બેશરમ આદમી મેટ્રોમાં બનાવી રહ્યો હતો છોકરીઓના વીડિયો, છોકરીએ તેનો બદલો લીધો ફેસબુક પર

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

આજકાલ છોકીઓ માટે ના તો પોતાનો દેશ સેફ છે અને ના તો વિદેશ! અમે એવું તે માણસોના કારણે કહી રહ્યા છીએ, જે દરેક સમયે છોકરીઓને પોતાની ગંદી નજરનો શિકાર બનાવતા ફરે છે. વાત ચાહે ભીડથી ભરેલા બજારની હોય કે પછી મેટ્રો ટ્રેન, આ છોકરીઓની સાથે કંઈકને કંઈક એવી ઘટનાઓ જરૂર થાય છે, જે આપણું લોહી ઉકાળશે.

એક એવી જ ઘટના કે આજે અમે નિંદા કરીશું, જે સિંગાપુરની મેટ્રોમાં ઘટેલી. મેટ્રોમાં સફર કરી રહ્યો હતો આ માણસ (જે એક ભારતીય હતો) એક છોકરી (ઉમા મહેશ્વરી) ની ચોરી-છુપે વીડીયો બનાવી રહ્યો હતો. છોકરીએ ખૂબ ચાલાકીથી તેને રંગે હાથે પકડર્યો.

Shameless Man Secretly Films Girl On Moving Train

જે છોકરીનો તે વીડીયો બનાવી રહ્યો હતો, તે તેની ઠીક સામેની સીટ પર બેઠી હતી. તે છોકરીને ત્યારે અંદાજો આવ્યો જ્યારે તેને માણસના પાછળના કાંચની બારી પર મોબાઈલની સ્ક્રીન જોઈ. સિંગાપુરમાં રહેનાર ઉમા મહેશ્વરીને આ ઘટનાની જાણ ફેસબુકના પેજ પર પણ કર્યું. ઉમાએ પોતે પણ તે માણસનો વીડીયો બનાવ્યો અને ફેસબુક પર અપલોડ કર્યો.

ઉમાએ વોલ પર લખ્યું હતુ કે તે ૧૩ મે સાંજે લગભગ ૭:૩૦ વાગ્યે તે આઉટ્રમથી હાર્બરફ્રન્ટ પોતાના મિત્રને મળવા જઈ રહી હતી અને તેના માટે તેમને મેટ્રો લીધી. તો તેમનો જોયું કે તે ખાલી મેટ્રોમાં એક વ્યક્તિ ક્યાંયથી આવીને તેની સામેની સીટ પર બેસી ગયો. તે માણસે પોતાનો ફોન નીકાળ્યો અને ઉમાની ફિલ્મિંગ શરૂ કરી દીધી. પરંતુ પછીથી ઉમાનો ગુસ્સો આઉટ ઓફ કન્ટ્રોલ થઇ ગયો અને તેને મેટ્રો પ્રશાસને તેની જાણ કરી.

ત્યારબાદ મેટ્રો સ્ટ્રેશનના કર્મચારી ત્યાં પહોંચ્યા અને તેને પક્ડર્યો. જ્યારે પોલિસે તેનો ફોન ચેક કર્યો તો તેમાંથી કેટલાક અશ્લીલ વીડિયોઝ મળી આવ્યા, જેના પછી તે વ્યક્તિએ પોલિસની ઘણી માફી માંગી. તે માણસ એટલો બેશરમ નીકળ્યો કે તે ઉમાને પોતાની બહેન જેવી જણાવવા લાગ્યો.

English summary
A man was shamelessly filming a girl on a moving train. Facebook user Uma Mageswari shared a picture and a video of the incident and her post immediately went viral.
Story first published: Tuesday, June 6, 2017, 16:30 [IST]