For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું તમે એકલા છો? તો તમારે કરવો પડશે આ 6 સમસ્યાઓનો સામનો

By Kumar Dushyant
|

ઘણા કારણોથી મહિલા અને પુરૂષ ઘણીવાર એકલા રહેવાનું પસંદ કરે છે. તમે જ્યારે પોતાના પાર્ટનરને પોતાના માટે યોગ્ય અને એકસાથે જીવન વિતાવવા લાયક સમજતા નથી તો તમે એકલા રહેવાનું પસંદ કરે છે અને જીવનના અન્ય ટાર્ગેટ્સ એચીવ કરવામાં લાગી જાવ છો જેમાં તમે તમારા પાર્ટનરને ખૂબ સમય આપો છો. શરૂઆતમાં તમને આ સમસ્યા લાગતી નથી પરંતુ આગળ જઇને અથવા આ એક મોટી સમસ્યા બની જાય છે.

શાહરૂખ ખાનની જીંદગીમાંથી શીખો આ 5 વાતો

એકલા રહેવામાં થનારી સમસ્યાઓ ઓછી નથી. તમારા જીવનના અનેક પડાવો પર એવા અનેક કારણ મળી જશે. એકલા હોવાથી મુખ્ય 6 સમસ્યાઓ પેદા થઇ શકે છે. તેનો ક્રમ દરેક વ્યક્તિ માટે અલગ-અલગ હોય શકે છે પરંતુ દરેક એકલા રહેનાર વ્યક્તિ પોતાના જીવનકાળમાં આ સમસ્યાઓનો સામનો જરૂર કરે છે.

કેવી રીતે જમશો? આ રહી 10 ટિપ્સ

વીકેંડ પર ઘરે એકલા રહેવું

વીકેંડ પર ઘરે એકલા રહેવું

એકલા રહેવાની સૌથી મોટી સમસ્યા છે કે વીકેંડ પર તમારી પાસે કરવા માટે કોઇ કામ હોતું નથી. શરૂઆતમાં આવું હોતું નથી જ્યારે તમારી પાસે ફેમિલી અને ફ્રેંડ્સ રહે છે પરંતુ પછી વધુ ખરાબ લાગે છે જ્યારે બહાર જવા માટે દબાણ કરનાર કોઇ હોતું નથી.

જવાબદારી

જવાબદારી

તમારી પાસે જવાબદારીને વહેંચવા માટે કોઇ હોતું નથી, આ પણ એકલા હોવાની સમસ્યા છે. ખાસ કરીને જ્યારે તમે એકલા પેરેંટ હોય તો તમારે અનેક કાર્ય એકલા કરવા પડે છે જેમાં ઘણીવાર સામાજિક જીવન માટે તમારી પાસે સમય જ હોતો નથી અને આ સ્થિતિ ઘણીવાર ખૂબ જ દુખદ થઇ શકે છે. જો તમારી સાથે કામમાં મદદ કરનાર હોય તો આવું થતું નથી.

વધુ તણાવ પેદા થવો

વધુ તણાવ પેદા થવો

દરેક પુરૂષ અને મહિલાના જીવનને કેટલીક ક્ષણોમાં કોઇનો ને કોઇનો સાથે જોઇએ છે જો જીવનસાથી નથી તો ઓછામાં ઓછો રૂમમેટ જરૂર હોવો જોઇએ જેને તમે તમારા મનની વાત કહી શકો. રિસર્ચથી જાણવા મળ્યું છે કે જે લોકો એકલા રહે છે તે તણાવનો શિકાર વધુ હોય છે. એકલા રહેવામાં આ સૌથી મોટી સમસ્યા હોય છે.

કંટાળી જવું

કંટાળી જવું

તમારી પાસે કોઇ હોતું નથી જેના માટે તમે જમવાનું બનાવો અને તમારી સાથે બેસીને ટીવી જોનાર કોઇપણ હોતું નથી. તમે એક જ કામ વારંવાર કરીને કંટાળી જાવ છો એટલા માટે તમે જે આજે કર્યું છે તે તમે આવતીકાલે કરવા માંગતા નથી. આ બધુ એકલા રહેવાથી થનાર મુશ્કેલીઓ છે.

ડર અનુભવવો

ડર અનુભવવો

જે મહિલાઓ એકલી રહે છે તેમણે આ સમસ્યાઓનો વધુ સામનો કરવો પડે છે. મધરાતે કોઇપણ પ્રકારનો અવાજ થતાં અને ગલી-મોહલ્લામાં એકલા ચાલવું ખાસકરીને મહિલાઓને ડર લાગે છે. આ બધુ એકલા રહેવાની સમસ્યાઓ છે. જ્યારે તમે એકલા અને ડરેલા છો તો તમારી દેખભાળ કરનાર કોઇ હોતું નથી.

એકલાપણું

એકલાપણું

સિંગલ હોવાથી એકલાપણું એક ભારે સમસ્યા બની જાય છે. કામ બાદ જ્યારે તમે ઘરે જવાનું હોય અને ઘરે કોઇ તમારું સ્વાગત કરનાર ન હોય, કેટલી ખરાબ વાત છે. તમે તમારી મરજીથી અથવા બળજબરીથી એકલા રહેવા માટે મજબૂર થઇ શકો છો. આ મુખ્ય કારણ જેથી વૃદ્ધ લોકો એકલા ઘરમાં રહેવાના બદલે ઓલ્ડ એજ હોમ્સમાં રહેવાનું પસંદ કરે છે.

English summary
Problems of living alone are not a few. You can mention so many in every stage of your life. Following are mentioned top 6 problems of being single.
Story first published: Thursday, September 11, 2014, 11:46 [IST]
X
Desktop Bottom Promotion