For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

70 વર્ષોથી ખાધા-પીધા વગર જીવતા છે પ્રહ્લાદ જાની, જાણો હકીકત

By Super Admin
|

આપે તાજેતરમાં જ ચર્ચામાં આવેલી તે વ્યક્તિ વિશે તો સાંભળ્યું જ હશે કે જેમણે દાવો કર્યો છે કે તેમણે 70 વર્ષોથી કંઈ પણ ખાધુ નથી કે નથી કંઈ પણ પીધું. આ કહાણી પાછળનું સત્ય શું છે ? આ અંગે કોઈને પણ સચ્ચાઈ જ્ઞાત નથી.

શક્ય છે કે આ માત્ર ખ્યાતિ મેળવવાની રીત હોય કે પછી સાચે જ કોઈ અદ્ભુત ચમત્કાર હોય. આ દાવો કરનાર સજ્જનનું નામ છે પ્રહ્લાદ જાની કે જેઓ પોતાના માટે જ આવો દાવો કરે છે.

ઘણી વખત લોકોને વિશ્વાસ નથી થતો, પરંતુ જે લોકો તેમને જાણે છે, તે લોકોને પણ વિશ્વાસ છે કે પ્રહ્લાદ આટલા વર્ષોથી ખાધા-પીથા વગર રહે છે. આ વાતને સાબિત કરવા માટે પ્રહ્લાદ જાનીને દસ દિવસ સુધી અલગ રૂમમાં રાખવામાં આવ્યા અને તેમને ખાવા-પીવા માટે કંઈ જ ન આપવામાં આવ્યું.

અહીં સુધી કે તે દરમિયાન તેમને સ્નાન કે ફ્રેશ થવાની પરવાનગી પણ નહીં આપવામાં આવી. જોકે આટલું કર્યા બાદ પણ પરિસ્થિતિ સંશયયુક્ત જ રહેલી છે. આવો જાણીએ આ અંગે કેટલીક વધુ વાતો-

પ્રહ્લાદ જાની વિશે કેટલીક વાતો
પ્રહ્લાદ જાની એક ભારતીય સાધુ છે કે જેઓ હવે દાવો કરે છે કે તેમણે છેલ્લા 70 વર્ષો એટલે કે સને 1940થી કંઈ પણ ખાધુ-પીધુ નથી. તેઓ દરરોજ સવારે 4 વાગ્યે ઉઠીને મેડિટેશન કરે છે અને જીવવા માટે ઊર્જા પણ તેમને ધ્યાનથી જ મળે છે.

મેડિકલ ટ્રાયલ
પ્રહ્લાદ જાનીનાં આ દાવા બાદ તેમની ઉપર બે પરીક્ષણો કરવામાં આવ્યાં. પ્રથમ પરીક્ષણ 2003માં અને બીજું 2010માં કરાયું. આ દરમિયાન તેમને દરેક પ્રકારની સુખ-સુવિધા કે ખાવા-પીવાની જરૂરિયાતો આપવામાં નહીં આવી.

પરીક્ષણ દરમિયાન
પરીક્ષણ દરમિયાન તેમની ઉપર કડક નજર રાખવામાં આવી. તેમને એક હૉસ્પિટલમાં અલગ રૂમમાં રાખવામાં આવ્યાં કે જે અમદાવાદ ખાતે આવેલી છે. તેમને સ્નાન માટે પણ પાણી આપવામાં નહીં આવ્યું. આ દરમિયાન ડૉક્ટરોએ જણાવ્યું કે તેમને પેશાબ જ નથી થતો અને નથી તેમને સ્ટૂલ આવે છે, પરંતુ તેમના વજનમાં હળવો ઘટાડો નોંધાયો છે અને શરુઆતમાં તેમના બ્લેડરમાં યૂરિન પણ જોવા મળ્યું કે જે પાણી વગર શક્ય નથી. તેથી આ શોધમાં સંશયની પરિસ્થિતિ અકબંધ રહી.

2010નાં ઑબ્ઝર્વેશન દરમિયાન
2003 બાદ તેમનું આગામી પરીક્ષણ 2010માં કરવામાં આવ્યું કે જેમાં તેમને બહુ બધી ટેક્નિકો સાથે જોડી સખત મૉનિયટરિંગમાં રાખવામાં આવ્યાં. આ રિસર્ચ ટીમાં ડૉ. સુધીર શાહ હતાં અને 35 બીજા લોકો પણ સામેલ હતા. આ આખીટીમ ઇંડિયન ડિફેંસ ઇંસ્ટીટ્યૂટ ઑફ ફિજિયલૉજી તેમજ ઍલાઇડ સાઇંસ (ડીઆઈપીએએસ)ની હતી કે જેમણે એક સાથે આ રિસર્ચ કરી.

પ્રહ્લાદ જાનીનાં ક્રિયાકલાપો રેકૉર્ડ કરાયા
આ દરમિયાન સાધુને 10 દિવસ માટે કૅમેરાની નજર હેઠળ રાખવામાં આવ્યા અને તેમને તેની માહિતી આપવામાં ન આવી. આ દરમિયાન તેમના શરીરમાં કોઈ પરિવર્તન કે વજનમાં ઘટાડો નોંધાયો નહી, પરંતુ તેમના શરીરને જોઈને રિસર્ચ ટીમ ચકરાવે ચડેલી છે કે વગર ખાધે-પીધે કોઈ કેવી રીતે જીવે છે અને તેના શરીરનાં તમામ અંગો કઈ રીતે બરાબર કામ કરી રહ્યા છે.

અમેરિકન ડાયટેટિક એસોસિએશન
ન્યુટ્રીશન રિસર્ચર પીટર વિલફ્ટન આ વખતે વધુ રિસર્ચ કરવાનો ઇનકાર કરે છે. તેમને લાગે છે કે તેમાં કોઈ પણ જાતની છેતરપિંડી છે, કારણ કે જાનીને કોગળા કરવા અને સ્નાન માટે પાણી આપી દેવામાં આવ્યુ હતું અને ત્યારે જ તેમણે પાણી પી લીધું હશે, પરંતુ કેટલાક અન્ય દેશોનાં શોધકર્તાઓ ભારત સરકાર પાસે પ્રહ્લાદ જાની વિશે શોધ કરવાની પરવાનગી માંગી રહ્યાં છે કે જેથી તેઓ હકીકતની ભાળ મેળવી શકે.

Read more about: bizzare અજબ ગઝબ
English summary
Here is a story of a man named “Prahlad Jani” who is said to have survived without food and water for 70 years. Find out if he really survived or faked it!
Story first published: Tuesday, October 18, 2016, 15:14 [IST]
X
Desktop Bottom Promotion