Friendship Day Special: જો તેરા હૈ વો મેરા હૈ...!

Posted By:
Subscribe to Boldsky

મિત્રતા એ શબ્દ છે જે માત્રને માત્ર ચહેરા પર મુસ્કાન લાવી શકે છે. મિત્રતા એ છે જે દરેક સંબંધોથી મોટી હોય છે, કેમ સાચું કહ્યું ને... મિત્રો 4 ઑગસ્ટ એટલે ફ્રેંડશિપ ડે આવી ગયો છે. આમ તો મિત્રતાનો કોઇ દિવસ ના હોઇ શકે કારણ કે આ તો એવી ખુશી છે જે દરેક પળે સેલિબ્રેટ કરી શકાય. પરંતુ લોકો દરેક દિવસને કોઇને કોઇ રૂપ રંગમાં ઉજવવામાં જ માને છે. માટે તેમણે ફ્રેંડશિપ ડેને પણ 3 ઑગસ્ટના રોજ ઉજવવાનું નક્કી કર્યું. મિત્રતામાં શબ્દો વગર માત્ર અભિવ્યક્તિ થકી જ ઘણું બધું કહી દેવામાં આવે છે.

મિત્ર પ્રેમ પણ છે, મિત્ર જિંદગી પણ છે અને મિત્રો ક્યારે-ક્યારેક કમીનેપન એટલે કે હરામીપણા એટલે કે મસ્તીપણા પર ઉતરી આવે છે. પરંતુ આ મસ્તીપણું પણ માત્ર મિત્રતાની હદ સુધી હોય છે, આ વાત માત્ર એ લોકો જ સમજી શકશે જે લોકો પાસે સાચો મિત્ર હશે.

ડેવિડ ધવને જો કહ્યું કે હર એક ફ્રેન્ડ કમીના હોતા હૈ... તો એમાં ખોટું શું છે... કારણ કે જ્યારે મિત્રો કહી શકે છે કે ..જો તેરા હે વો મેરા હૈ.. તો પછી જ્યારે કોઇ મિત્ર તેની ગર્લફ્રેન્ડ પર લાઇન મારે તો પછી તેને હરામી કેવી રીતે કહેવો? આ મિત્રતા થકી જ ક્યારેક ક્યારેક લોકોને ઇશ્ક વાલા લવ...

મિત્રતા શું છે તેને પરિભાષિત કરવું મુશ્કેલ છે પરંતુ ભાવના અને અભિવ્યક્તિના આ સંબંધને આપણે કઇક આ રીતે કલમબદ્ધ કરી શકીએ...

ફ્રેંડશિપ ડેનું નામ આપવું કેટલું યોગ્ય છે?

ફ્રેંડશિપ ડેનું નામ આપવું કેટલું યોગ્ય છે?

મિત્રતા માટે કોઇ ચોક્કસ દિવસ નક્કી કરી દઇને તેને ફ્રેંડશિપ ડેનું નામ આપી દેવું કેટલું યોગ્ય છે. પરંતુ એટલું જરૂર છે કે જ્યારે જૂના મિત્રો એક સાથે મળી જાય તો તેમના માટે તો એજ દિવસ ફ્રેંડશિપ ડે થઇ જાય છે. મિત્રતાને મર્યાદાઓ અને સીમામાં બાંધવું મૂર્ખતા છે.

ફ્રેંડશિપ ડે પર ગર્લફ્રેંડ્સને આપી શકો છો આ 5 આકર્ષક ભેટ

 દરેક સંબંધોથી મોટી 'મિત્રતા'

દરેક સંબંધોથી મોટી 'મિત્રતા'

મિત્રતા એક એવો સંબંધ છે મામૂલી ઘટનાઓ અને યાદોને પણ ખાસ બનાવી દે છે. આપણી અંદર કેટલીક ઘટનાઓને ઉમરભર માટે કેદ કરી દે છે. જે યાદો પરત તો નથી આવતી પરંતુ આ જૂના મિત્રોને મળ્યા બાદ તેને યાદ કરીને જરૂર હસીએ છીએ. એ વાત સાચી છે કે આજની વ્યસ્ત લાઇફમાં મિત્રોને રોજેરોજ મળવાનું તો શક્ય નથી બનતું પરંતુ તેઓ હંમેશા આપણી વચ્ચે હોય છે, આપણા વિચારોમાં હોય છે.

7 પ્રકારના પુરૂષ: જેમનાથી દૂર ભાગતી નથી મહિલાઓ

મિત્રતા સાચા-ખોટાનો અરિસો છે

મિત્રતા સાચા-ખોટાનો અરિસો છે

એક માતા તેના પુત્રની અને એક દિકરી તેના પિતાની સારી મિત્ર હોઇ શકે છે. કારણ કે એક મિત્ર એવી વાતો બતાવે છે જેને કોઇ ક્લાસમાં અથવા તો કોઇ કોર્સમાં નથી ભણાવવામાં આવતી. એક યુવક અને એક યુવતી પોતાના જીવનમાં ભાવી સપનાઓમાં ખોવાયેલા રહે છે, એ પણ દરેક સંબંધોમાં પહેલા એક મિત્ર શોધે છે જોણો છો કેમ? કારણ કે આ જ એ અરીસો છે જે તમને સાચા ખોટાનો ખ્યાલ અપાવે છે.

Happy Day special: જય અને વીરૂ જેવી છે મોદી અને અમિત શાહની મિત્રતા

હર એક ફ્રેંડ કમીના હોતા હૈ..

હર એક ફ્રેંડ કમીના હોતા હૈ..

કદાચ જિંદગીના થપેડાથી બચવા માટે થોડા મસ્તીખોર બનવું પણ આવશ્યક છે, જે વ્યક્તિને એક મિત્ર જ સમજી શકે છે. દુનિયાના આદર્શ અને સાચા-ખોટા માર્ગોને માબાપ અને તેમના શિક્ષક શીખવાડી દે છે, પરંતુ જીંદગીના કેટલાંક પળો માટે માણસે ક્યારેક ક્યારે વાંકા બનવું પડે છે. જેના માટે દરેક વ્યક્તિએ એક માણસની પણ જરૂર પડે છે. કારણ કે મસ્તીમાં મસાલો ના હોય તો દોસ્તી સ્વાદિષ્ટ નથી બનતી.

10 ગુણ જે ફક્ત મહિલાઓ જ દુનિયાને શિખવાડી શકે છે

આ દિવસ પ્રત્યે ઘૃણા કેમ?

આ દિવસ પ્રત્યે ઘૃણા કેમ?

પરંતુ અફસોસ કે આ સરસ અને સુંદર સંબંધ વિશે દેશના કેટલાંક લોકો પોતાને વધારે સમજદાર સમજે છે, તેઓ પોતાને સમાજના ઠેકેદાર ગણાવે છે કે આ પશ્ચિમી સંસ્કૃતિનો દુષ્પ્રભાવ ગણાવે છે. તેમનું માનવું છે કે અમારા યુવાનો ભટકી રહ્યા છે, હવે તેમને એ કોણ બતાવે કે ભલે ફ્રેંડશિપ ડે પશ્ચિમ સંસ્કૃતિની દેન હોય પરંતુ મિત્રતા તો અમારા દેશની માટીમાં છે. ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતાનું બેજોડ ઉદાહરણ છે.

ફ્લર્ટ કરનાર પુરૂષોને કેવી રીતે ઓળખશો

હેપ્પી ફ્રેંડશિપ ડે

હેપ્પી ફ્રેંડશિપ ડે

હા જો તેમને આ દિવસની ઉજવણી કરવાથી ચીડ હોય તો તેને ચોક્કસ તેને બંધ કરાવે પરંતુ વિરોધ કરીને તેની ગરિમાને નષ્ટ કરવાનો તેમને કોઇ અધિકાર નથી. હાલમાં મારુ એજ કહેવું મારા સાથીયોને કે તેઓ આ દિવસના મહત્વને જાણે, સમજે પોતાના સાચા મિત્રોને ઓળખે. અને આ દિવસને ખૂબ જ એન્જોય કરે. ગુજરાતી વનઇન્ડિયાની ટીમ તરફથી આપ સૌને Happy Friendship Day...

ડિસ્ટન્સ રિલેશનશિપ તરોતાજા રાખવાની 10 Tips

English summary
Friendship Day is a day dedicated to honoring and strengthening the universal values of friendship, camaraderie, trust and fellowship all over the world.
Story first published: Sunday, August 3, 2014, 12:48 [IST]