શા માટે ભારતીય લગ્નોમાં હોય છે સગાઇનું મહત્વ?

Posted By:
Subscribe to Boldsky

હિન્દુ લગ્ન ભારતમાં સૌથી પ્રાચીન સંસ્કૃતિ માના એક છે અને આજે પણ તે પૂરાણ દર્શન અને વૈદિક સંસ્કારના રૂપમાં મનાવવામાં આવે છે. ભારતમાં લગ્નને માત્ર બે લોકોના મિલન તરીકે જ નથી માનવામાં આવતા પરંતુ આ બે પરિવારોનું મિલન ગણાય છે. આ દરમિયાન ઘણા બધા રીતિ રિવાજ મનાવવામાં આવે છે, જેમાં બન્ને પરિવાર એક બીજાને સારી રીતે જાણી શકે.

થોડાક સમય પહેલા આપણે લગ્ન દરમિયાન મહેંદીની રસમ શા માટે નિભાવવામાં આવે છે, તે અંગે જાણ્યું હતું, આજે આપણે લગ્ન સાથે જોડાયેલી અન્ય એક રસમ સગાઇ અંગે જાણીશું. આ રસમ છોકરો-છોકરી એકબીજાને પસંદ કરી લે ત્યાર બાદ નિભાવવામાં આવે છે, આ રસમમાં એકબીજાને અંગુઠી પહેરાવે છે. લગ્ન અને સગાઇ વચ્ચે સારો એવો સમય રાખવામાં આવે છે, જેથી તેઓ એકબીજાને સારી રીતે ઓળખી શકે અને લગ્નની બન્ને પરિવાર તૈયારી કરી શકે. તો ચાલો તસવીરો થકી જાણીએ સગાઇ સાથે જોડાયેલા કેટલાક પહેલુંઓને.

શૉપિંગ

શૉપિંગ

શૉપિંગ સગાઇ પહેલા જ શરૂ કરી દેવામાં આવે છે. જેમાં છોકરો અને છોકરી પોતાના માટે નવા વસ્ત્રો, જ્વેલરી અને અન્ય બીજી જરૂરી સામગ્રીને ખરીદે છે અને આ શૉપિંગ લગ્ન સુધી ચાલે છે.

ભારતમાં સગાઇની રસમ

ભારતમાં સગાઇની રસમ

સગાઇ સાથે જ લગ્નની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. સગાઇની રસમ અનેક કલાકો સુધી ચાલે છે, જેમાં છોકરાના પરિવારજનો છોકરીને ઉપહાર આપે છે અને છોકરીના પરિજનો છોકરાને ઉપહાર આપે છે. ત્યારબાદ બન્ને એકબીજાને અંગુઠી પહેરાવે છે અને વડીલોના આશિર્વાદ લે છે.

અંગુઠી પહેરાવવી

અંગુઠી પહેરાવવી

સગાઇની સૌથી મહત્વની વાત ત્યારે હોય છે જ્યારે બન્ને એકબીજાને અંગુઠી પહેરાવે છે. આ સોનાંની અથવા પ્લેટિનમની હોય છે, જેને પહેર્યા બાદ બન્ને એક નવા સંબંધમાં બંધાઇ જાય છે.

આશીર્વાદ લેવા

આશીર્વાદ લેવા

અંગુઠી પહેર્યા બાદ બન્ને પોતાના પરિવારજનોના આશીર્વાદ લે છે અને એકબીજાને મીઠાઇ ખવડાવે છે. સાથે જ સ્વાદિષ્ટ ભોજન પિરસવામાં આવે છે.

English summary
The spirit of Indian traditions and customs is evident through the engagement ceremony. The occasion leads to entertainment and merry-making for you and your family, the highlights of weddings in India.
Story first published: Tuesday, June 17, 2014, 12:16 [IST]