published: Wednesday, May 24, 2017, 11:17 [IST]
X
Desktop Bottom Promotion