શું હિન્દુ ધર્મમાં દારૂ પીવાની મનાઇ છે?

Posted By:
Subscribe to Boldsky

સદીઓથી દારૂ, ચર્ચાનો એક રોચક વિષય રહ્યો છે. દારૂડીયાઓને પોતાની આદતને યોગ્ય સાબિત કરવા માટે ઘણા પ્રકારના બહાના મળી રહે છે. દુનિયાભરમાં દારૂને નશા તથા વિશ્રાંતિના સૌથી નાના સાધનોના રૂપમાં જોવામાં આવ્યો છે. મોટાભાગના દેશોમાં આ ટેવને સામાજિક સ્વિકૃતિ પ્રાપ્ત છે પરંતુ કેટલાક દેશોમાં તેને એક ખરાબ આદતના રૂપમાં જોવામાં આવે છે. દાયદાઓ પહેલાં ભારતમાં દારૂ પીવાની મનાઇ હતી તથા આજે પણ કેટલાક ભાગોમાં આ એક અસ્વિકૃત આદત છે.

બિયર પીવાથી થાય છે આટલા બધા ફાયદા

સામાન્ય રીતે દારૂ પીવા પર પ્રતિબંધ ધાર્મિક આસ્થા તથા પ્રથાઓના કારણે લગાવવામાં આવી છે. ઉદાહરણ તરીકે, ઇસ્લામ ધર્મમાં દારૂ પીવા પર પ્રતિબંધિત છે. પરંતુ સવાલ એ છે કે શું ભારતમાં દારૂ પીવાના વિરૂદ્ધ છે તથા તેનાથી થનાર સ્વાસ્થ્ય તથા નાણાકીય સમસ્યાઓ વિશે વાત કરતાં જોવા મળે છે. તો ચાલો આજે આપણે આ વિષયનું વિશ્લેષણ કરીએ તથા તેને નજીક જાણવાનો પ્રયત્ન કરીએ.

સોમરસ

સોમરસ

કેટલાક પૌરાણિક કથાઓમાં સોમરસ નામનું માદક પેયના ઉપયોગનું વર્ણન છે, જેને બલિ આપતી વખતે દેવતાઓને પ્રસાદના રૂપમાં ચઢાવવામાં આવે છે. મોટાભાગે ભગવાન ઇંદ્રને સોમરસ પીતા ચિત્રિત કરવામાં આવે છે.

દારૂ અને આયુર્વેદ

દારૂ અને આયુર્વેદ

આયુર્વેદમાં પ્રલેખિત પ્રમાણો અનુસાર, પ્રાચીન ચિકિત્સા પ્રણાલીમાં વાઇનને દવાઓના રૂપમાં ઉપયોગ કરવામાં આવતો હતો. પરંતુ વધુ માત્રામાં દારૂ પીવો આયુર્વેદ દ્વારા નિયત નથી. વિભિન્ન જડીબુટ્ટીઓને મિશ્રિત કરીને તેમને ફક્ત ઔષધિય હેતુ માટે પ્રયોગ કરવામાં આવતો હતો. ખાંસી તથા શરદીના કેસમાં દારૂને એક શક્તિશાળી સારવારના રૂપમાં જોવામાં આવતું હતું, પરંતુ તેનો ઉપયોગ ખૂબ નિર્ધારિત માત્રામાં કરવામાં આવે છે.

દારૂ તથા હિન્દુ ધર્મ

દારૂ તથા હિન્દુ ધર્મ

ઘણા હિન્દુ સમુદાય બ્રહ્મચર્યનું પાલન કરે છે તથા આ કારણે પોતાને દારૂ તથા અન્ય નશીલા પદાર્થોથી દૂર રાખે છે. આવી ધાર્મિક જગ્યાઓ પર દારૂ પીવાની મનાઇ હોય છે. પરંતુ બીજી તરફ, અઘોરી તથા અન્ય તાંત્રિક સંપ્રદાયોને લાગ અનુષ્ઠાનમાં નિયમિત રૂપે દારૂનો ઉપયોગ કરે છે.

શું હિન્દુ ધર્મમાં દારૂ પીવાની મનાઇ છે?

શું હિન્દુ ધર્મમાં દારૂ પીવાની મનાઇ છે?

ઇસ્લામ ધર્મની માફક, હિન્દુ ધર્મમાં દારૂ પીવા પર એવો કોઇ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. જો કે યોગ્ય માત્રામાં કેટલાક હર્બલ વાઇનને સારી દવાના રૂપમાં માનવામાં આવ્યું છે. અત: હિન્દુ ધર્મ કોઇને પણ દારૂ પીવા પર નિષેધ કરતો નથી. પરંતુ એ સુનિશ્વિત કરે છે કે વ્યક્તિએ તેનો ઉપયોગ સીમિત માત્રામાં કરે તથા તેના દુષ્પ્રભાવોથી પણ સચેત રહે.

દારૂ પીવા વિશે હિન્દુ ધર્મનું શું કહેવું છે?

દારૂ પીવા વિશે હિન્દુ ધર્મનું શું કહેવું છે?

હિન્દુ ધર્મ ક્યારેય પણ પોતાના અનુયાયીઓને કોઇ સૂચી જાહેર કરતો નથી, પરંતુ સાચા તથા ખોટા વચ્ચેના અંતરને સ્પષ્ટ કરે છે. અત: માર્ગની પસંદગીની જવાબદારી સંપૂર્ણપણે વ્યક્તિ પર નિર્ભર કરે છે. દરેક વ્યક્તિને આંખો પર પટ્ટી બાંધીને કઠોર નિયમોનું અનુસરણ કરવાના બદલે સાચા અને ખોટાની ઓળખ કરતાં આવડવું જોઇએ.

દારૂ અને હિન્દુ ધર્મ

દારૂ અને હિન્દુ ધર્મ

દરેક વ્યક્તિને દારૂના હાનિકારક પ્રભાવોને સમજાવવા જરૂરી છે. જો તેમછતાં તે દારૂને છોડી ન શકે તો તેનાથી સ્પષ્ટ છે કે તે નિર્ણય લેવામાં અસમર્થ છે. એક દારૂડીયો પોતાની ચેતનાની સાથે-સાથે પોતાની સંપત્તિ તથા પોતાના પરિવારને ગુમાવી દે છે. અથવા આપણે કહી શકીએ કે આપણા દેશમાં સામાજિક કારણોના લીધે દારૂ પીવા પર મનાઇ છે.

English summary
Many religious groups are strictly against the use of alcohol and talk about the health hazards, financial problems it causes. So, here we must analyse that does Hinduism prohibits drinking alcohol ? Let us take a close look.