For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દુનિયાના આ જાત-ભાતના કબ્રસ્તાન જોઇને આપના રૂંવાડા ઊભા થઇ જશે

|

[અજબ ગજબ] ઘણા બધા ધર્મો અને સંસ્કૃતિઓમાં વ્યક્તિની યાદમાં મકબરા અથવા કબ્રસ્તાન બનાવવામાં આવે છે. શું આપ જાણો છો કે દુનિયાભરમાં એવા કબ્રસ્તાન પણ આવેલા છે, જેને જોઇને આપના હોશ, ઊડી જશે. આ કબ્રસ્તાનો જોવામાં આપને અજબ-ગજબ લાગશે જે વિદેશોમાં એક ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યા છે.

અત્રે આવેલી સમાધિઓ જોવામાં ખૂબ જ સુંદર પણ છે, તો કેટલાંકને જોઇને આપના રૂંવાડા ઊભા થઇ જશે. દરેક કબ્રસ્તાનની પાછળ કંઇકને કંઇક વાર્તા છૂપાયેલી છે, જે આપને અમે આ લેખ દ્વારા જણાવીશું.

તો આવો જોઇએ દુનિયાભરમાં આવેલા આશ્ચર્યજનક અને ભયજનક કબ્રસ્તાનો...

મેરી કબ્રસ્તાન, રોમાનિયા

મેરી કબ્રસ્તાન, રોમાનિયા

જો આપ જીવનને મજાથી જીવતા હોવ તો મરવાનો ગમ શેનો? કંઇક આવું જ કહે છે આ કબ્રસ્તાન. જો આપ પણ આ જ વિચારધારા ધરાવો છો તો આપને પસંદ આવશે. રોમાનિયામાં સ્પેન્ટા કસ્બામાં આવેલ છે આ કબ્રસ્તાન જ્યાં ક્રોસ લાકડા પર હાથથી પેઇન્ટ કરવામાં આવી છે, તેમજ દિવંગત વ્યક્તિની શાનદાર તસવીરને પણ મઢાવીને રાખવામાં આવી છે.

મેરી કબ્રસ્તાન દ્રસ્પેન્ટાએ રોમાનિયા

મેરી કબ્રસ્તાન દ્રસ્પેન્ટાએ રોમાનિયા

આ પરંપરા લગભગ 80 વર્ષો પહેલા શરૂ થઇ હતી, અને અત્રે લગભગ 800 ક્રોસ છે.

ચાઉચિલા કબ્રસ્તાન, પેરુ

ચાઉચિલા કબ્રસ્તાન, પેરુ

તેની શોધ 1920માં કરવામાં આવી પેરુમાં સ્થિત ચાઉચિલા કબ્રસ્તાન 9મી સદી જુની બતાવવામાં આવે છે. 700 વર્ષોથી આ કબ્રસ્તાનમાં અનેક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે અને વર્તમાનમાં તે નજ્કા સંસ્કૃતિનું પુરાતાત્વિક જ્ઞાનનો પ્રમુખ સ્ત્રોત છે.

ચાઉચિલા કબ્રસ્તાન, પેરુ

ચાઉચિલા કબ્રસ્તાન, પેરુ

આ કબ્રસ્તાનની સૌથી મોટી વિશેષતા તેમાં બોડીનું વિશેષ રીતે સંરક્ષણ કરવામાં આવે છે. પેરુના રણની શુષ્ક જળવાયુના કારણે અને સાથે જ મરેલા શરીરને કીડા મકોડાથી બચાવવા માટે તેની પર કરવામાં આવતું કપડાનો રોલ અથવા લેપ આ મૃત શરીરોને વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સુંદર બનાવે છે.

હેંગિંગ કફિન્સ, ફિલિપીન્સ

હેંગિંગ કફિન્સ, ફિલિપીન્સ

હેંગિંગ કફિન્સ કેટલાંક લઘુમતી સમુદાયોનું અંતિમ સંસ્કાર સ્થળ રહ્યું છે. અત્રે અલગ-અલગ આકારના તાબુત એક જ પ્રકારના લાકડાના કફીન્સમાં છે. હેંગિંગ કફિન્સ અથવા તો બીમ્સ પર ઝૂકેલ છે જે પહાડ તરફ વર્ટિકલ રીતે રાખવામાં આવ્યા છે.

હેંગિંગ કફિન્સ, ફિલિપીંસ

હેંગિંગ કફિન્સ, ફિલિપીંસ

એવું કહેવામાં આવ્યું છે કે હેગિંગ કફિન્સમાં મૃત શરીરની રાક્ષસોથી રક્ષા કરવામાં આવી છે અને સાથે જ અત્રે દિવંગત આત્માને ચિરસ્થાયી શાંતિ મળે છે.

નેપચ્યૂન મેમોરિયલ રીફ, ફ્લોરિડા

નેપચ્યૂન મેમોરિયલ રીફ, ફ્લોરિડા

પાણીમાં 40 ફૂટ નીચે સ્થિત આ કબ્રસ્તાનને સિમેન્ટ અને માનવ અવશેષોથી બનાવવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે સ્મારકને સમુદ્રની નીચે શાનદાર રીતે બનાવવામાં આવ્યું છે જોકે આ મૃત શરીરને પાણીમાં ચિરસ્થાઇ નિવાસ પ્રદાન કરે છે. આ સંરચનાઓને બેંચના સ્થાને સિંહ તરીકે બનાવવામાં આવ્યું જેને દરેકજણ જોવા માટે આતુર છે.

સેડલેક ઓસ્યુઅરી, સેડલેક, ચેક રિપબ્લિક

સેડલેક ઓસ્યુઅરી, સેડલેક, ચેક રિપબ્લિક

સેડલેક ઓસ્યુઅરીના આ મકબરામાં લગભગ 40,000થી 70,000 લોકોના હાડકા કળાત્મક રીતે સજાવવામાં આવી છે. તેમાં કેટલાંક હાંડકાઓથી કોટ બનાવવામાં આવ્યો છે. જ્યારે કેટલાંકને ઝૂમર તરીકે લગાવવામાં આવ્યા છે. અત્રે માનવ હાંડકાઓની કલાકૃતિ બનાવવામાં આવી છે.

સેડલેક ઓસ્યુઅરી, સેડલેક, ચેક રિપલ્બિક

સેડલેક ઓસ્યુઅરી, સેડલેક, ચેક રિપલ્બિક

આ સજાવટ જોઇને આપની આંખો ચાર થઇ જશે. તેને બનાવવા માટે મૃત વ્યક્તિના એક હાડકાને લેવામાં આવ્યું છે. સૌથી પહેલા અત્રે મૃતદેહોની અસ્થાઇ રીતે કબર બનાવવામાં આવે છે. બાદમાં થોડા વર્ષો પછી તેના કંકાલને નીકાળીને અત્રેના ચર્ચમાં ઓસ્યુઅરીમાં રાખવામાં આવે છે.

કેટાકોંબ્સ, પેરિસ, ફ્રાંસ

કેટાકોંબ્સ, પેરિસ, ફ્રાંસ

મનુષ્યોના હાડકાઓનું અંડરગ્રાઉન્ડ કલેક્શન 18મી સદીમાં શરૂ થયેલ પેરિસની સરકારે શહેરની નીચે બેકાર પડેલી ખાણોમાં બોડી મોકલીને શહેરની વચ્ચો-વચ્ચ એક વિશાળ કબ્રસ્તાન બનાવવાનો નિર્ણય કર્યો. અત્રે 6 મિલિયન બોડીનું કલેક્શન છે.

કેંટાકોબ્સ, પેરિસ, ફ્રાંસ

કેંટાકોબ્સ, પેરિસ, ફ્રાંસ

પેરિસનું આ કેટાકોંબ્સ સામાન્ય જનતા માટે ખુલ્લુ છે અને અત્રે દરવર્ષે 250000 વિઝિટર્સ આવે છે. ઘણા લોકો ગાઇડ્સ દ્વારા ફરવાનું પસંદ કરે છે, તો કેટલાંક પોતાની રીતે જ. આપ અહીં મુલાકાત લીધા બાદ ઘણા દિવસો સુધી ઊંઘ નહીં આવે.

પેરે લચાસી કબ્રસ્તાન

પેરે લચાસી કબ્રસ્તાન

આ વિશ્વનું સૌથી પ્રસિદ્ધ અને સર્વાધિક પ્રવાસનવાળુ કબ્રસ્તાન છે. પરંતુ અત્રે આવવું થોડુ મોંઘુ છે. જો આપ અત્રે આપનું સ્થાન હંમેશા માટે બુક કરાવવા માંગતા હોવ તો આપે પેરિસમાં જ રહેવું પડશે અને મરવું પડશે.

English summary
Unusual or historical cemeteries have become popular tourist attractions- cemetery tourism. Here is my list of top 7 unusual and most weirdest cemeteries in the world.
X
Desktop Bottom Promotion