For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

છોકરીઓના પેટમાં કોઈ વાત કેમ નથી પચતી?

By Karnal Hetalbahen
|

મોટાભાગે લોકોના મોઢેં તમે આવું સાંભળ્યું હશે કે મહિલાઓના પેટમાં કોઈ વાત ટકતી નથી. તે ક્યાંક ને ક્યાંક વાતને કહી જ દે છે. કયારેય તમે વિચાર્યું છે કે આવું કેમ થાય છે. સૌથી વધુ જોખમ તો ત્યારે હોય છે જ્યારે તમે તેમને ના પાડો કે કોઇને પણ ના કહેતી, ત્યારે તે સૌથી પહેલા કહી દે છે. ત્યાં પુરુષ વાતોને છુપાવવામાં કેટલીક હદે સફળ થઈ જાય છે.

તેને લઈને કેટલીયે વાર્તાઓ છે કે મહિલાઓ વાતો કેમ પોતાના સુધી જ રાખી શકતી નથી. ફિલ્મોથી લઈને સામાજિક જીવનમાં પણ આ વાતો જોર-શોરથી જાણિતી છે. આવો જાણીએ કે કેમ મહિલાઓ પોતાના સુધી વાતને સિમિત રાખી શકતી નથી.

મહિલાઓને યુધિષ્ઠિરનો શાપ:

મહિલાઓને યુધિષ્ઠિરનો શાપ:

મહાભારતમાં વર્ણન કર્યું છે કે કુંતીને ખબર હતી કે કર્ણ તેનો પુત્ર છે પરંતુ તેમણે આ સત્ય બધાથી છુપાયેલું રાખ્યું હતું. જ્યારે તે વાત તેમના પાંડવ પુત્રોને ખબર પડી તો તેમના મોટા પુત્ર યુધિષ્ઠિરે તેમને શ્રાપ આપ્યો, ‘‘તમે આ વાત છુપાવી રાખી, એટલા માટે હું તમને શ્રાપ આપું છું કે આજ પછી તમે શું દુનિયાની કોઈપણ સ્ત્રી પોતાના પેટમાં વાત પચાવીને નહી રાખી શકે. તે સાચુ તો બોલી જ દેશે.''

જીજ્ઞાસુ સ્વભાવ:

જીજ્ઞાસુ સ્વભાવ:

મહિલાઓમાં પણ બાળકોની જેમ જિજ્ઞાસા હોય છે જે કયારેય શાંત હોતી નથી. તેમનાથી કોઈ વાત પચાવી શકાતી નથી અને તે દરેક વાત જાણવાની ઈચ્છા પણ રાખે છે. એવું કહેવામાં આવે છે કે મહિલા ફક્ત ૩૨ મિનિટ સુધી જ કોઈ રહસ્ય પોતાના સુધી સિમિત રાખી શકે છે. જ્યારે આ આદત પુરુષોમાં ખૂબ જ ઓછી જોવા મળે છે.

અહંકારને પ્રોત્સાહન આપવું:

અહંકારને પ્રોત્સાહન આપવું:

કેટલીક મહિલાઓ હંમેશા એક્સક્લુસિવ આપવાના ચક્કરમાં વાતોને કહી દે છે અને પોતાના અહંકારને ઉત્તેજન આપે છે. તે સમજે છે કે તેનાથી તે સુપરહિટ થઈ જાય છે અને લોકો તેમને વધુ ફોરવર્ડ માને છે.

ધ્યાન આકર્ષિત કરવા માટે:

ધ્યાન આકર્ષિત કરવા માટે:

મહિલાઓને ધ્યાન આકર્ષિત કરવાની ટેવ હોય છે. તે હંમેશા ધ્યાન ખેંચવા માટે પુરજોશ પ્રયત્ન કરે છે. એવામાં તેમને લાગે છે કે કેટલીક ચટપટી વાતો કહીને તે લોકોને પોતાની તરફ એટ્રેક્ટ કરી શકે છે.

માનસિક બોજ:

માનસિક બોજ:

ટુક્ટ યુનિવર્સિટીએ આ શોધ કરી તો તેમણે તારણ કાઢ્યું કે મહિલાઓને કોઈ વાતને છુપાવવી તે માનસિક બોજ લાગે છે. તેમને દરેક સમયે તે વાત ખટકે છે, કોઈને કહી દીધા પછી તે હળવાશ અનુભવે છે.

પુરુષો પણ ઓછા નથી:

પુરુષો પણ ઓછા નથી:

મહિલાઓ જ નહી પરંતુ પુરુષોમાં પણ આ ગુણ હોય જ છે પરંતુ બસ તેમને આલ્કોહોલના પુશઅપ જોઈએ છીએ. એક વખત દારૂ અંદર ગઈ તો માણસની અંદરની વાતો બહાર આવવા લાગે છે કેમકે તે દરમિયાન તે ખૂબ જ ઈમોશનલ થઈ જાય છે.

English summary
Women are always ready to share their thoughts whereas men aren't. Especially, when they are asked to keep a secret, it is almost impossible for them and they tend to share the information.
Story first published: Friday, January 6, 2017, 11:09 [IST]
X
Desktop Bottom Promotion