For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જેમણે માની ચાણક્યની આ વાતો, તેઓ ક્યારેય નહીં થાય નિષ્ફળ

|

[લાઇફલ્ટાઇલ] ચાણક્ય એક ખુબ જ બુદ્ધિમાન, ચતુર અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી હતા, જે ચંદ્રગુપ્ત મોર્યના મહામંત્રી હતા. ચાણક્યએ એવી ઘણી નીતિઓ બનાવી હતી, જેનાથી આપ આજના યુગમાં સફળ થવા માટે અપનાવી શકો છો.

ચાણક્ય ભારતના મહાન વિદ્વાનોમાંના એક માનવામાં આવે છે. મોર્ય સામ્રાજ્યના સંસ્થાપક ચાણક્ય કુશળ રાજનેતા, ચતુર કૂટનીતિજ્ઞ, પ્રકાંડ અર્થશાસ્ત્રીના રૂપમાં પણ વિશ્વવિખ્યાત થયા. ચાણક્યએ જે નીતિઓ અને સિદ્ધાંતો બતાવ્યા છે, જો આપ પણ તેની પર અમલ કરો તો આપનું જીવન પણ સફળ થઇ જશે.

ચાણક્યએ પોતાની નીતિમાં મિત્ર, પુત્ર, ભગવાન, ભય, લક્ષ્ય, ઇમાનદારી, મનુષ્યની સારાઇ અને આવી અસંખ્ય પ્રકારની જરૂરી વાતો પર જ્ઞાન આપ્યું છે. આ તમામ વાતો આપણને આગળ વધવા અને સમસ્યાઓથી ગભરાયા વગર આગળ વધવા પ્રેરિત કરે છે.

આપ ભલે કોલેજના વિદ્યાર્થી હોવ અથવા ભલે એક પુત્રના પિતા, આપના માટે ચાણક્યની પાસે દરેક સવાલોના સરળ જવાબ હશે.

શિક્ષણ

શિક્ષણ

શિક્ષણ સૌથી સારો મિત્ર છે. એક શિક્ષિત વ્યક્તિ દરેક સ્થળે સન્માન મેળવે છે. શિક્ષણ સૌંદર્ય અને યૌવનને માત આપવાની શક્તિ ધરાવે છે.

રહસ્ય

રહસ્ય

પોતાના રહસ્યોને કોઇની પર પણ વિશ્વાસ કરીને છતા કરી દેવા જોઇએ નહીં. આ આદત આપને બર્બાદ કરી શકે છે.

મિત્રતા

મિત્રતા

દરેક મિત્રતાની પાછળ કોઇને કોઇ સ્વાર્થ હોય છે. એવી કોઇ મિત્રતા નથી જેમાં સ્વાર્થ ના હોય. આ કડવું સત્ય છે.

વર્તમાન

વર્તમાન

આપણે ભૂતકાળ અંગે પછતાવો કરવો જોઇએ નહીં, અને ભવિષ્ય અંગે ચિંતિંત પણ થવું જોઇએ નહીં. વિવેકવાન વ્યક્તિ હંમેશા વર્તમાનમાં જીવે છે.

આત્મ સુધાર

આત્મ સુધાર

કોઇ કામ શરૂ કરતા પહેલા, ખુદને ત્રણ પ્રશ્નો કરવા જોઇએ- હું આ શું કામ કરી રહ્યો છું, આના પરિણામ શું હોઇ શકે છે અને શું હું સફળ થઇ શકીશ? અને જ્યારે ઊંડાણથી વિચારતા આ પ્રશ્નોના સંતોષજનક ઉત્તર મળી જાય તો જ આગળ વધો.

મહાનતા

મહાનતા

કોઇ વ્યક્તિ પોતાના કાર્યોથી મહાન થાય છે, પોતાના જન્મથી નહીં.

ભગવાન

ભગવાન

ભગવાન મૂર્તિઓમાં નથી હોતો. આપની અનુભૂતિ આપનો ઇશ્વર છે. આપનો આત્મા આપનું મંદિર છે

ભય

ભય

જો ભય આપની નજીક આવે તો, તુરંત તેની પર આક્રમણ કરીને તેને નષ્ટ કરી દો.

ઇમાનદારી

ઇમાનદારી

એકવાર જ્યારે આપ કોઇ કામ શરૂ કરો છો, તો અસફળતાથી ડરવું નહીં, અને તેનો ત્યાગ પણ કરવો નહીં, ઇમાનદારીપૂર્વક કામ કરનારાઓ હંમેશા ખુશ રહે છે.

માણસનું સારાપણુ

માણસનું સારાપણુ

ફુલની સુગંધ માત્ર હવાની દિશામાં જશે. પરંતુ એક સારા વ્યક્તિની સારાઇ દરેક જગ્યાએ ફેલાશે.

ઉછેર

ઉછેર

જન્મના પાંચમાં વર્ષ સુધી પુત્રને પ્રેમ કરવો જોઇએ, પછી દસ વર્ષ સુધી દંડિત કરવો જોઇએ અને એક વાર ફરી જ્યારે તે સોળ વર્ષનો થઇ જાય ત્યારે તેને પોતાનો મિત્ર બનાવી લેવો જોઇએ.

સારો મિત્ર, ખરાબ મિત્ર

સારો મિત્ર, ખરાબ મિત્ર

એક ખરાબ મિત્ર પર ક્યારેય વિશ્વાસ કરવો નહીં. એક સારા મિત્ર પર પણ વિશ્વાસ ના કરો. કારણ કે જો આવા લોકો આપનાથી રિસાય છે તો આપના તમામ રાજ છતા કરી દે છે.

English summary
Chanakya, one of the most intelligent political strategists of all time offered his advice in the Arthashastra. Here are some most popular Chanaky's quote or chanakya niti in gujarati which will motivate everyone.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X