For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સનો વિકલ્પ બની શકે છે આ 5 પાંચ વાતો

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 27 ડિસેમ્બર: તણાવ ભરેલા આ દૌરમાં માણસ એટલો પરેશાન છે કે પેટની ભૂખ બાદ જરૂરી શારીરિક ભૂખને મટાવવાની તેની ઇચ્છાઓ ખતમ થવા લાગી છે. એવામાં દરેકને ફ્રેશ થવા માટે નવા પડાવ શોધવા પડે છે. જો તમારી સેક્સની ઇચ્છાઓ કોઇ કારણસર મરી પરવાડી હોય તો તમે આ પાંચ વાતોને અજમાવી તમારી જીંદગીમાં તાજગીનો અનુભવ કરી શકો છો.

happy

પોતાને તણાવ મુક્ત રાખવા
તણાવ અને થાકની અવગણના કરવી સારી વાત નથી. તમારે પોતે તેને દૂર કરવો જોઇએ. તણાવથી છુટકારો મેળવવાની ઘણી રીત છે. જેમ કે તમે તમારી મનપસંદ ફિલ્મ જોઇ શકો છો અથવા યોગા અને મેડિટેશન કરીને તણાવથી મુક્તિ મેળવી શકો છો.

પાર્ટનરને હગ કરવું
તમે મુન્નાભાઇ એમબીબીએસ તો જરૂર જોઇ હશે! ફિલ્મમાં જાદૂ કી ઝપ્પીની જે અસર બતાવવામાં આવી છે તે કોઇ મજાક નથી. ગળે લગાવવાથી રાહળ મળવા પાછળનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે અને તે એ છે કે જ્યારે બે શરીરોની ત્વચાનું મિલન થાય છે તો શરીરનું ઓક્સિટોસિન લેવલ વધી જાય છે. ત્યારબાદ એકબીજાને ગળે લગાવનાર સારું અનુભવે છે.

રૂમ શણગારવો
રૂમની સફાઇ (જેના રૂમને તેની જરિયાત છે)થી શરૂઆત કરીને તમે તમારા રૂમમાં ઇંટીરિયર બદલીને પણ બિલકુલ તાજગી અનુભવી શકો છો. રૂમની રોશનીને સામાન્ય કરીને રોમેંટિક મ્યૂઝિક ઓન કરી દો. પછી દિવસભરનો થાક દૂર કરવા માટે મસાજનો પણ સહારો લઇ શકો છો.

પેટભરીને જમશો નહી
આમ તો સ્વાસ્થ પ્રમાણે પણ સલાહ આપવામાં આવે છે. અહીં પણ અમે આ સલાહ આપીશું. જો તમે સેક્સ કરવા માંગો છો તો બની શકે એટલું ઓછું જમો. અથવા પછી કલાક પહેલાં જમી લો. તેનાથી બેડ પર તમને આળસ આવશે નહી.

મિત્રોને મળવું
નોકરી, સોશિયલ મીડિયા અને એવી તમામ વસ્તુઓના ગુંચવાડામાં મિત્રોને મળી શકતા નથી. એવામાં જો તમે તમારા મિત્રોને મળશો તો તમે તાજગી અનુભવશો.

English summary
What do you do when you're not in the mood? Watch a movie? Play a game? Indulge in your fave meal? Here are the top five most common alternatives to sex.
Story first published: Saturday, December 27, 2014, 13:10 [IST]
X
Desktop Bottom Promotion