For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ વિધિથી કરો હરિયાળી ત્રીજની પૂજા

By Lekhaka
|

હરિયાળી ત્રીજનાં દિવસે મહિલાઓ પોતાનાં પતિનાં લાંબાઆયુષ્ય અને આરોગ્યમય જીવનની કામનાનાં ઉદ્દેશથી વ્રત તથા પૂજન કરે છે. ગ્રેગોરિયન કૅલેંડર મુજબ આ વર્ષે હરિયાળી ત્રીજનો પર્વ 26મી જુલાઈએ ઉજવવામાં આવી રહ્યો છે.

ગુજરાતમાં હરિયાળી ત્રીજને કેવડા ત્રીજ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આ દિવસે મહિલાઓ ભગવાન શિવ શંકરને કેવડો ચઢાવી પતિનાં લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.

હિન્દૂ ચંદ્ર-સૌર પંચાંગ મુજબ શ્રાવણ માસનાં શુક્લ પક્ષની તૃતીયાએ હરિયાળી ત્રીજનો તહેવાર ઉજવવામાં આવે છે. ચોમાસાની શરુઆતની ખુશીમાં આ પર્વ ઉજવવામાં આવે છે.

હરિયાળી શબ્દનો અર્થ છે હર્યુ-ભર્યુ અને ચોમાસું આવતા ચોતરફ હરિયાળી ફેલાઈ જાય છે. આ દિવસે મહિલાઓ સુંદર વસ્ત્રો અને આભૂષણો પહેરીને પરમ્પરાગત લોક ગીતો ગાય છે અને નાચે છે. આ દિવસને ખૂબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે.

આ ઉપરાંત હરિયાળી ત્રીજનાં જ દિવસે માતા પાર્વતીને ભગવાન શિવ પતિ તરીકે પ્રાપ્ત થયા હતાં. તો બીજી બાજુ આ દિવસે ભગવાન કૃષ્ણ અને રાધાનાં પ્રેમનાં પ્રતીક તરીકે પણ ઉજવવામાં આવે છે. હરિયાળી ત્રીજનાં દિવસે મહિલાઓ પૂજા-અર્ચના પણ કરે છે.

ઘણા સ્થાનોએ મહિલાઓ હરિયાળી ત્રીજનાં દિવસે ચંદ્ર દેવની પૂજા પણ કરે છે. આ ત્રીજ-તહેવારોમાંનો એક પર્વ છે. હવે અમે આપને બતાવીએ છીએ કે હરિયાળી ત્રીજની પૂજા માટે આપને કઈ વસ્તુઓની જરૂર પડશે.

હરિયાળી ત્રીજની પૂજા માટે જરૂરી સામગ્રી :

 • કાળી ભીની માટી
 • વેલ પત્ર
 • શમીનાં પાન
 • કેળાનાં પાન
 • ધતૂરાનું ફૂલ અને પાન
 • અંકવ વૃક્ષનાં પાન
 • તુલસીનાં પાન
 • જનોઈ
 • નાદ/ધાગો
 • નવા વસ્ત્રો
 • ફુલેરો અને ફલોમાંથી બનેલી છત્રી

માતા પાર્વતીનાં શ્રૃંગાર માટે જરૂરી વસ્તુઓ :

 • મહેંદી
 • ચૂડીઓ
 • વીંછી
 • ખોળ
 • સિંદૂર
 • કંકુ
 • કાંસ્કો
 • મ્હાવર
 • સુહાગ પૂડો અને સુહાગનનાં શ્રૃંગારની વસ્તુઓ
 • શ્રીફળ
 • કળશ
 • અબીર
 • ચંદન
 • તેલ અને ઘી
 • કપૂર
 • દહીં
 • ખાંડ
 • મધ
 • દૂધ
 • પંચામૃત

કેવી રીતે કરશો પૂજા ?

સંકલ્પ

પૂજા માટે સંકલ્પ કરો અને આ મંત્રનો જાપ કરો :

ઉમામહેશ્વરસાયુજ્ય સિદ્ધયે હરિતાલિકા વ્રતમહં કરિષ્યે

મૂર્તિ બનાવો અને પૂજનની શરુઆત કરો :

હરિયાળી ત્રીજની પૂજા સાંજે કરવામાં આવે છે. જ્યારે દિવસ અને રાત મળે છે, તે સમયને પ્રદોષ કહેવામાં આવે છે. આ સમયે સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી પવિત્ર થઈ પૂજા કરો.

હવે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવો. પરમ્પરા મુજબ આ મૂર્તિઓ સુવર્ણની બનેલી હોવી જોઇએ, પરંતુ આપ કાળી માટીમાંથી પોતાનાં હાથોથી આ મૂર્તિઓ બનાવી શકો છો.

 • સુહાગ શ્રૃંગારની વસ્તુઓ સજાવો અને માતા પાર્વતીને તે અર્પિત કરો.
 • હવે ભગવાન શિવને વસ્ત્રો ભેંટ કરો.
 • આપ સુહાગ શ્રૃંગારની વસ્તુઓ અને વસ્ત્રો કોઇક બ્રાહ્મમણને દાન કરી શકો છો.
 • આ પછી પૂર્ણ શ્રદ્ધા સાથે હરિયાળી ત્રીજની કથા સાંભળો અને વાંચો.
 • કથા વાંચ્યા બાદ ભગવાન ગણેશની આરતી કરો. તે પછી ભગવાન શિવ અને પછી માતા પાર્વતીની આરતી કરો.
 • ત્રણેય દેવી-દેવતાઓની મૂર્તિઓની પરિક્રમા કરો અને પૂરા મનથી પ્રાર્થના કરો.
 • આખી રાત મનમાં પવિત્ર વિચારો રાખો અને ઈશ્વરની ભક્તિ કરો. આ સમ્પૂર્ણ રાત્રે આપે જાગરણ કરવું પડશે.
 • બીજા દિવસે સવારે ભગવાન શિવ, માતા પાર્વતી અને ભગવાન ગણેશની પૂજા કરો અને માતા પાર્વતીને સિંદૂર અર્પિત કરો.
 • ભગવાનને કાકડી અને હલવાનો ભોગ ધરો. કાકડીથી પોતાનું વ્રત ખોલો.
 • આ તમામ વિધિ પૂર્ણ થયા બાદ આ તમામ વસ્તુઓને કોઇક પવિત્ર નદી કે તળાવમાં પ્રવાહિત કરી દો.

આ પૂજા પતિનાં દીર્ઘાયુ અને ઉત્તમ આરોગ્યની કામનાની પૂર્તિ માટે કરવામાં આવે છે, તો અવિવાહિત કન્યાઓ પણ મનગમતો વર પ્રાપ્ત કરવા માટે આ વ્રત રાખે છે.

Read more about: teej puja
English summary
Read to know ways to perform the hariyali teej pooja and what are the ingredients required to perform the pooja.
X
Desktop Bottom Promotion