Just In
- 599 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 608 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1338 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1341 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
કારગિલ વિજય દિવસ : જેને મડદું સમજ્યુ હતું, આજે તે મૅરાથનમાં દોડે છે... મળો કારગિલનાં રિયલ હીરોથી
કારગિલ યુદ્ધને 18 વર્ષ થઈ ગયા... 26 જુલાઈ, 1999નાં દિવસે જ ભારતીય સેનાએ કારગિલમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. આ દિવસને કારગિલમાં શહીદ થયેલા હજારો બહાદુરોની યાદમાં ઉજવવામાં આવે છે. આ પ્રસંગે આજે અમે આપને કારગિલનાં એવા રિયલ લાઇફ હીરો સાથે મેળવી રહ્યાં છીએ કે જેમણએ માત્ર યુદ્ધ દરમિયાન સરહદ પર દુશ્મનોને ખદેડ્યા જ નહીં, પણ મોતની જંગમાં મોતને હરાવી એક રિયલ લાઇફ હીરો બનીને ઉપસ્યા. તેમનું નામ છે મેજર દેવેન્દ્ર પાલ સિંહ ઉર્ફે ડી પી સિંહ.
તે વખતે 26 વર્ષની વયમાં આ યોદ્ધાને કારગિલ યુદ્ધ દરમિયાન તબીબે મૃત જાહેર કરી દીધો હતો, પરંતુ તેમણે જીવનની દોરી પકડી રાખી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા અને જમણો પગ ગુમાવ્યા છતાં જીવનથી હાર ન માની. આજે તેઓ ભારતનાં અગ્રણી બ્લેડ રનર (કૃત્રિમ પગોની મદદથી દોડનાર ધાવક) છે.

ન માની હાર
મેજર સિંહનું કહેવું છે કે બાળપણથી અત્યાર સુધી તેમને જ્યારે-ત્યારે તિરસ્કારનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમના હોસલા અને મુશ્કેલીઓ સામે હાર ન માનવાનું ખમીર મજબૂત થતું ગયું.
મેજર સિંહે કહ્યું કે ઘણી વાર એવા પ્રસંગો આવ્યા કે જ્યારે દોડતી વખતે પીડા થઈ. શરીરમાં એટલા જખમો હતાં કે દોડતી વખતે ત્યાંથી વારંવાર લોહી નિકળવા લાગતુ હતું, પરંતુ મેં હાર ન માની અને પહેલા માત્ર ચાલ્યો, પછી ઝડપે ચાલ્યો અને પછી દોડવા લાગ્યો.

સરકાર પાસે બ્લેડ પ્રોસ્થેસિસની આશા
સતત ત્રણ વાર મૅરાથન દોડી ચુકેલા મેજર સિંહે કહ્યું કે તેમને સેનાએ કૃત્રિમ પગ અપાવ્યા, જેને આપણે ‘બ્લેડ પ્રોસ્થેસિસ' કહે છે. આ કૃત્રિમ પગનું નિર્માણ ભારતમાં નથી થતું અને તે પશ્ચિમી દેશોથી મંગાવવા પડે છે. આવા એક પગની કિંમત સાડા ચાર લાખ રુપિયા છે.
તેમણે કહ્યં કે આ પગોની આટલી વધારે કિંમત જોતા સરકારે આ પ્રકારની ટેક્નોલૉજી અને ડિઝાઇન ધરાવતા પગ ભારતમાં બનાવવા પર ધ્યાન આપવું જોઇએ. આ સંબંધે તેમણે સરકારનો દરવાજો પણ ખટખટાવ્યો છે.

નોંધાવ્યા રેકૉર્ડ્સ
બે વાર લિમ્કા બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવી ચુકેલા મેજર સિંહને વિકલાંગ, શારીરિક રીતે અક્ષમ કે અશક્ત કહેવા સામે સખત વાંધો છે. તેઓ પોતાને અને પોતાનાં જેવા અન્ય લોકોને ‘ચૅલેંજર' (પડકાર આપનારા) કહેડાવવાનું પસંદ કરે છે.

ધ ચૅલેંજિંગ વન્સ
મેજર સિંહ એવા લોકો માટે એક સંસ્થા ચલાવી રહ્યાં છે-‘ધ ચૅલેંજિંગ વન્સ' અને કોઇક કારણસર પગ ગુમાવી દેનાર લોકોને કૃત્રિમ અંગો વડે દોડવીર બનાવવાની પ્રેરણા આપી રહ્યાં છે. તેઓ જીવનની કઠિનથી કઠિન પરિસ્થિતિ સામે ઝઝૂમવા તૈયાર છે અને તેને પડકાર તરીકે લે છે.