Just In
Don't Miss
ગરબા રમતા જો કોઇના છોકરીથી થાય આંખો ચાર, તો આ રીતે શરૂ કરો વાતચીત
નવરાત્રી દરમિયાન ધણીવાર ગરબા રમતા કોઇ સુંદર છોકરીને જોઇને તમે તમારા સ્ટેપ ભૂલી જાવ તેવું બન્યું છે? કે પછી કોઇ નમણી નારે નવરાત્રીમાં તમારું મનડું ચોરી લીધુ હોય...નવરાત્રી ઉત્સવમાં ધણીવાર ગરબાના ઉત્સાહમાં જીવનભરનો સંગાથી મળી જતો હોય છે. પણ મોટે ભાગે નવરાત્રીના 9 દિવસો, જેને જોઇને નીકાળ્યા હોય છે તે નવરાત્રી પછી શોધેય મળતી નથી.
જો તમારો પ્રેમ સાચો હશે તો તમે અનુભવશો તેના માટે આ ભાવનાઓ!
ત્યારે નવરાત્રી દરમિયાન જો તમે કોઇ ખાસ વ્યક્તિથી આકર્ષિત થઇ જાવ પણ પછી વાતની શરૂઆત કેમ કરવી તે ન સમજાતું હોય તો અમે કેટલીક ટિપ્સ તમને આપી શકીએ છીએ. તો જો તમારી ભાવના સાફ હોય તો અમારી આ ટિપ્સ તમારા કામમાં આવી શકે છે. ત્યારે આ નવરાત્રી દરમિયાન જો કોઇના થી "આંખો ચાર થાય" તો કેવી રીતે તેને સાથે વાતચીત શરૂ કરવી તે અંગે જાણો અહીં...

ગરબા સારા આવડવા જોઇએ
જો તમને ગરબા સારા રમતા આવડે છે. તમે નીતનવા સ્ટેપ કરી જાણો છે. અને કપડામાં પણ એક પછી એક સ્ટાઇલીશ પહોરો છો તો સમજી લો કે અડધી જીતમાં તમારી અહીંથી જ થઇ ગઇ. કારણ કે મોટી ભાગે લોકો ગરબા વખતે પણ નવા અને યુનિક સ્ટેપ શીખવાનો પ્રયાસ કરતા હોય છે. અને તેવામાં બની શકે કે તમારી નાચવાની અદા જાતે જ તમારી મનગમતી છોકરીને વાત કરવા મજબૂર કરી દે.

ચીપકૂ ના બનો
નવરાત્રી દરમિયાન અનેક છોકરોઓને, જ્યારે કોઇ છોકરી પસંદ આવે છે જાણી જોઇને તેના ગ્રુપમાં એન્ટર થવાનો કે પછી તેનું ધ્યાન આકર્ષવાનો પ્રયાસ કરતા હોય પણ આવું કરવાથી છોકરીઓ વાત તો દૂર તેમનું મોઢું જોવું પણ પસંદ નથી કરતી. તો આ રીતે ચીપકું બનવાનું રહેવા દો.

ખાણી-પીણી
જરા વિચારો 2-3 કલાક ગરબામાં ધૂમ મચાવીને જ્યારે બ્રેક પડે ત્યારે તમામ લોકો પાણી પીવાના કાઉન્ટર પર પહોંચી જતા હોય છે. ત્યારે જો તમે તેને ઇમ્પ્રેસ કરવા માંગો છો કે તેનાથી વાત કરવા માંગો છો તો ઠંડા પાણીની બોટલ તમારી વાતચીત શરૂ કરવામાં મદદરૂપ થઇ શકે છે.

તમારા વિષે જણાવો
જુઓ કોઇ પણ છોકરી પોતાના વિષે અજાણ્યા વ્યક્તિને કહેતા જરૂરથી અચકાશે. તો જો તમે તેની સાથે વાતચીત કરવા માંગો છો તો પોતાના વિષે પહેલા તેણીને જણાવો. આનાથી તમારી ઇમેજ પણ સારી પડશે અને બની શકે નવરાત્રી પછી જો તેને પણ તમારામાં રસ હોય તો તે તમને શોધતી આવે!

કાલે ક્યાં રમશે?
જો તમને કોઇ છોકરીને નવરાત્રી દરમિયાન ઇમ્પ્રેસ કરવા માંગો છો તમે જરૂરથી તેણીને કહેજો કે "કાલે પણ તમે આ જ ગ્રાઉન્ડમાં રમવા આવશો. અને જો તેણી પણ આ જ ગ્રાઉન્ડમાં કાલે રમવા આવશે. તો તેમને ગમશે! આ વાત માત્રથી જ ધણી વસ્તુઓ સ્પષ્ટ થઇ શકે છે!