શું પ્લાટિકની બોટલ તમારા બાળક માટે હાનિકારક છે?

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

પહેલા તમે બાળકને ફક્ત સ્ટીલ કે કાચની બોટલમાં જ દૂધ પીવડાવતા હતા, પરંતુ આજે બજારમાં બીજા ઘણાં બધા વિકલ્પ હાજર હોય છે. જેના કારણે તમે ઘણી વખત એવું વિચારો છો કે તમે તમારા નાના બાળકને પ્લાસ્ટિકની બોટલમાં દૂધ પીવડાવવું કે કાચની બોટલમાં, પરંતુ જો તમે તમારા નાના બાળકને પ્લાટિકની બોટલથી દૂધ પીવડાવતા હોય તો સાવધાન થઈ જાઓ. આવો કાચની બોટલને ઉપયોગ કરવાના ફાયદા અને નુકશાન જાણીએ.

પ્લાસ્ટિકની બોટલમાં રાસાયણિક દ્રવ્યની કોટિંગ હોય છે. બોટલમાં ગરમ દૂધ નાંખવાથી આ રસાયણ દૂધમાં મિક્સ થઈને બાળકના શરીરમાં પહોંચીને તેને નુકશાન પહોંચાડે છે. એમ તો ગ્લાસની બોટલના તેના પોતાના નુકશાન છે. જેમકે તે વજનમાં ભારે હોય છે અને જમીન પર પડતાની સાથે જ ટૂટી જાય છે.

આવો કાચની બોટલને ઉપયોગ કરવાના ફાયદા અને નુકશાન જાણીએ

Pros And Cons Of Plastic Baby Bottles

બાળક માટે કાચની બોટલ સારી કે પ્લાસ્ટિકની?
તો જવાબ છે હા, પ્લાસ્ટિકની બોટલમાં બિસ્ફેનોલ નામનો રસાયણ હોય છે જે મગજને કમજોર બનાવે છે અને માણસની પ્રજનન પ્રણાલીને પણ નુકશાન પહોંચાડે છે. જ્યારે તમે પ્લાસ્ટિકની બોટલમાં કઈં ગરમ નાંખો છો તો આ રસાયણ તે ખાવામાં મળીને તમારા શરીરમાં પહોંચી જાય છે.

કાચની બોટલના ફાયદા
કાચમાં કોઈપણ પ્રકારનું કોઈ પણ રસાયણ મળી આવતું નથી, ના કોઈ પેટ્રોલિયમ ઉત્પાદનનો ઉપયોગ થાય છે. તેને બનાવવા માટે, તેને રિયાયકલ પણ કરવામાં આવે છે. કાંચની બોટલને ગરમ કરવાથી કોઈપણ પ્રકારનું અવશોષણ થતું નથી. તેને તમે સારી રીતે સાફ કરી શકો છો અને તેમાં દૂધને લાંબા સમય સુધી ગરમ રાખી શકાય છે.

કાચની બોટલના કેટલાક નુકશાન
કાંચની બોટલ થોડી ભારે હોય છે અને સરળતાથી ટૂટી જાય છે. તે પ્લાસ્ટિકની બોટલીથી મોંઘી હોય છે. તેની વધારે કાળજી રાખવી પડે છે. હવે જ્યારે તમે કાંચની બોટલના ફાયદા અને નુકશાન જાણી ચૂક્યા છો તો હવે તમે નિર્ણય કરો કે તમારા બાળક માટે યોગ્ય શું છે.

English summary
Mothers are always confused when they have to choose between plastic and glass bottles. So, now the question arises- are glass baby bottles better?
Story first published: Friday, March 10, 2017, 15:45 [IST]