જાણો, ચાણક્ય નીતિ મુજબ કયા પ્રકારની છોકરી સાથે લગ્ન ન કરવા જોઇએ

Posted By: Staff
Subscribe to Boldsky

કદાચ આપ જાણતા જ હશો કે ચાણક્ય એક ખૂબ જ બુદ્ધિશાળી, ચતુર અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી હતાં કે જે ચંદ્રગુપ્ત મૌર્યનાં મહામંત્રી હતાં. તેમની રાજકારણમાં ઊંડી પક્કડ હતી કે જેના પગલે તેમણે કૂટનીતિનો પ્રયોગ કરી ચંદ્રગુપ્તને અખંડ ભારતનો સમ્રાટ બનાવ્યો હતો.

જો આપને પોતાનાં જીવનમાં સફળતા પામવી હોય કે પછી લગ્ન માટે છોકરી શોધવી હોય, તો આચાર્ય ચાણક્યની નીતિઓનું પાલન કરવાનું ન ભૂલો, કારણ કે તેનાથી આપને સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

લગ્ન એ જીવનનો એક મહત્વનો ભાગ હોય છે. તેથી લગ્ન માટે જો પાર્ટનર સારો હોય, તો આપનું આખું જીવન સુખમય વીતી શકે છે. ચાણક્યે સ્ત્રીઓ વિશે અનેક વાતો બતાવી છે. આજે અમે આપને બતાવા જઈ રહ્યા છીએ કે ચાણક્ય નીતિ મુજબ કઈ-કઈ છોકરીઓ સાથે લગ્ન ન કરવા જોઇએ, આવો જાણીએ...

મગજની મીંડુ અને ચહેરાથી સુંદર

મગજની મીંડુ અને ચહેરાથી સુંદર

આજ-કાલ ઘણા પુરુષો વિચારે છે કે જે છોકરી દેખાવમાં સુંદર હશે, તે જ તેને સદૈવ ખુશ રાખી શકશે, પરંતુ એવું હોતું નથી. ચાણક્યા નીતિ મુજબ જે છોકરી બહારથી સુંદર છે, તે જરૂરી નથી કે બુદ્ધિશાળી પણ હોય કે પછી હૃદયથી પણ એટલી જ સુંદર હોય.

નીચ કુળ ધરાવતી છોકરી સાથે

નીચ કુળ ધરાવતી છોકરી સાથે

એવી છોકરીથી લગ્ન ન કરો કે જે નીચ કુળ ધરાવતી હોય, ભલે તે કેટલીય સુંદર કેમ ન હોય. એવી છોકરીઓ ઘરનો નાશ કરી શકે છે. લગ્ન બાદ કન્યાનાં ગુણો જ પરિવારને આગળ વધારે છે.

નરસું બોલનાર

નરસું બોલનાર

નરસુ અને કડવું બોલનાર સ્ત્રીઓનો સ્વભાવ પણ ખરાબ જ હોય છે. એવી સ્ત્રીનાં કારણે ઘરનો માહોલ કાયમ નેગેટિવ રહે છે કે જેથી દરરોજ અશાંતિનું વાતાવરણ રહે છે.

અશિષ્ટ અને ઝગડાખોર

અશિષ્ટ અને ઝગડાખોર

અશિષ્ટ અને ઝગડાખોર હોવા છતાં જો કોઈ કન્યા સુંદર છે, તો પણ તેની સાથે લગ્ન નહીં કરવા જોઇએ, કારણ કે એવી છોકરીઓ પોતાનાં પતિને ડરાવીને રાખે છે અને તેમનાથી મનોવાંછિત કામ કરાવડાવે છે.

જુઠ્ઠું બોલનાર

જુઠ્ઠું બોલનાર

જે મહિલા જુટ્ઠું બોલે છે, તે પોતાનાં પતિને દગો આપી શકે છે અને પરિવારને તોડી શકે છે.

પરપુરુષ સાથે સંબંધ ધરાવનાર

પરપુરુષ સાથે સંબંધ ધરાવનાર

પરપુરુષ સાથે સંબંધ ધરાવતી મહિલાનું ચરિત્ર ખરાબ હોય છે અને તે પીઠ પાછળ પોતાનાં પતિ સાથે દગો કરે છે. તેથી જો એવી સ્ત્રી ભલે કેટલીય સુંદર કેમ ન હોય, તેની સાથે લગ્ન ન કરવા જોઇએ.

ભગવાનને નહીં માનનાર

ભગવાનને નહીં માનનાર

પૂજા-પાઠ અને ભગવાનને નહીં માનનાર સ્ત્રી સાથ ક્યારેય લગ્ન ન કરવા જોઇએ. ચાણક્ય કહે છે કે સ્ત્રીએ નિયમિત ઉપવાસ કરવા જોઇએ તથા તેણે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો આવડવો જોઇએ.

English summary
Today, most men choose to marry those girls who are beautiful. However, sometimes, even beautiful women are not worth marrying according to Chanakya Neeti.
Story first published: Monday, October 24, 2016, 13:00 [IST]
Please Wait while comments are loading...