For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 5 રીતો વડે પોતાનાં બાળકોને શીખવાડો પૈસાનું મહત્વ

આ આર્ટિકલ વડે અમે આપને બતાવીશું કે આપ કઈ રીતો દ્વારા પોતાનાં બાળકોને બતાવી શકો છો પૈસાનું મહત્વ

By Lekhaka
|

એવું માનવામાં ાવે છે કે બાળકોની પ્રથમ પાઠશાળા તેમનું ઘર હોય છે અને પૅરંટ્સ તેમના પ્રથમટીચર હોય છે કે જેમની પાસેથી બાળક પોતાનાં જીવનનાં સારા અને નરસા અનુભવો શીખે છે. આપ પોતાનાં બાળકને દરેક એ વસ્તુ બતાવવા અને શીખડાવવા માંગો છો કે જે આપનાંબાળકનાં ભવિષ્યમાં કામ આવે, પરંતુ સૌથી વધુ જે વાત આપે પોતાનાં બાળકને બતાવવાની જરૂર છે, તે છે પૈસાનું મહત્વ.

કારણ કે પોતાનાં બાળકોને પૈસાનાં મહત્વ વિશે શીખડાવવાની જવાબદારી દરેક વાલીની હોય છે. તો ચાલો આજે અમે આપને આ આર્ટિકલ વડે બતાવીએ છીએ કે આપ કેવી રીતે કેટલીક સરળ રીતો અજમાવી પોતાનાં બાળકને કોઈ પણ સમસ્યા વગર પૈસાની બચત અને તેનાં ઉપયોગ વિશે બતાવી શકો છો.

1 - રમકડાંની દુકાન કરશે આપને મદદ :

1 - રમકડાંની દુકાન કરશે આપને મદદ :

પોતાનાં બાળકનાં રમકડાઓને ક્રમમાં રાખો અને સૌથી ઉપર એક કિંમત લખો અને રમકડાઓ બાળકની સામે મૂકો. પોતાનાં બાળકનાં હાથમાં થોડાક પૈસા આપી દો. હવે એક ટૉય શોપ વાળી રમત રમો. આપ દુકાનદારની ભૂમિકા ભજવો અને આપનું બાળક બનશે ખરીદનાર. એક લેવડ-દેવડ કરો અને જુઓ કે શું આપનું બાળક આપને બરાબર રકમ આપે છે ? આ ઉપરાંત તેમને અપાયેલા છુટ્ટા પૈસાઓની ગણતરી કરવાનું કહો અને પૂછો કે શું આ યોગ્ય પ્રમાણ છે. શીખવાનાં ઉદ્દેશ માટે તેને ક્યારેક-ક્યારેક ખોટી ગણતરી કરો અને તેમને આપે સાચી રકમ ગણવાની તક આપવી જોઇએ. પોતાની ભૂમિકાને બદલો અને આ ખેલ ફરીથી શરૂ કરો. આ અનુભવ આપનાં બાળકને વ્યાવહારિક દુનિયા વિશે એક અભિગમ આપશે અે તે કાયમ માટે છુટ્ટા પૈસા ગણવાનું શીખી લેશે.

2 - પિગ્ગી બૅંક શીખવાડશે બચત કરવી :

2 - પિગ્ગી બૅંક શીખવાડશે બચત કરવી :

આજ-કાલ પિગ્ગી બૅંક ઘણા પ્રકારની ડિઝાઇનોમાં આવે છે. સામાન્ય વન-સ્લૉટ પિગ્ગી બૅંકથી લઈ એવી પિગ્ગી બૅંક પણ બજારમાં ઉપલબ્ધ છે કે જેમાં ચાર સ્લૉટ હોય છે - બચત સ્લૉટ, ખર્ચ કરાનારા પૈસાનો સ્લૉટ, દાન કરવા માટેનાં પૈસાનો સ્લૉટ અને રોકાણ કરવા માટેનો સ્લૉટ. આ બાળકોને શીખવાડે છે કે પૈસા માત્ર ખર્ચ કરવા માટે જ નથી હોતા. તેનો ઉપયોગ કરવાની અન્ય રીતો પણ છે. જો આપ કોઇક પિગ્ગી બૅંક નથી ખરીદી શકતા, તો આપ તે ઘરે જ બનાવી શકો છો. કોઇક બૉક્સનાં ચાર સ્લૉટ બનાવી લો અને પોતાનાં બાળક માટે પિગ્ગી બૅંક તૈયાર કરી દો.

3 - કરિયાણાનાં બિલનું ટોટલ કરવું :

3 - કરિયાણાનાં બિલનું ટોટલ કરવું :

આ એક એવી પ્રક્રિયા છે કે જેને આપ બીજી વખત સુપર માર્કેટમાં જઈને અમલમાં લાવી શકો છો. આપ પોતાનાં બાળકને કાગળને બે ભાગમાં વિભાજિત કરવાનું કહો. તેમાં એક તરફ સામગ્રી અને બીજી તરફ બજેટ લખી દો. હવે આપ શૉપિંગ કરવાનું શરૂ કરો અને દેરક વખતે આપ એક સામાન લઈ લો છો, તો તેને લિસ્ટમાંથી બહાર કરી દો અને પછી આ સામાનની કિંમતને બજેટમાંથી ઘટાડી દો. આપનાં બાળકને નવા બજેટ સાથે હવે આ જ રીતે વ્યવહાર દોહરાવવો જોઇએ અને બજેટને દરેક વખતે બદલતા રહેવું પડશે. ખરીદી થઈ જતા તેમને મુખ્ય બજેટ અને બિલની સરખામણી કરવાનું કહો. તેનાથી આપનાં બાળકને પોતાનાં ગણિત કૌશલ્ય અને બજેટ કૌશલ્ય વિકસિત કરવામાં મદદ મળશે.

4 - બોર્ડ ગેમ્સ પણ ફાયદાકારક :

4 - બોર્ડ ગેમ્સ પણ ફાયદાકારક :

એવી કોઈ બોર્ડ ગેમ ખરીદો કે જે બાળકોને પૈસાનાં સિદ્ધાંતને સમજવામાં મદદ કરી શકે. આ આપનાં બાળકોને રમવા અને શીખવામાં સંલગ્ન કરવાની એક મજાની રીત છે. બજારમાં ઘણી ગેમ્સ છે કે જે બાળકોને પૈસાનાં સિદ્ધાંત શીખડાવવામાં મદદ કરે છે.

5 - મની કપ્સ બાળકોને શીખવાડશે મૅથ્સનું જ્ઞાન :

5 - મની કપ્સ બાળકોને શીખવાડશે મૅથ્સનું જ્ઞાન :

તેનાં માટે આપે ત્રણથી ચાર પેપરનાં ટુકડા કે પ્લાસ્ટિકનાં કપ, એક માર્કર અને કેટલાક સિક્કાઓની જરૂર પડશે. સૌપ્રથમ પોતાનાં બાળકને સિક્કાઓને કોઈ પણ ક્રમમાં જુદા-જુદા કપમાં મૂકવા માટે કહો. હવે એક માર્કર લો અને દરેક કપ પર જુદા-જુદા ભાવ એવી રીતે લખો કે જે આપનાં બાળકને અપાયેલા સિક્કાઓનું પૂર્ણ પ્રમાણ દર્શાવે. તેનાથી આપના બાળકને પોતાનાં અંકગણિત કૌશલ્યનું નિર્માણ કરવામાં મદદ મળશે અને તેમને એ પણ સમજવામાં મદદ મળશે કે કેવી રીતે યોગ્ય પ્રમાણમાં છુટ્ટા પૈસા આપવાનાં છે.

Read more about: kids baby બાળકો
English summary
By adopting some fun methods, you can teach children how to save money and spend them in the right way.
Story first published: Friday, July 7, 2017, 10:38 [IST]
X
Desktop Bottom Promotion