For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેમ જરૂરી છે બાળકો માટે સારી ઉંઘ

By Karnal Hetalbahen
|

એક માતા બનવાની ખુશી આ દુનિયાની દરેક ખુશીથી વધીને હોય છે. માતા બન્યા બાદ તમને નવી-નવી જવાબદારીઓ નિભાવવી પડે છે. આ દરમિયાન તમારા બાળકોને ખૂબ પ્રેમ અને કેરની જરૂર પડશે. તમારા બાળકોની ઉંઘનો પુરતો ખ્યાલ તમારે રાખવો પડશે કારણ કે જ્યારે બાળકો તેમની સારી ઉંઘ લે છે તો તેની સારી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે.

જો તમારા બાળકને સારી ઉંઘ નથી મળતી તો તેનો મૂડ પણ ખરાબ થઇ શકે છે અને તે દર વખતે ચિડાયાપણું અનુભવશે. જો તમારું બાળક સારી ઉંઘ લેશે તો તેનાથી તે તમને પણ પરેશાન થશે નહી. આવો જાણીએ કે તમારા બાળકની સારી ઉંઘ માટે શું જરૂરી છે.

કેમ જરૂરી છે બાળક માટે સારી ઉંઘ

કેમ જરૂરી છે બાળકો માટે સારી ઉંઘ

શિશુના વિકાસમાં મદદગાર
સારી ઉંઘ બાળકના શરીરના વિકાસમાં મદદ કરે છે. જ્યારે શિશુ ઉંઘે છે. ત્યારે લંબાઇ વધારનાર હાર્મોન સક્રિય થઇ જાય છે જે તેને સ્વસ્થ્ય રહેવા તથા તેની લંબાઇ વધારવામાં મદદ કરે છે.

માનસિક વિકાસ
જો તમારા બાળકને દિવસમાં વે વખત ઉંઘ પુરી કરવાની તક મળશે તો તેના મગજનો વિકાસ જલદી થશે.તો બાળક જેટલું વધુ ઉંઘશે આગળ જઇને તે એટલું જ સ્માર્ટ બનશે.

કેન્દ્રીય તંત્રિકા તંત્રનો વિકાસ
એક્સપર્ટ અનુસાર જો શિશુને પુરતી ઉંઘ નહી મળી રહી નથી તો તેનો કેન્દ્રીય તંત્રિકા તંત્ર અન્ય બાળકોના અનુસાર યોગ્ય ડેપલોપ થઇ શકશે નહી. યોગ્ય ઉંઘ મળી રહી નથી, જે બાળકોની તુલનામાં સારી રીતે વિકસીત કરી છે.

મજબૂતી
તમારું બાળક જેટલું ઉંઘશે તે એટલું જ વધુ મજબૂત બનશે. તેનાથી તમારા બાળકને સંભાળવામાં સરળતા રહેશે કારણ કે ના તો તે રડશે અને ના તો કારણ વિના હેરાન કરશે.

સ્વસ્થ્ય પ્રતિરક્ષણ
જો તમારું શિશુ સારી રીતે ઉંઘ પુરી કરશે તો તેના ઇમ્મયૂન સિસ્ટમને તાકાત મળશે અને તે દરેક બિમારી સામે સરળતાથી લડી શકશે.

English summary
Mother’s duty can be quite challenging, specifically when you are a new mother. You too need enough rest to keep up a good mood and enough physical strength to bring up your kid. So, here's why sleep is important for babies.
Story first published: Tuesday, November 22, 2016, 10:58 [IST]
X
Desktop Bottom Promotion