For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જાણો મોમોઝની વાર્તા: નોર્થ ઈસ્ટની આ ડિશ કેવી રીતે બની આટલી પોપ્યુલર

By KARNAL HETALBAHEN
|

મોમોઝ એક એવી ડિશ છે જેને એક વખત ખાવાથી દિલ વાંરવારં તેને જ ઈચ્છે છે. તે ના કેવળ દિલ્હી અને લખનઉમાં જ ફેમસ છે પરંતુ સાઉથમાં પણ લોકો તેને ખૂબ સારી રીતે ઓળખે છે. તમે તેને રસ્તા પર પણ વેચાતું જોઇ શકો છો અને મોટા-મોટા રેસ્ટ્રોરન્ટ્સમાં પણ.

તેલ-મસાલા વગર આ ડિશ સ્ટીમમાં બનાવવામાં આવે છે એટલા માટે કદાચ આ બધાના દિલ પર રાઝ કરે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આખા ભારતમાં વેચાનાર મોમોઝ અહી સુધી આવ્યું કેવી રીતે? લોકો માને છે કે મોમોઝ, નોર્થ ઈસ્ટનું ખાવાનું છે, જ્યાથી તે આવ્યું છે.

મોમોઝ તિબેટ અને નેપાળની પારંપારિક ડિશ છે જ્યાંથી તે આવી. પરંતુ નોર્થ ઈસ્ટમાં શિલોંગ એક એવી જગ્યા છે જ્યાં અન્ય રાજ્યોની તુલનામાં સૌથી સ્વાદિષ્ટ મોમો વેચાય છે. અહીં મીટીમાંથી તૈયાર કરેલા મોમો વધારે ખાવામાં આવે છે.

શિલોંગમાં મોમોઝ એક ચીની સમુદાય દ્વારા લાવવામાં આવ્યું હતુ, જે ચીનથી આવીને શિલોંગમાં વસી ગયું હતુ. અને પછી તે સમુદાયે ચાઇનિઝ ફૂડ, જેમાં ખાસ કરીને મોમોઝ (પારંપારિક તિબ્બતી)ની શરૂઆત કરી.

મોમોનો અર્થ

મોમોનો અર્થ

મોમો એક ચાઈનિઝ શબ્દ છે જેનો મતલબ છે વરાળથી બનેલી રોટલી

આ લોકોનો મુખ્ય આહાર છે મોમોઝ

આ લોકોનો મુખ્ય આહાર છે મોમોઝ

તો બીજી બાજું મોમોઝ, અરુણાચલ પ્રદેશના મોનપા અને શેરદુકપેન જનજાતિ, જેની બોર્ડર પૂરી રીતે તિબેટ સાથે જોડાયેલી છે, તેમના આહારનો પણ એક મુખ્ય ભાગ છે. આ જગ્યાઓ પર મોમોઝની ફિલિંગમાં પોર્ક અને સરસોના પાન તથા બીજી લીલી શાકભાજી નાંખવામાં આવે છે અને પછી તેને તીખા મરચાંની પેસ્ટ સાથે સર્વ કરવામાં આવે છે.

સિક્કિમ સુધી કેવી રીતે પહોચ્યું મોમોઝ

સિક્કિમ સુધી કેવી રીતે પહોચ્યું મોમોઝ

હવે આવો વાત કરીએ કે મોમોઝ સિક્કિમ સુધી કેવી રીતે પહોચ્યું? અહી મોમોઝ, ભૂટિયા, લેપચા, અને નેપાળી સમુદાયના કારણે પહોંચ્યું, જેમાના ખોરાકનો ભાગ મોમોઝ હતો. સિક્કિમમાં જે મોમોઝ બનાવવામાં આવે છે, તે તિબ્બતી મોમોઝ જેવા જ હોય છે. ૧૯૬૦ના દશકામાં ખૂબ વધુ સખ્યાંમાં તિબ્બતિઓએ પોતાના દેશમાંથી સ્થળાંતર કર્યું, જેના કારણે તેમનું ભોજન ભારતના સિક્કિમ, મેઘાલય, પશ્વિમ બંગાળમાં દાર્જિલિંગ એન કલિમપોંગના પહાડી શહેરો એન દિલ્હી સુધી પહોંચી ગયું.

કઈ વસ્તુની થાય છે ફિલિંગ

કઈ વસ્તુની થાય છે ફિલિંગ

સિક્કિમમાં બીફ અને પોર્ક મોમોઝમાં ભરવા માટે એક પારંપરિક વસ્તુ માનવામાં આવે છે. પરંતુ અહીં તો ક્રાઉડ ચિકન, વેજીટેબલ અને ચીઝથી ભરેલા મોમોઝના વધારે પાગલ છે.

મોમો કે ડિમસમ?

મોમો કે ડિમસમ?

જ્યાં મોમો નેપાળ, તિબેટ અને ભૂટાનમાં મોમોઝના નામથી ઓળખાય છે ત્યાં ચાઈનામાં તે બીજા નામથી ‘‘ડિમસમ'' ના નામથી ઓળખાય છે. ચાઇનીઝ ડિમસમમાં ભૂંડનું માંસ, ઝિંગા, શાકભાજી અને ટોફુ વગેરેને ભરવામાં આવે છે.

કેવા હોય છે તિબેટના મોમો

કેવા હોય છે તિબેટના મોમો

તિબેટમાં મોમોને સ્ટીમ અને ફ્રાઈ કરીને બન્ને પ્રકારથી બનાવવામાં આવે છે અને પછી તેમાં ગરમ તેલમાં ટામેટાં, આદુ, લસણ અને સૂકાં લાલ મરચાં નાંખીને ફ્રાઈ કરીને પેસ્ટ બનાવીને ગરમ ગરમ સોસના રૂપમાં સર્વ કરવામાં આવે છે. તો જો તિબેટી આ વસ્તુઓને મોમોઝ કહે છે, તો વહી ચાઈનીઝ તેને ડિમસમ કહીને બોલાવે છે.

ભૂટાનમાં મોમોઝ ક્યાંથી આવ્યા?

ભૂટાનમાં મોમોઝ ક્યાંથી આવ્યા?

ભૂટાનમાં મોમોઝ તિબેટી સમુદાયો દ્વારા લોકપ્રિય થયા. જ્યારે મોમોઝ અહી આવ્યા તો ત્યાંના લોકોએ તેને પોતાનો જ આકાર અને ટેસ્ટ આપી દીધો. અહીં મોમોઝમાં મોટાભાગે યાકનું માંસ કે બીફનો ઉપયોગ ભરવા માટે કરવામાં આવે છે. શાકાહારીઓના માટે ડુંગળી, પનીર, ચીઝ બંધ કોબીઝ, મશરૂમ, બટાટા અને પાલક વગેરેનો ઉપયોગ થાય છે.

મોમોઝ કેવી રીતે બને છે આટલા ટેસ્ટી?

મોમોઝ કેવી રીતે બને છે આટલા ટેસ્ટી?

મોમોઝને જે વસ્તુ સૌથી વધારે ટેસ્ટી બનાવે છે તે છે, તેને બનાવવાની રીત અને તેમાં નાંખવાની સામગ્રી. જો લોટ તાજો અને સારી ક્વોલેટીન હોય તો તમારા મોમોઝ સારા જ બનશે. કેટલાક લોકો લોટ બાંધવા માટે થોડા ગરમ પાણીનો ઉપયોગ કરે છે. તેમાં ભરનાર સામગ્રીને ઝીણી સમારીને આદુ અને લસણની સાથે મિક્સ કરવી જોઈએ.

English summary
Have you ever wondered about the journey of momo? Come to think of it, the momo has probably travelled the farthest of all foods.
Story first published: Monday, March 20, 2017, 10:39 [IST]
X
Desktop Bottom Promotion