For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શું સાચે જ પ્રાચીન કાળમાં પુષ્પક વિમાન જેવી વસ્તુઓ હતી ?

By Lekhaka
|

પુષ્પક વિમાન તો યાદ જ હશે કે જેમાં રાવલ સીતાને અશોક વાટિકાથી લંકા અપહરણ કરીને લઈ ગયો હતો ? આનાથી મને આશ્ચર્ય થાય છે કે હકીકતમાં તે વાહન શું રહ્યું હશે, કારણ કે કાળ સ્પષ્ટ રૂપે પૂર્વ-વૈમાનિક યુગ હતો ? શું આ લેખકની એક કલ્પના હતી કે સાચે જ એવું વાહન મોજૂદ હતું ?

ભારતીય ગ્રંથોમાં સૌથી પ્રાચીન વેદ અનેક દેવતાઓનો ઉલ્લેખ કરે છે કે જેમને જાનવરો દ્વારા ચાલતા પૈડાવાળા રથો પર લઈ જવાતુ હતું. તે જાનવર સામાન્યતઃ ઘોડા હતા, પરંતુ આ રથ પણ ઉડી શકતા હતાં. ઋગ્વેદમાં વિશેષ રૂપથી "યાંત્રિક પક્ષીઓ"નો ઉલ્લેખ છે.

Airplanes of Ancient India

વેદમાં વિવિધ આકૃતિઓ અને પ્રકારનાં વિમાનોનું વર્ણન કરવામાં આવ્યું છે. બે એંજિનો ધરાવતું અહ્નિહોત્ર વિમાન, વધુ એંજિનો ધરાવતું હાથી વિમાન અને વિવિધ પક્ષીઓ તેમજ જાનવરોનાં નામ પર આધારિત અન્ય એંજિન.

પરંતુ પુષ્ક વિમાન કરતા પહેલા પણ અન્ય દેવતાઓ દ્વારા ઉપયોગ કરાતા રથોનો ઉલ્લેખ છે કે જેમાં સૂર્ય ભગવાનનું પોતાનું રથ હતું કે જેમાં અરુણ સારથી હતાં. ઇંદ્ર પવન દેવનું પોતાનું ઉડનાર પૈડાવાળું રથ હતું.

ઋગ્વેદનું પદ્મ સન્માન

ઋગ્વેદ (છંદ 1.164.47-48) કહે છે - "કર્ષ્ણ નિયાનં હરયઃ સુપર્ણા અપો વસાના દિવમુત પતન્તિ, ત આવવ્ર્ત્રન સદનાદ રતસ્યાદિદ ઘર્તેન પર્થિવી વયુદ્યતે, દવાદશ પરધયશ્ચકમેકં તારીણિ નભ્યાનિ ક ઉ તચ્ચિકેત, તસ્મિન સાકં તરિશતા ન શઙકવો અર્પિતાઃ ષષ્ટિર્ન ચલાચલાસઃ" અર્થાત્ અંધારામાં અવતરિત.

પક્ષીઓ સોનેરી રંગનાં છે. તેઓ સ્વર્ગ સુધી ઉડે છે, જળમાં ચાલે છે. તેઓ પછી પરત પોતાનાં મૂળ સ્થાને ઉતરે છે અને સમગ્ર પૃથ્વી તેમનાં ભારેપણાથી હચમચી ઉઠે છે. બાર સાથીઓ છે અને એક પૈડું છે, ત્રણ ધરીઓ છે. કયા માણસે આ સમજ્યું ? તેમાં 360 કાડીઓ લાગેલી છે કે જેમને કોઈ પણ રીતે ઢીલી નથી કરી શકાતી.

Airplanes of Ancient India

બાર ખંભાઓ વાળું વિમાન

આ ઋગ્વેદનાં વધુ એક શ્લોકનું અનુવાદ શ્રી દયાનંદ સરસ્વતી દ્વારા કંઇક આ રીતે કરવામાં આવ્યું છે - "વિમાન ઝડપથી અંતરિક્ષમાં કૂદી જાય છે કે જેમાં આગ અને પાણીનો ઉપયોગ થાય છે. તેમાં 12 ખંભાઓ, એક પૈડું, ત્રણ મશીનો, 300 ધરિઓ અને 360 ઉપકરણો... " શાનદાર છે ને?

ભવિષ્યપરક રથ

મહાકાવ્ય રામાયણમાં રાવણનાં પુષ્પક ("ફૂલ") વિમાનનું આ પ્રકારે વર્ણન છે - "પુષ્ક વિમાન કે જે સૂર્ય જેવું દેખાય છે અને મારા ભાઈનું છે, તેને શક્તિશાળી રાવણ દ્વારા લાવવામાં આવ્યુ હતું. આ વિમાન અને ઉત્કૃષ્ટ કૃતિ ઇચ્છા મુજબ દરેક સ્થળે જાય છે... રથ આકાશમાં એક ચમકદાર વાદળ જેવું દેખાય છે અને જ્યારે રાજા રામ તેનાં પર બેસ્યા, રઘુવીરનાં આદેશ પર, ઉત્તમ રથ આકાશમાં ઉડી ગયું..."

વિશ્વકર્મા, મૂળ નિર્માતા

એવું માનવામાં આવે છે કે પુષ્પક વિમાનનાં મૂળ રૂપથી વિશ્વકર્મા દ્વારા હિન્દુ દેવતા તથા રચયિતા બ્રહ્મા માટે બનાવવામાં આવ્યુ હતું. બાદમાં બ્રહ્માએ તેને ધનનાં દેવતા કુબેરને આપ્યું, પરંતુ તે રાવણને કઈ રીતે મળ્યું ? જોકે તેણે તેને પોતાનાં ઓરમાન ભાઈ પાસેથી એવી જ રીતે ચોરી લીધુ હતું કે જેવી રીતે લંકાની ચોરી કરી હતી.

તે ગુરુત્વાકર્ષણની વિપરીત કામ કરતા હતાં

પુષ્પક વિમાન અને અન્ય પ્રાચીન વિમાનો કેવી રીતે કામ કરતા હતાં ? શું તે વખતે કોઈ ખાસ વૈમાનિકી વિજ્ઞાન હતું ? કારણ કે તિબેટનાં લ્હાસામાં ચીનીઓે કેટલાક સંસ્કૃત દસ્તાવેજોની શોધ કરી કે જેમાંથી જાણ થઈ કે તે વખતનાં અંતરિક્ષ યાન બનાવવા માટે પ્રાચીન કાળમાં માળખું મોજૂદ હતું ! દસ્તાવેજો મુજબ તેમની સંચાલન શક્તિની રીત, સામાન્ય રીતે "ગુરુત્વાકર્ષણ વિરોધી બળ" હતી.

લાઘિમા કે ઉત્થાનનું બળ

ગુરુત્વાકર્ષણ વિરોધી બળનાં સંચાલન શક્તિની રીત "લાઘિમા" પર આધારિત હતી કે જે કોઇક વ્યક્તિનાં શારીરિક બનાવટમાં મોજૂદ અહંકારની શક્તિ હતી. માનો કે ન મનો, અંહાકરની શક્તિમાં "ગુરુત્વાકર્ષણ શક્તિનાં વિરોધ માટે પુરતુ અભિકેન્દ્રીય બળ હોય છે" કે જે યોગી દ્વારા પ્રદર્શિત કરાતી ઉત્થાન શક્તિનાં પાછળની તાકાત છે.

વિમાન કેવી રીતે દેખાય છે ?

વેદોએ વિમાનને એક ડબલ-ડેક, ગોળ વિમાન તરીકે વર્ણિત કર્યું છે કે જેમાં પૉટહોલ્સ અને ગુંબજો હતાં જેમ કે આજ-કાલ આપણે એક ઉડન તશ્તરીની કલ્પના કરીએ છીએ. તેનું "હવાની ગતિ"થી ઉડાન માટે વર્ણન કરવામાં આવ્યુ હતું અને તે એક "મધુર ધ્વનિ" કાઢતુ હતું.

એક પ્રાચીન વિમાન મૅન્યુઅલ

જોકે આ પ્રાચીન અંતરિક્ષ યાન ઉત્થાનની શક્તિ પર કામ હતા, પરંતુ તે ઉડાન નિયમાવલી વગર આવું નહોતું કરતા. તે ઓછી ખર્ચાળ મશીન કેવી રીતે ચાલતી હતી, તેના પર ઘણા આલેખો છે...

સમારા સૂત્રધારા

સમારા સૂત્રધારા એક વૈજ્ઞાનિક આલેખ છે કે જે વિમાનમાં હવાઈ યાત્રાથી સંબંધિત છે. તેમાં માત્ર એક જ નહીં, પણ નિર્માણ, ઉડાન, ક્રૂઝિંગ અને લૅંડિંગની સાથે-સાથે પક્ષીઓ સાથે અથડામણનાં 230 પદો છે ! વધુ અદ્ભુત થઈ ગયું, કેમ ?

વૈમાનિક શાસ્ત્ર

ભારદ્વાજ દ્વારા ચોથી શતાબ્દી ઈસા પૂર્વે લખવામાં આવ્યું કે વૈમાનિકી શાસ્ત્ર 1875માં ભારતનાં એક મંદિરમાં મળ્યં. આ શાસ્ત્ર વાહનોનાં સંચાલન, વાળવાની માહિતી, લાંબી ઉડાનો માટે સાવચેતીઓ, તોફાન અને વીજળી સામે વિમાનનું સંરક્ષણ અને મુક્ત ઊર્જાથી "સૌર ઊર્જા" પર બદલવાની રીતો વિશે હતું.

આકાશમાં તરતી તકલી રૂપે

વિમાન માત્ર લંબવત રીતે ઉડ્ડયન કરવામાં જ સક્ષમ નહોતા, પણ તેઓ એક પક્ષી કે હેલિકૉપ્ટરની જેમ ઉપયુક્ત લૅંડિંગ સ્થાન મળતા પહેલા આકાશમાં તરતા રહેવામાં પણ સક્ષમ હતાં.

English summary
Remember the Pushpak Vimana in which Ravana abducted Sita from Ashok Vatika to Lanka?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X