For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મળો આરિફા ભિંડરવાલાને, ઇંડિયાની પ્રથમ મુસ્લિમ પ્રોફેશનલ પોલ ડાંસર..

By Lekhaka
|

મુંબઈની આરિફા એક પ્રોફેશનલ પોલ ડાંસર છે. મુસ્લિમ સમુદાયમાંથી હોવા છતા આરિફાએ પોલ ડાંસની પસંદગી કરી માત્ર પોતને ડિપ્રેશનમાંથી જ બહાર ન કાઢી, પણ આજે તેઓ સમાજમાં એક દૃષ્ટાંત બનીને ઉપસ્યા છે.

તેમની કહાણી બહુ ઇંસ્પાયર કરનારી છે. હકીકતમાં જે પોલ ડાંસને દેશમાં ગંદી નજરોથી જોવામાં આવે છે, આરિફાએ તેના જોડે પોતાની જાતને પ્રી-મૅનસ્ટ્રુઅલ ડિપ્રેશનમાંથી બાહર કાઢી છે. તાજેતરમાં કલ્ચર મશીન મીડિયાએ પોતાની યૂટ્યૂબ ચૅનલ 'બ્લશ'માં વીડિયો વડે આરિફાની સ્ટોરી બતાવી છે.

તેને અત્યાર સુધી એક મિલિયન કરતાં વધુ વખત જોવાઈ છે. આવો મળીએ ઝિંદાદિલ આરિફાને -

યૂટ્યૂબમાં બનાવ્યો વીડિયો

યૂટ્યૂબમાં બનાવ્યો વીડિયો

યૂટ્યૂબ વીડિયોમાં આરિફા જણાવે છે કે તે બોહરા મુસ્લિમ સમાજમાંથી છે અને તેની બહેન બુરકો પહેરે છે. આરિફાનાં જણાવ્યા મુજબ તે એક દિવસ પોતાની બહેનનાં ઘરે ગઈ હતી. તે દરમિયાન તે માસિક ધર્મથી થતી પરેશાનીઓ અને ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી હતી. એવામાં મને પોલ ડાંસ વિશે જાણવા મળ્યું. શરૂઆતમાં હું સીરિયસ નહોતી, પરંતુ પોલ ડાંસે મને પોતાની સાથે કનેક્ટ થવાનું શિખવાડ્યું.

જરી પુરાણી વિચારસરણી પાછળ છોડી આગળ વધી

જરી પુરાણી વિચારસરણી પાછળ છોડી આગળ વધી

આરિફા મુંબઈની રહેવાસી છે અને મુસ્લિમ પરિવારમાંથી આવે છે કે જ્યાં શિખવાડવામાં આવે છે કે છોકરીઓએ સંપૂર્ણ રીતે ઢંકાયેલુ રહેવું જોઇએ. આરિફા સમાજની તમામ જરી પુરાણી અને ચીલાચાલુ વિચારસરણીને પાછળ છોડી પોલ ડાંસથી પોતાનો ભવિષ્ય શણગારી રહી છે. તે બુરકો નથી પહેરતી. તે તે જ કપડાં પહેરે છે જે પોલ ડાંસ માટે તેણે પહેરાવા જોઇએ.

હવે છોકરીઓને સિખવાડી રહ્યાં છે

હવે છોકરીઓને સિખવાડી રહ્યાં છે

આરિફા કહે છે કે મારા માટે પોલ ડાંસનો મતલબ છે દિલ ખોલીને ઉડવું. સમાજમાં ખરાબ ગણાતો પોલ ડાંસને છોકરીઓની આઝાદીનો પ્રતીક છે. તે બધી છોકરીઓને સમાજના અભિગમથી આઝાદ કરે છે. આરિફાનાં જણાવ્યા મુજબ તેમનું બૉડી જ તેમનો બેસ્ટ ફ્રેંડ છે. એટલું જ નહીં આરિફા મુંબઈમાં છોકરીઓને પોલ ડાંસ પણ શિખવાડે છે.

ડાંસ કરતા જોઈ માતાને થાય છે ખુશી

ડાંસ કરતા જોઈ માતાને થાય છે ખુશી

આરિફાને આ પગલાંમાં પોતાના માતા નફીસા ભિંડરવાલાનો પણ સાથ મળ્યો. નફીસા વ્યવસાયે એક ટીચર છે. તેઓ જણાવે છે કે જો આપણે સ્ત્રીઓની આઝાદીની વાત કરીએ છીએ, તો તેની શરૂઆત આપણે પોતાનાં ઘરથી કરવી જોઇએ. નફીસા કહે છે કે પોલ ડાંસ એક આર્ટ અને આરિફાનું પૅશન છે. હું જ્યારે આરિફાને પોલનાં ટૉપ પર જોઉ છું, તો મને અત્યંત ખુશી થાય છે.

માતા જેવો અનુભવ કરે છે

માતા જેવો અનુભવ કરે છે

આરિફાએ કહ્યું કે જ્યારે હું પોલ ડાંસ શિખવાડુ છું, ત્યારે હું પોતે એક એવી માતા જેવો અનુભવ કરુ છું કે જે પોતાના બાળકોને યોગ્ય રીતે જજ નથી કરતી, પણ તે તેમને ઉડવાની આઝાદી આપે છે.

જુઓ વીડિયોમાં

કલ્ચર મશીન મીડિયાએ પોતાની યૂટ્યૂબ ચૅનલ ‘બ્લશ'માં વીડિયો વડે આરિફાની સ્ટોરી બતાવી છે કે જેને અત્યાર સુધી એક મિલિયન કરતાં વધુ વખત જોવામાં આવી ચુક્યું છે.

English summary
Aarifa Bhinderwala, a Bohri Muslim woman from Mumbai who thwarted all the restrictions slammed on girls by the society and went on to become an amazing pole dancer.
Story first published: Tuesday, September 5, 2017, 14:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X