ખાવાની આ આદતોથી જાણો વ્યક્તિનું નેચર

Posted By: Staff
Subscribe to Boldsky

ગળ્યું ખાતા લોકો પ્યારા, તો તીખું ખાતા લોકો રીઢા હોય છે. એવું અમે નહીં, પણ એક રિસર્ચ કહે છે કે જે ખાવાની ટેવોથી લોકોનાં વ્યક્તિત્વનું રહસ્ય ખોલે છે.

આપણા સૌની ખાવાની જુદી-જુદી ટેવો હોય છે. કોઈ ધીમે-ધીમે ખાય છે, તો કોઈ જલ્દીથી ખાનારાઓ હોય છે. તેવામાં શું આપે ક્યારેય તેમના વ્યક્તિત્વ વિશે વિચાર્યું છે ?

આજે અમે આપને બતાવીશું વ્યક્તિનું નેચર, ખાવાની ટેવથી કેવી રીતે જાણી શકાય છે. અમે એ પણ બતાવીશું કે તે ઑફિસમાં કેવો હોય છે અને જો કોઈ સંબંધમાં પડે, તો કેવો હોય છે. આવો જાણીએ...
ધીમે-ધીમે ખાનાર લોકો

ધીમે-ધીમે ખાનાર લોકો ક્યારેય ઉતાવળમાં નથી હોતા અને તેઓ વર્તમાનમાં જીવવામાં વિશ્વાસ ધરાવે છે. જો જૉબની વાત કરીએ, તો તેઓ પોતાનું કામ ધીમે-ધીમે અને સારી રીતે કરે છે. જો સંબંધની વાત કરીએ, તો વર્તમાન ક્ષણમાં જીવે છે. બીજુ કે તેઓ જિદ્દી હોય છે કે જેમને પોતાની દિલચર્યા સાથે ચિટકી રહેવાનું ગમે છે.

જલ્દી ખાનાર લાકો

જલ્દી ખાનાર લાકો

ઝડપથી ખાનાર લોકો સારી રીતે ખોરાક ચાવવા વિશે વિચારતા જ નથી અને તેને ઝડપથી ખતમ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઑફિસમાં એવા લોકો પર બૉસ જલ્દીથી ખુશ થઈ જાય છે, કારણ કે તેઓ પોતાનું કામ ઝડપથી કરાવી લે છે. મલ્ટી ટાસ્ક કરવામાં આપની સામે કોઈ નથી જીતી શકતું. સંબંધમાં પણ આપ પોતાના પાર્ટરનરી જરૂરિયાતને જલ્દી-જલ્દી પૂરી કરવાનું વિચારો છો.

નવું-નવું ફૂડ ટ્રાય કરનાર લોકો

નવું-નવું ફૂડ ટ્રાય કરનાર લોકો

એવા લોકોને રોમાંચ સાથે પ્રેમ હોય છે. એવા લોકોના પાર્ટનર ક્યારેય તેમનાથી બોરિંગ થવાની ફરિયાદ નથી કરતા. કામ દરમિયાન પણ આ લોકોને નવા આઇડિયા શૅર કરવામાં શરમ નથી અનુભવાતી. એવા લોકો મિત્રો પણ બહુ બનાવે છે.

 એક વારમાં ખોરાક મિક્સ કરીને ખાનાર લોકો

એક વારમાં ખોરાક મિક્સ કરીને ખાનાર લોકો

એવા લોકોનાં બૉસ બહુ ખુશ રહે છે, કારણ કે એવી વ્યક્તિ તમામ જવાબદારીઓ એક સાથે લઈ ખૂબ સારી રીતે નિભાવી લે છે. સંબંધોમાં પણ તેઓ સૌનાં દિલજીતી લે છે, કારણ કે તેઓ સૌ કોઈને પોત-પોતાનો સમય આપે છે. તેમનું એક નેગેટિવ પૉઇંટ છે કે એવી વ્યક્તિ ઓવર કમિટ કરી દે છે કે જેથી તેઓ ક્યારેક-ક્યારેક મુશ્કેલીમાં પડી જાય છે.

ગળ્યું ખાનાર લોકો

ગળ્યું ખાનાર લોકો

એવી વ્યક્તિઓ શાંત અને દયાળુ હોય છે. એવા લોકો આપની સમસ્યાઓને સાંભળવા માટે હંમેશા હાજર રહેશે. બીજી બાજુ તેઓ પોતાનાં જીવનનાં મુદ્દાઓનો ખુલાસો સમ્પૂર્ણપણે નહીં કરે.

વધુ મીઠું ખાનાર લોકો

વધુ મીઠું ખાનાર લોકો

વધુ મીઠા ધરાવતું ભોજન ખાનાર લોકો પોતાનું દિલ ખોલીને વાત કરે છે. તેઓ દુનિયા સમક્ષ પોતાનો અભિપ્રાય અને વિચારને શૅર કરતા નથી ડરતા.

તીખું ખાનાર લોકો

તીખું ખાનાર લોકો

એવી વ્યક્તિઓ ખૂબ જ ખતરનાક હોય છે. તેઓ એક પળમાં ખૂબ જ પ્રેમાળ, તો બીજી જ પળે ખૂબ જ રીઢા બની જાય છે, પરંતુ જો આપ કોઇક મુસીબતમાં ફસાયા હોવ, તો એવા લોકો આપની મદદ કરવા સૌપ્રથમ આવે છે.

Read more about: વ્યંજન
English summary
Studies say that our eating habits are highly instinctive. That's probably why there’s a strong connection between them and our personalities. Here’s what the way you eat says about your personality.
Story first published: Monday, October 17, 2016, 20:20 [IST]
Please Wait while comments are loading...