For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાહરૂખ ખાનની જીંદગીમાંથી શીખો આ 5 વાતો

By Kumar Dushyant
|

શાહરુખ ખાનને કોણ ઓળખતું નથી, ફક્ત ભારત જ નહી, આખી દુનિયામાં શાહરુખ એક એવી જાણીતિ અને ચર્ચિત હસ્તી છે. બીજી નવેમ્બર 1965ના રોજ જન્મેલા શાહરુખ ખાન બૉલીવુડમાં કિંગ ખાનના નામથી મશહૂર છે.

જો કે તેમના માટે આ મુકામ સુધી પહોંચવું આસાન ન રહ્યું. તે એક મુસ્લિમ પરિવારમાં પેદા થયા, જ્યાં તેમના પિતા મેજર જનરલ અને માં હાઉસવાઇફ હતી. શાહરુખ ખાને દિલ્હીમાં થિયેટરનો અભ્યાસ કર્યો અને તેમને પહેલો બ્રેક ટીવી સિરીયલ 'સર્કસ'માં મળ્યો. ફિલ્મમાં પ્રથમ ભૂમિકા તેમણે 'ધ ઇડિયટ'માં ભજવી. ત્યારબાદ તેમની આગામી ફિલ્મ 'રામજાને' હતી.

શ્વેતા બાસુ બાદ વધુ એક અભિનેત્રી સેક્સ સ્કેંડલમાં ઝડપાઇ

ખૂબ ઓછા સમયમાં તે એક કલાકારના રૂપમાં સફળ થયા અને લાખો દિલો પર કબજો જમાવી લીધો. પરંતુ આમ કરવું તેમના માટે આસાન ન રહ્યું. કારણ કે તે ફિલ્મી બેકગ્રાઉંડમાંથી આવતા ન હતા, એટલા માટે સફળતા પ્રાપ્ત કરવા માટે તેમને આકરી મહેનત કરવી પડી. જો આપણે ઇચ્છીએ તો શાહરુખ ખાનની જીંદગીમાંથી ઘણું બધુ શીખી શકીએ છીએ. ઘણી રીતે આપણે તેમની જીંદગીમાં પ્રેરણા લઇ શકીએ છીએ.

મોટું વિચારો

મોટું વિચારો

શાહરુખ ખાનની જીંદગીમાંથી નિશ્વિતપણે આપણને આ શીખામણ મળે છે. આપણે કંઇક પણ મોટું મેળવવા માટે મોટું વિચારવું જરૂરી હોય છે. આ એકદમ જરૂરી છે કે કંઇક પણ મોટું પ્રાપ્ત કરવા માટે તમને પોતાનામાં વિશ્વાસ હોવો જોઇએ. શાહરુખ ખાન પણ હંમેશા દૂરનું વિચારે છે અને લોકોને પણ આમ કરવાની શીખામણ આપે છે.

સપના જુઓ

સપના જુઓ

શાહરુખ ખાને ક્યારેય એ સપનું જોયું હતું કે તેમની પાસે મુંબઇમાં મોંઘા વિસ્તારમાં એક વિશાળ બંગલો હોય, જેનો સામેવાળો ભાગ અરબ સાગર તરફ હશે. જુઓ, આજે શાહરુખ ખાનનું સપનું હકિકતમાં બદલાઇ ગયું છે. આપણે શાહરુખ ખાનની જીંદગીમાંથી સપના જોવાની અને તેને પુરા કરવાની કળા શીખવી જોઇએ.

પ્રેમનો કોઇ ધર્મ નથી

પ્રેમનો કોઇ ધર્મ નથી

શાહરુખ ખાને ખુશી-ખુશી હિન્દુ મૂળની ગૌરી ખાન સાથે લગ્ન કરી લીધા. ટીનેજથી બંને એકબીજાને પ્રેમ કરતા હતા અને અંતે બંનેએ લગ્ન પણ કરી લીધા. ઘણા ઇંટર કાસ્ટ લવર માટે શાહરુખ ખાનની લવ સ્ટોરી કોઇ પ્રેરણાથી ઓછી નથી.

હાર્ડવર્ક જેવું બીજું કોઇ નથી

હાર્ડવર્ક જેવું બીજું કોઇ નથી

શાહરુખ ખાનની બૉલીવુડના સૌથી મહેનતું એક્ટરમાં ગણના થાય છે. જ્યારે તેમણે બૉલીવુડમાં પગ મૂક્યો હતો તો તેમને કોઇ પ્રકારનો સપોર્ટ મળ્યો ન હતો. તેમનો સંબંધ કોઇ બૉલીવુડ ઘરાના સાથે ન હતો. તેમછતાં તેમણે ધીરે-ધીરે બૉલીવુડમાં પગ જમાવી લીધો. આ બધુ તેમના કામ પ્રત્યેનો ઉત્સાહ અને જૂનૂનનું પરિણામ હતું. આપણે બધાને શાહરુખ ખાનની જીંદગીમાંથી આ પાઠ જરૂર શીખવો જોઇએ. દરેક ક્ષેત્રમાં આકરી મહેનત, સમર્પણ અને જૂનૂન ખૂબ જ મહત્વ ધરાવે છે.

બધાનું સન્માન

બધાનું સન્માન

શાહરુખ ખાનના બંગલા 'મન્નત'ની એક ખાસિયત એ છે કે અહીં મસ્જિદની સાથે મંદિર પણ છે. લગ્ન બાદ શાહરુખ ખાને પોતાની પત્નીને ધર્મ પરિવર્તન માટે મજબૂર ન કરી. ત્યાં સુધી કે તે બંને ધર્મોના તહેવાર ઉજવે છે. સાથે જ પોતાના બાળકોને પણ દરેક ધર્મનું શિક્ષણ આપે છે. શાહરુખ ખાન ધર્મના નામ પર કોઇપણ પ્રકારનો ભેદભાવ કરતા નથી અને આ વાત તેમની પાસેથી શીખવી જોઇએ.

શાહરુખની જીંદગીનો દરેક ભાગ પ્રેરણાસ્ત્રોત

શાહરુખની જીંદગીનો દરેક ભાગ પ્રેરણાસ્ત્રોત

આ કેટલીક એવી વાતો છે, જે આપણે શાહરુખ ખાનની જીંદગીમાંથી શીખી શકીએ છીએ. જો તમે તેમની જીંદગીમાંથી વધુ શીખવા માંગો છો, તો તમારે ગહન અધ્યયન કરવું પડશે. શાહરુખ ખાનની જીંદગીનો દરેક ભાગ તે બધા માટે પ્રેરણાસ્ત્રોત છે, જે જીવનમાં કંઇક મોટું પ્રાપ્ત કરવા માંગે છે.

English summary
There is a lot one can learn from the life of Shah Rukh Khan. Some very inspiring and motivating life lessons from his life are:-
Story first published: Wednesday, September 10, 2014, 11:18 [IST]
X
Desktop Bottom Promotion