ઘરમાં લક્ષ્મી પ્રાપ્ત કરવાનાં 8 ઉપાયો

Posted By: Staff
Subscribe to Boldsky

આજે લોકો ધન પ્રાપ્ત કરવા માટે કેટલી વધારે મહેનત કરે છે. સવારે ઘરેથી નિકળે છે અને આખો દિવસ સખત મહેનત કર્યા બાદ રાત્રે પરત ફરે છે. આટલું પરિશ્રમ કર્યા બાદ પણ મનુષ્ય પાસે ધનનો અભાવ જળવાયેલો રહે છે. દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે કે તેની પાસે કાયમ ધન અને ઐશ્વર્ય જળવાઈ રહે તથા તેને ક્યારેય કોઈની સામે હાથ ફેલાવવાની જરૂર ન પડે. આજનાં યુગમાં જેની પાસે થન ઝે, તે ત્યાંનો રાજા છે. તો જો આપને પણ કઠિન પરિશ્રમ છતાં ધનની પ્રાપ્તિ નથી થતી, તો નિરાશ ન થાઓ.

દીવાળીનાં દિવસે એટલે કે ગણેશ-લક્ષ્મી પૂજન સાથે આપ આ સરળ ઉપાયો અજમાવશો, તો નિશ્ચિત રીતે જ લક્ષ્મી આપનાંથી ખુશ થશે અને આપનો સાથ છોડી ક્યારેય નહીં જાય. જો આપે નીચે આપેલા ઉપાયોમાંથી બે-ત્રણ ઉપાય પણ કરી લીધા, તો સમજો કે આપનું કામ થઈ ગયું. આવોજાણીએ શું છે આ ઉપાયો -
ઘરમાં લક્ષ્મી પ્રાપ્ત કરવાનાં 8 ઉપાયો

How To Attract Wealth During Diwali

1. દીવાળીનાં દિવસે કોઈ પણ ભિખારી કે ગરીબને 9 કિલો ઘઉં દાન કરો અને બીજા દિવસે મુખ્ય દ્વારને રંગોલીથી સજાવો.

2. દીવાળીની પૂજા ખતમ થયા બાદ શંખ અને દરિદ્રતા જાય છે.

3. દિવાળીની સવારે શેરડીના મૂળને લાવી રાત્રે લક્ષ્મી-પૂજનમાં તેની પણ પૂજા કરવાથી ધન લાભ થાય છે.

4. લક્ષ્મી પૂજામાં 11 કૌડીઓ લક્ષ્મી ઉપર ચઢાવો. બીજા દિવસે આ કૌડીઓને લાલ રૂમાલ કે કપડામાં બાંધી તિજોરીમાં મૂકી દો. ધનમાં વધારો થશે.

5. લક્ષ્મી પૂજન વખતે લક્ષ્મીજીને કમણ અર્પિત કરો અને કમળ ગટ્ટાની માલાથી જાપ કરો. લક્ષ્મી વધુ પ્રસન્ન થશે.

6. દીવાળીનાં દિવસે માતા લક્ષ્મીને પુવાનો ભોગ લગાવી તેને ગરીબોમાં વહેંચવાથી ચઢેલું ઋણ ઉતરી જાય છે.

7. દીવાળીની સવારે તુલસીની માળા બનાવી માતા લક્ષ્મીનાં ચરણોમાં ચઢાવી દો. તેનાથી આપનાં ધનની બરકત થશે.

8. દીવાળીનાં પાંચ પર્વો હોય છે (ધન તેરસ, કાળી ચૌદસ, દીવાળી, બેસતું વર્ષ (ગોવર્દન પૂજા), ભાઈબીજ (યમ દ્વિતીય). પાંચેય દિવસ દીવા (ચાર નાના, એક મોટો) જરૂર પ્રગટાવો. દીવો રાખતા પહેલા આસન પાથરો. પછી ખીર, ચોખા મૂકો અને તેની ઉપર દીવો મૂકો. ધનની વૃદ્ધિ સદૈવ જળવાઈ રહેશે.

English summary
This Diwali You can bring Wealth into you'r home through specific rituals. Deepavali is also the time to activate good luck in terms of wealth and financial security.