Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
Bold & Beautiful : શાલિની સિંહ, એક્સ આર્મી ઑફિસરથી મિસિસ ઇંડિયા 2017 બનવાની સફર
મિસિસ ઇંડિયા ક્લાસિક ક્વીન ઑફ સબસ્ટેંસ (Mrs. India Classic Queen of Substance-MIQS) 2017નો ખિતાબી તાજ પહેરનાર કૅપ્ટન (રિટાયર્ડ) શાલિની સિંહની મિસિસ ઇંડિયા બનવાની સફર આટલી સરળ પણ નહોતી.
શાલિની 23 વર્ષનાં હતાં કે જ્યારે પતિ મેજર અવિનાશ સિંહ ભદૌરિયા કાશ્મીરમાં ચાર આતંકવાદીઓનો સામનો કરતાં શહીદ થઈ ગયા હતાં. તે વખતે પુત્ર ધ્રુવ માત્ર બે વર્ષનો હતો. પતિને કીર્તિ ચક્ર (મરણોપરાંત) મળ્યું. કીર્તિ ચક્ર લેતી વખતે શાલિનીની આંખોમાં આંસૂ હતાં, પરંતુ આજે શાલિની 17 વર્ષનાં પુત્ર ધ્રુવને પણ વર્ધીમાં જોવા માંગે છે. ધ્રુવે 12માની પરીક્ષા તાજેતરમાં એનડીએની એક્ઝામમાં આપી છે.

પ્રથમ આર્મી ઑફિસર
શાલિની પ્રથણ મહિલા ફોજી છે કે જેમણે મિસિસ ઇંડિયા ક્લાસિકનો ખિતાબ જીત્યો છે.

જ્યારે મળ્યા પતિનાં શહીદ થવાનાં સમાચાર
28મી સપ્ટેમ્બરની રાત્રે શાલિનીને ખબર પડી કે મેજર અવિનાશને ગોળી વાગી છે. 2 કલાક બાદ બીજા કૉલમાં સમાચાર મળ્યાં કે અવિનાશશહીદ થઈ ગયાં છે. શાલિની જણાવે છે કે તે વખતે મારી નજર બસ નજીકમાં જ રમી રહેલા ધ્રુવ પર જતી હતી. શાલિનીએ નક્કી કર્યું, ‘હું પણ ફોજમાં જઇશ', પરંતુ આ નિર્ણય સુધી પહોંચવાનો અંતર કાપવો ખૂબ જ તકલીફ ભરેલુ હતું.

કર્યો સંઘર્ષ
શાલિની સિંહે સર્વિસ સિલેક્શન બોર્ડ (એસએસબી)ની પરીક્ષા આપી અને અચાનક મેજર અવિનાશની શહાદતનાં માત્ર ત્રણ મહિનાની અંદર શાલિનીનું સિલેક્શન થઈ ગયું. અલ્હાબાદમાં ઇંટરવ્યૂ માટે એક અઠવાડિયા રહેવાનું થયું. આ અનુભવ પણ કોઇક માતા માટે ખૂબ જ કષ્ટદાયક હતો. એસએસબી સેંટરમાં બાળક સાથે રહી શકાતુ નહોતું. એટલે પરિવારનાં લોકો સાથે ગયાં. તેઓ બાળકને સંભાળતા હતાં, પરંતુ બાળક તેમનાં હાથે વધારે કંઈ ખાતું-પીતું નહોતું. એટલે પરિવારનાં લોકો એસએસબી સેંટર બહાર પાર્કમાં બાળક સાથે શાલિનીનો ઇંતેજાર કરતા હતાં અને તક ઝડપી શાલિની થોડીક વાર માટે સેંટરમાંથી બહાર આવતી કે જેથી બાળક ધ્રુવને કંઇક ખવડાવી-પિવડાવી શકે.

20 દિવસમાં મળ્યું કમીશન
7મી સપ્ટેમ્બર, 2002નો દિવસ હતો એટલે કે શાલિનીનાં પતિની શહાદતની વરસીનાં માત્ર વીસ દિવસ બાકી હતાં અને શાલિનીને સેનામાં કમીશન હાસલ થઈ ગયું. દરમિયાન પતિને કીર્તિ ચક્ર (મરણોપરાંત)થી નવાજવામાં આવ્યાં. શાલિનીએ ફોજની વર્ધી પહેરી અને રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ પાસેથી પતિનું સન્માન પ્રાપ્ત કર્યું.

બીજા લગ્ને આપ્યું મોટું દર્દ
2008માં શાલિનીએ ઘરનાં લોકોનાં દબાણમાં આવીને પોતાનાં સીનિયર મેજર એસ. પી. સિંહ સાથે બીજા લગ્ન કર્યાં. લગ્નનાં થોડાક સમયમાં જ શાલિનીને ભાળ મળી ગઈ કે મેજરે વિશ્વાસનો ફાયદો ઉઠાવતા લગ્ન પહેલા જ તેની ઍકાઉંટંટ પાસેથી ઘણા લાખ રુપિયા શાલિનીને જાણ કર્યા વગર ઉપાડી લીધા. દરમિયાન તે મેજર શાલિની સાથે મારઝૂડ કરવા લાગ્યો. 2011માં મેજરે શાલિનીનાં માથા પર ગ્લાસથી એવો હુમલો કર્યો કે શાલિનીએ 32 ટાંકા લેવા પડ્યાં. તે પછી શાલિનીએ પોતાનાં બીજા પતિ પાસેથી તલાક લેવા કેસ નોંધાવ્યો છે.
ગરીબ બાળકોનાં ભમતરમાં કરી રહ્યાં છે મદદ
શાલિની મૂળત્વે ઉત્તર પ્રદેશનાં જૌનપુર જિલ્લાનાં રહેવાસી છે. તેમનું શિક્ષણ કાનપુરમાં થયું. તેઓ એમએ પ્રથમ વર્ષમાં હતાં કે જ્યારે પતિ શહીદ થઈ ગયાં. તે પછી તેમણે અભ્યાસ છોડી દિધો. નોકરી દરમિયાન જ 2007માં એમબીએ કર્યું. હાલમાં શાલિની એક કંપનીમાં સીનિયર મૅનેજર તરીકે કાર્યરત્ છે. આ ઉપરાંત તેઓ સોશિયલ વર્ક પણ કરે છે. ગરીબ અને દિવ્યાંગ બાળકોનાં અભ્યાસમાં મદદ પણ કરે છે.



Click it and Unblock the Notifications











