For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું આપ જાણો છો કે 5 વર્ષ બાદ મગજનો વિકાસ અટકી જાય છે ? વાંચો એવા જ કેટલાક રસપ્રદ ફૅક્ટ્સ

By Lekhaka
|

માનવ મગજ એક કૉમ્પ્યુટરનાં મેમોરી સ્ટોરેજથી લાખો ગણું વધુ કામ કરે છે. વર્ષો જૂની વાતો મગજમાં ઘર બનાવી લે છે. તેમને કોઈ ચાહીને પણ ડિલીટ નથી કરી શકતું. માનવીય મગજ દરેક કૉમ્પ્યુટર કરતા તેજ હોય છે.

બ્રેન (મગજ) માનવ શરીરનો સૌથી મહત્વનો ભાગ હોય છે. તેનાં વિશે અનેક એવી બાબતો હોય છે કે જે આપને ખબર નથી હોતી. આજે અમે આપને અહીં મગજ સાથે જોડાયેલા કેટલાક એવા જ ઇંટરેસ્ટિંગ ફૅક્ટ્સ જણાવવા જઈ રહ્યાં છીએ.

1.

1.

મહિલાઓનાં બ્રેનની સરખામણીમાં પુરુષોનું બ્રેન 10 ટકા મોટુ હોય છે. એક સગર્ભા મહિલાનાં મગજનાં ન્યૂરૉન્સની ગણતરી 2,50,000 ન્યૂરૉન પ્રતિ મિનિટનાં હિસાબે વધે છે. એક પુખ્ત વ્યક્તિનાં બ્રેનનું વજન લગભગ 1300થી 1400 ગ્રામ હોય છે.

2.

2.

આપણું બ્રેન દરેક સમયે 12થી 25 વૉટ જેટલી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે. તેનાંથી એક નાનું એલઈડી બલ્બ પ્રગટી શકે છે. બ્રેનમાં હાજર બ્લડ વેસલ્સની કુલ લંબાઈ લગભગ 645 કિલોમીટર હોય છે.

3.

3.

બ્રેનની સાઇઝ સતત ઓછી થતી જઈ રહી છે. છેલ્લા 20 હજાર વર્ષોમાં તેનું આકાર ટેનિસ બૉલ જેટલું ઘટી ગયું છે. બ્રેનનો દુઃખાવો નથી થતો એટલે કે જો માત્ર બ્રેનનું ઑપરેશન હોય, તો એનેસ્થેશિયાની જરૂર નથી પડતી, પરંતુ સ્કલ્પ માટે એનેસ્થેશિયા જરૂરી હોય છે.

4.

4.

બ્રેન ન્યૂરૉન્સ વડે કામ કરે છે. તેનો એ જ રોલ હોય છે કે જે કૉમ્પ્યુટરમાં સીપીયૂનો હોય છે. હ્યૂમન બ્રેનમાં 10 હજાર કરોડ ન્યૂરૉન્સ હોય છે. 36 વર્ષની વય બાદ દરરરોજ 7000 ન્યૂરૉન્સ ઓછા થવા લાગે છે.

5.

5.

આલ્બર્ટ આઇંસ્ટાઇનનાં બ્રેનનું વજન સામાન્ય પુરુષનાં બ્રેનની સરખામણીમાં 10 ટકા ઓછુ હતું, પરંતુ ન્યૂરૉન્સની ડેંસિટી વધારે હતી એટલે કે બ્રેન વધુ એક્ટિવ હતું.

6.

6.

હ્યૂમન બ્રેનમાં 75થી 80 ટકા સુધી પાણીનું પ્રમાણ હોય છે. બૉડીમાં પાણીની ઉણપ થતા બ્રેન યોગ્ય રીતે કામ કરવાનું બંધ કરી દે છે. દિવસની સરખામણીમાં રાત્રે આપણું બ્રેન વધુ એક્ટિવ રહે છે.

7.

7.

કૉલેસ્ટ્રૉલનો સંબંધ માત્ર હાર્ટ સાથે નથી. ફૅક્ટ એ છે કે બૉડીમાં હાજર કૉલેસ્ટ્રૉલનો 25 ટકા ભાગ બ્રેનમાં હોય છે. બ્રેન માટે આ જરૂરી પણ છે.

8.

8.

બ્રેનનું વજન બૉડીનાં વજનનો લગભગ 2 ટકા હોય છે, પરંતુ તે બૉડીમાં હાજર ઑક્સીજન અને કૅલોરીનો 20 ટકા કંઝ્યુમ કરે છે.

9.

9.

આપનું મગજ 5 વર્ષની ઉંમર સુધી 95 ટકા વધે છે અને 18 વર્ષની વય સુધી પહોંચતા-પહોંચતા 100 ટકા વિકસિત થઈ જાય છે અને તે પછી તેનું વધવું અટકી જાય છે. જે બાળકો પાંચ વર્ષનાં થતા પહેલા બે ભાષાઓ શીખે છે, તેમનાં મગજની સંરચના થોડીક બદલાઈ જાય છે.

10.

10.

આપ પોતાનાં મગજમાં ન્યૂરૉન્સની ગણતરી મગજની પ્રક્રિયાઓ કરી વધારી શકો છો, કારણ કે શરીરનાં જે પણ ભાગનો આપણે વધુ ઉપયોગ કરે છે, તે વધુને વધુ વિકસિત થતો જાય છે. વાંચવા અને બોલવાથી એક બાળકનો મસ્તિષ્કીય વિકાસ વધુ થાય છે.

11.

11.

જ્યારે આપ એક વ્યક્તિનો ચહેરો ધ્યાનથી જુઓ છો, તો આપ પોતાનાં મગજનો જમણો ભાગ ઉપયોગ કરો છો. આપણા શરીરનાં વિવિધ ભાગોમાંથી માહિતીઓ વિવિધ ઝડપોથી અને વિવિધ ન્યૂરૉન દ્વારા આપણા મગજ સુધી પહોંચે છે. ન્યૂરૉન એક જેવા નથી હોતા. ઘણા એવા ન્યૂરૉન પણ હોય છે કે જે માહિતીને 0.5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે મગજ સુધી પહોંચાડે છે અે ઘણા એવા પણ હોય છે કે જે માહિતીને 120 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે મગજ સુધી પહોંચાડે છે.

12.

12.

આપનાં મગજની રાઇટ સાઇડ આપનાં બૉડીની લેફ્ટ સાઇડને, જ્યારે મગજની લેફ્ટ સાઇડ આપનાં બૉડીની રાઇટ સાઇડને કંટ્રોલ કરે છે.

13.

13.

આપનાં મગજમાં દરરોજ સરેરાશ 60,000 વિચારો આવે છે. હસતી વખતે આપણાં મગજનો લગભગ 5 ટકા ભાગ એક સાથે કામ કરે છે. મનુષ્યનાં મગજની લેફ્ટ સાઇડ બોલવાનો કંટ્રોલ કરે છે અને પક્ષીઓનાં મગજની લેફ્ટ સાઇડ તેમનું ચહેકવું કંટ્રોલ કરે છે.

14.

14.

મગજમાં 1,00,000 માઇલ લાંબી રક્ત વાહિકાઓ હોય છે. મગજને 4થી 6 મિનિટ સુધી ઑક્સીજન ન મળે, તો પણ તેને કંઈ ન થઈ શકે, પરંતુ 5થી 10 મિનિટ સુધી ઑક્સીજન ન મળતા બ્રેન ડૅમેજ થવું નિશ્ચિત બની જાય છે.

15.

15.

મનુષ્યનાં મગજનું વજન લગભગ 1500 ગ્રામ સુધી હોય છે. મગજનું સપાટીનું ક્ષેત્રફળ લગભગ 1500થી 3000 ચોરસ સેંટીમીટર હોય છે. વૈજ્ઞાનિકો માને છે કે બ્રહ્માંડમાં સૌથી જટિલ અને રહસ્યમય વસ્તુ મનુષ્યનું મગજ છે.

16.

16.

મગજનું આકાર અને વજન મગજની ક્ષમતા કે શક્તિ પર કોઈ અસર નથી નાંખતાં. આલ્બર્ટ આઇંસ્ટાઇનનાં મગજનું વજન 1230 ગ્રામ હતું કે જે સામાન્ય મનુષ્યો કરતા ઘણુ ઓછુ હતું.

17.

17.

વજનનાં હિસાબે અત્યાર સુધી સૌથી ભારે મગજ એક રશિયન લેખક 'Ivan tugenew'નું હતું. તેના મગજનું વજન લગભગ 2.5 કિલો હતું અને તેનું મૃત્યુ 1883માં થયુ હતું.

18.

18.

મગજમાં 40 ટકા ભાગનો રંગ ગ્રે છે અને 60 ટકા ભાગનો રંગ સફેદ છે. ગ્રે ભાગમાં ન્યૂરૉન હોય છે કે જે સંચારનું કામ કરે છે.

19.

19.

30 વર્ષની ઉંમર બાદ આપણું મગજ સંકોચાવા લાગે છે.

English summary
This are just a few vital roles that the human brain performs but the most amazing thing about the human brain are the many facts that are less known by many people with a fully functional brain.
Story first published: Thursday, July 6, 2017, 13:00 [IST]
X
Desktop Bottom Promotion