Related Articles
જાણો જીવન અને મૃત્યુથી જોડાયેલ અજીબો ગરીબ રહસ્ય
મૃત્યુ એક શાશ્ર્વત સત્ય છે જેને કોઈ પણ નકારી શકતુ નથી. જે પણ વ્યક્તિ કે વસ્તુ આ સંસારમાં જન્મી છે તેને એક ના એક દિવસ સમાપ્ત થવાનુ જ છે. મૃત્યુ થાય છે પણ તેના કારણ અલગ-અલગ હોય છે, કયારેક કોઈ દુર્ઘટનામાં મરી જાય છે તો કોઈ બીમારીમાં.
બુદ્ઘ ભગવાનનું કહેવું છે કે આપણે જ્યારે પણ ઉંઘતા હોઇએ તો એક પ્રકારે મરી જ જઈએ છીએ. કારણ કે તે સમયે મગજમાં કંઈ પણ ચાલતું હોતું નથી.
કેટલાક લોકો પર્યાપ્ત જીવન જીવ્યા વિના જ મરી જાય છે અને કેટલાક લોકો પૂરુ જીવન વ્યતિત કરીને મૃત્યુંને પામે છે. આ બધુ ભાગ્ય પર નિર્ભર કરે છે. બસ મોટાભાગે લોકોની ઈચ્છા હોય છે કે એમની મૃત્યુ કોઈ ગંભીર બીમારીથી ના થાય.
આજે બોલ્ડસ્કાઈના આ આર્ટિકલમાં અમે તમને જીવન અને મૃત્યું સાથે સંકળાયેલા કંઇક વિચિત્ર પરંતુ સત્ય તથ્યો વિશે બતાવા જઈ રહ્યા છીએ જેને જાણીને તમને આશ્ચર્ય થશે.
દહેજ
ભારત એક એવો દેશ છે જ્યાં દિકરીઓના લગ્ન માટે ઘન આપવું પડે છે, જેને દહેજ કહે છે. દહેજ ન મળવાના કારણે લોકો વહુઓને મારી નાંખે છે અને હિંદુસ્તાનમાં દર કલાકે એક મહિલાની મૃત્યુનું કારણ દહેજ જ હોય છે.
સારવારમાં ખામી
આખી દુનિયામાં ચિકિત્સા વિજ્ઞાન ઘણું આગળ નીકળી ગયું છે પરંતુ આજે પણ ૪૪૦,૦૦ લોકો દર વર્ષે સારવારની ખામીઓના કારણે મરી જાય છે.
સાંભળવાની ક્ષમતા
મૃત્યું પહેલા સાંભળવાની ક્ષમતા અંતિમ ઈંન્દ્રિય હોય છે જે સમાપ્ત થઈ જાય છે. મૃત્યુંના થોડા સમય પહેલા વ્યક્તિને સંભળાવવાનું બંધ થઈ જાય છે, જો તે સામાન્ય હોય તો.
વ્યાયામ
આખી દુનિયામાં ઘણા લોકો બસ એટલા માટે મરી જાય છે કારણ કે તેઓ વ્યાયામ નથી કરતા. આ એક અપ્રત્યક્ષ કારણ છે પરંતુ સત્ય છે.
પ્રદુષણ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મત મુજબ, આઠમાંથી એક મોતનું કારણ વાયુ પ્રદુષણ છે. ભયાનક વાયુ પ્રદુષણના કારણે ફેફસામાં ગંદી હવા જાય છે અને એના કારણે શરીરના લોહીમાં પણ ગંદી હવા જતી રહે છે.
હદયભગ્ન લોકોને ભાડે લાવવા પર
બ્રિટનમાં એક કંપની છે - ‘‘ રેંટ એ માઉરનર'' જે અંતિમ સંસ્કારના સમય પર લોકોને ભાડે આપે છે, આ લોકો ખૂબ જ એક્સપર્ટ હોય છે અને તેઓ સંબંધિઓની માફક શોક વ્યક્ત કરે છે.
ડૉક્ટરનું ખરાબ લખાણ
એવું અનુમાન લગાવવામાં આવે છે કે અમેરિકામાં લગભગ ૭૦૦૦ લોકો ડૉક્ટરના ખરાબ લખાણના કારણે મરી જાય છે. કારણ કે તેમની સલાહ, દવા અને ચરી પાળવાની બાબતમાં સારી રીતે વાંચી શકાતું નથી. આવું ત્યાંની અપેક્ષાએ ભારતમાં ઓછુ થાય છે.
માઉન્ટ એવરેસ્ટ
માઉન્ટ એવરેસ્ટ પર લગભગ ૨૦૦ પર્વતારોહણોની લાશ દબાઈ ગયેલી છે. ત્યાં આ લાશો વર્ષો સુધી દટાયેલી રહે છે.
વેંડિગ મશીન
એક શાર્ક પણ એટલા જીવ નથી લેતી જેટલા જીવ આ આ વેંડિગ મશીન લે છે. લોકો મોટાભાગે તેમાં ફસાઈ જાય છે અથવા તો માથામાં ઇજા પહોંચે છે, જ્યારે તે તેને હલાવે અથવા હટાવે છે.
જેલી ફિશ
જેલી ફિશનો એક પ્રકાર ટુરટોપિસ હોય છે જે ક્યારેય મરતી જ નથી. જ્યારે પણ તે ઘાયલ થાય છે અને મરવાની હોય છે, તેનામાં તેની અદ્દુત શક્તિના કારણે તે ફરીથી જવાન થઈ જાય છે. તેની કોશિકાઓ પહેલાથી પણ વધારે યંગ થઈ જાય છે.
ઈરેક્શન/ સંખલન
વ્યક્તિનું મૃત્યુ થાય પરંતુ એનું ઈરેક્શન અથવા સ્ખલન પોતાની જાતે જ થઈ જાય છે કારણ કે તેના પેનિસના પડ દ્વારા કૈલ્યિશમના કારણે થાય છે, આ કૈલ્શિયમ દબાવ પેદા કરે છે જેના કારણથી આવુ થઈ જાય છે.
પાચન એન્જાઈમન્સ
મૃત્યુના ત્રણ દિવસ પછી પણ, આપણા શરીરમાં એન્જાઈમ ભોજનને પચાવા સક્ષમ હોય છે.
મૃત્યુ
જ્યારથી માનવ જાતિનો આર્વિભાવ થયો છે ત્યારથી લઈને અત્યાર સુધી ૧૦૦ બિલિયન લોકો મરી ચૂક્યા છે અને ત્યારથી અત્યાર સુધી ૩,૫૦,૦૦૦ વર્ષોથી લાશોને સળગાવવાની પરંપરા કેટલાય સંપ્રદાયો અને ધર્મોમાં છે.
ખાસ–ખાસ વાતો
દુનિયાભરમાં ૧૫૩,૦૦૦ લોકો પોતાના જન્મદિવસે જ મરી જાય છે. ઉધા હાથે લખવાવાળા લોકો, સીધા હાથે લખવાવાળા લોકો કરતાં ૩ વર્ષ પહેલા મરી જાય છે. દર ૪૦ સેકંડે કોઈ એક વ્યક્તિ આત્મહત્યા કરી લે છે. દર ૯૦ સેંકડ માં એક મહિલા, બાળકને જન્મ આપતી વખતે મરી જાય છે.