For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હરિયાળી ત્રીજે મળશે મનગમતો વર, જાણો કેવી રીતે ?

કહેવાય છે કે જો અપરિણીત કનયા સાચા મનથી માતા પાર્વતીની પૂજા કરે, તો તેમને મનગમતો વર મળે છે.

By Lekhaka
|

દર વર્ષે આવતા ત્રીજ-તહેવારોમાંનો એક હરિયાળી ત્રીજ કે શ્રાવણી ત્રીજ કે કેવડા ત્રીજનો પર્વ. આ પર્વ ઉત્તરભારતનાં તમામ રાજ્યો જેમ કે બિહાર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ ઉપરાંત આપણા ગુજરાતમાં પણ ઉજવવામાં આવે છે.

આ તહેવારનાં દિવસે મહિલાઓ આસ્થા, શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવણી કરે છે. નવપરિણીતાઓ આ દિવસે પોતાનાં લગ્નનું પાનેતર પહેરે છે. રાજસ્થાનમાં આ દિવસે ખાસ રીતે પરમ્પરાગત પરિધાનોમાંનું એક લહેરિયું પહેરવામાં આવે છે. આ દિવસે સુહાગન મહિલાઓ ભગવાન શિવ અને માતા ગૌરી સમક્ષ પોતાનાં પતિનાં લાંબા આયુષ્યની કામના માટે પૂજા કરે છે, તો અપરિણીત છોકરીઓ સારા અને મનગમતા વરની કામના માટે આ દિવસે વ્રત કરતી હોય છે.

કહે છે કે જો અપરિણીત કન્યા સાચા મનથી માતા પાર્વતીની પૂજા કરો, તો તેમને મનપસંદ વર મળે છે.

માતા પાર્વતીની આરાધના કરવા માટે

માતા પાર્વતીની આરાધના કરવા માટે

એવી માન્યતા છે કે માતા પાર્વતીએ 107 જન્મ લીધા હતાં ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે. તેથી માતા પાર્વતીનાં કઠોર તપ અને તેમનાં 108મા જન્મે ભગવાન શિવે દેવી પાર્વતીને પોતાનાં પત્ની તરીકે સ્વીકાર કરી હતી. આ બંનેનાં મિલનનાં પ્રસંગને હરિયાળી ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. કહે છે કે ત્યારથી જ આ વ્રતની શરુઆતથઈ. આ દિવસે જે સુહાગન સ્ત્રીઓ સોળ શ્રૃંગાર કરી ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરે છે, તેમનો સુહાગ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. કહે છે કે અપરિણીત કન્યાઓને મનગમતો વર પામવા માટે આ દિવસે માતા પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરવી જોઇએ.

કથા સાંભળવાનું મહત્વ

કથા સાંભળવાનું મહત્વ

આ દિવસે શિવ-પાર્વતીની કથા સાંભળવી જરૂરી છે. મહિલાઓ માતા પાર્વતી સમક્ષ પોતાનાં પતિનાં લાંબા આયુષ્યની કામના કરે છે. તે પછી ઘરમાં ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.

નિર્જળા વ્રત રાખે છે મહિલાઓ

નિર્જળા વ્રત રાખે છે મહિલાઓ

આ દિવસે સ્ત્રીઓનાં માવતરથી શ્રૃંગારનો સામાન તથા મિઠાઇઓ સાસરે મોકલવામાં આવે છે. હરિયાળી ત્રીજનાં દિવસે મહિલાઓ સવારે ઘરનાં કામ-કાજ પતાવીને સ્નાનાદિ કર્યા બાદ સોળ શ્રૃંગાર કરી આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે. જે છોકરીઓનું સગપણ થઈ ગયું હોય છે, તેઓ પણ ભાવિ પતિનાં દીર્ઘાયુષ્ય માટે આ વ્રત રાખી શકે છે.

શ્રાવણ સાથે જોડાયેલા ઝૂલાઓ

શ્રાવણ સાથે જોડાયેલા ઝૂલાઓ

પાર્વતીજીનાં આશિષ પામવા માટે મહિલાઓ ઘણા રીતિ-રિવાજોનું પાલન કરે છે. વિવાહિત મહિલાઓ પોતાનાં માવતર જઈ આ તહેવાર ઉજવે છે. આ દિવસે માન્યતા છે કે મહિલાઓ ઝૂલાઓ પર બેસી પોતાનાં આરાધ્ય દેવી-દેવતાઓની નકલકરે છે. ઝૂલાઓ આ તહેવારનો અભિન્ન ભાગ છે. આ તહેવાર કેટલીક મોજ-મસ્તીનો સમય છે. તેથી વૃક્ષો પર ઝૂલાઓ નાંખવામાં આવે છે.

English summary
Hariyali Teej - A Woman Special Fasting FestivalUnmarried girls keep the fast and pray to Goddesses Parvati in hope to get good husbands. Hariyali Teej Vrat is observed by both married and unmarried women.
X
Desktop Bottom Promotion