For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દરેક પત્ની પોતાના પતિ પાસે રાખે છે આ 10 આશાઓ

By Kumar Dushyant
|

પતિ-પત્નીનો સંબંધ એકદમ ખાસ હોય છે. આ સંબંધ પર તેમનું આધારિત હોય છે. સાથે જ આવનારી પેઢીનું પણ. આ સંબંધમાં પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને મધુરતા જળવાઇ રહેવી જોઇએ. જો આ બધુ જળવાઇ ન રહે તો વૈવાહિક જીવન નરક સમાન બની જાય છે. ઘણા લોકો આ પ્રકારના સંબંધોમાં રૂટીન લાઇફ જીવવા લાગે છે અને કોઇપણ પ્રકારની ખુશી અનુભવતા નથી. તેમના માટે આ બોજ સમાન લાગવા લાગે છે. તે વિચારે છે કે લગ્ન એવો સંબંધ છે, જેમાંથી છુટકારો મળી ન શકે.

જી હાં આ સત્ય છે! મહિલા કરતાં વધુ જુઠ્ઠું બોલે છે પુરૂષ

તો બીજી તરફ એવા કપલ્સ મળે છે, જેમની લાઇફમાં ખુશીઓ જ ખુશીઓ જોવા મળે છે. તે પરસ્પર દરેક વાત શેર કરે છે, એકબીજાનો ખ્યાલ રાખે છે અને પોતાની કોઇપણ વાત એકબીજાથી છુપાવતા નથી. જો કે પતિ-પત્નીઓના સંબંધમાં આશા હોય છે અને આ મહિલાઓમાં વધુ જોવા મળે છે.

ફ્લર્ટ કરનાર પુરૂષોને કેવી રીતે ઓળખશો

તમે એકબીજા સાથે રહેવાનો નિર્ણય કરો છો, તો તમારે ખૂબ જ સમજદારીનો પરિચય આપવો પડશે. તમને તમારી જીંદગીમાં રોમાંસ જાળવી રાખવો પડશે, નહી તો નાની-નાની વાતો પર તમારી વચ્ચે ઝઘડા થવા લાગશે અને તમારો એટિટ્યૂડ સારો રાખવો પડશે. આ મામલામાં જ્યાં પત્નીને પતિનો સાથ આપવો જોઇએ, તેને સરી રીતે સમજવી જોઇએ, તો બીજી તરફ પતિનું પણ કર્તવ્ય છે કે તે પોતાની પત્નીની આશાઓને સમજે અને તેનું સન્માન કરે.

ખાસ પળોને યાદ રાખો

ખાસ પળોને યાદ રાખો

પોતાની લાઇફ અને પાર્ટનર સાથે જોડાયેલી યાદોને યાદ રાખવામાં કંઇ ખોટું નથી. પતિને પત્નીને અને પતિને પત્નીનો જન્મદિવસ યાદ ન રહે, એવું બની ન શકે. પરંતુ તમે ભૂલી પણ શકો છો, એટલા માટે પત્ની કે પતિનો જન્મદિવસ ક્યારે છે, પોતાની પ્રથમ મુલાકાત, લગ્નની વર્ષગાંઠ અને બીજી ઘણી લાઇફ સાથે જોડાયેલી ખાસ તારીખો અને સ્થળ યાદ રાખો, તેને નોટ કરી લો. પોતાના પાર્ટનરને ખુશ અને ઇમ્પ્રેસ કરવા માટે ડેટ યાદ રાખવી કોઇ મોટી વાત નથી, પરંતુ રાખતાં અને ગિફ્ટ આપતી વખતે પાર્ટનરને ખુશી થશે.

ઇમોશનલી સાથ હોવો

ઇમોશનલી સાથ હોવો

પત્નીને સૌથી વધુ જરૂરિયાત પતિના ઇમોશનલ સપોર્ટની હોય છે. દુનિયાની દરેક સ્ત્રી ઇચ્છે છે કે તેનો પાર્ટનર તેના ખરાબ સમય હંમેશા સાથે હોય અને મુશ્કેલ સ્થિતીઓમાં સાથ આપે.

શોપિંગ માટે સાથ આપો

શોપિંગ માટે સાથ આપો

તેમાં કોઇ બે મત નથી કે મહિલાઓને શોપિંગ કરવાનો શોખ હોય છે. એવું સ્ટડીમાં પણ સ્વિકારવામાં આવ્યું છે કે મહિલાઓ પોતાનો સ્ટ્રેસ દૂર કરવા માટે શોપિંગ કરવાનું વધુ પસંદ કરે છે. બીજા પાર્ટનરની ખુશી માટે તેમાં કોઇ બુરાઇ પણ નથી. પત્નીને ખૂબ સારું લાગે છે, જ્યારે પતિ તેની પસંદગીનો ડ્રેસ ખરીદે છે.

પાર્ટનર પ્રત્યે ઇમાનદાર રહો અને ખોટું બોલશો નહી

પાર્ટનર પ્રત્યે ઇમાનદાર રહો અને ખોટું બોલશો નહી

લગ્ન પહેલાં તમારા કેટલા અફેયર હતા અને કેટલી ભૂલો કરી, તે બધા વિશે પોતાના પાર્ટનરને જરૂર બતાવો. જો તમને લાગે છે કે બતાવવાથી તમારા રિલેશન ખરાબ થઇ જશે, તો તમે ખોટું વિચારો છો. ખોટું બોલવાથી તમારા સંબંધ વધુ ખરાબ થશે. તેનાથી સારું છે કે તમે યોગ્ય અને સાચું કહો, જેથી તમારા પાર્ટનરને તમારા પર વિશ્વાસ રહે. તમારા સંબંધમાં કોઇપણ પ્રકારનું જુઠ ન હોવું જોઇએ. જો તમે જુઠ્ઠું બોલો છો તો તેનાથી એ વાત સાબિત થાય છે કે તમે પાર્ટનર પર વિશ્વાસ કરતા નથી અને તમારા સંબંધમાં મજબૂતી નથી.

પ્રેમથી ગળે મળવું કિસ કરવી

પ્રેમથી ગળે મળવું કિસ કરવી

મહિલાઓને ગળે મળવું અથવા પ્રેમથી પંપાળવું ખૂબ જ ગમે છે. તેનાથી ખબર પડે છે કે તમે તમારા પાર્ટનરને કેટલો પ્રેમ કરો છો. પત્નીને પ્રેમથી ગળે લગાવતાં બંને એકબીજા સાથે ઇમોશનલી અટેચ થાવ છો. એવું નથી કે પ્રેમનો અર્થ ફિજિકલી ઇંટીમેટ હોવો જ જોઇએ. પરંતું પ્રેમને બનાવી રાખવા માટે એક પેશનેટ કીસ પણ પુરતી છે.

તમારા સેંસ ઑફ હ્યૂમરને સાબિત કરો

તમારા સેંસ ઑફ હ્યૂમરને સાબિત કરો

જો તમારી પાસે ગુડ સેંસ ઑફ હ્યૂમર છે, તો તમે આ સેંસનો યૂજ કરો. તમને ખબર હોવી જોઇએ કે છોકરીઓને સારી સેંસ ઑફ હ્યૂમરવાળા છોકરા પસંદ આવે છે. તમને લાગે છે કે તમારી સેંસ ઑફ હ્યૂમર થોડી વીક છે તો સારા જોક્સ યાદ કરો અને પાર્ટનરને ખુશ કરવા માટે સંભળાવો.

કામમાં મદદ કરો

કામમાં મદદ કરો

તમારી પત્ની તમને ક્યારેય પણ મદદ અથવા હેલ્પ કરવા માટે કહેશે નહી, પરંતુ તમારી પાસે તેની આશા જરૂર રાખે છે. એટલા માટે પાર્ટનરના કામમાં મદદ કરો, તેમને અહેસાસ કરાવો કે તમે હંમેશા તેમની સાથે છો. તેનાથી તમારી તરફ પાર્ટનરની સારી બોંડિંગ બનશે અને કામ કરવામાં સરળતા રહેશે. જો તમારી પત્ની વર્કિંગ છે, તો તમે ઓફિસ સાથે જોડાયેલા કામમાં પણ મદદ કરી શકો છો.

પત્નીની પ્રશંસા કરો

પત્નીની પ્રશંસા કરો

જો તમારી પત્નીએ કોઇ ઇચ્છા કે તમારી પસંદનું જમવાનું બનાવ્યું છે, તો તમે તેની પ્રશંસા કરો. પાર્ટનરના કોંફિડેંસને વધારવા માટે તેને પ્રોત્સાહિત કરો અને આગળ વધવામાં મદદ કરો. આજે પણ આપણા સમાજમાં એવા લોકો છે, જે પત્નીની ભૂલ ન હોવા છતાં તેને દોષ આપવા લાગે છે અને સારા કામની પણ પ્રશંસા કરતા નથી.

મિત્રો હોવા પર વિરોધ ન કરો!

મિત્રો હોવા પર વિરોધ ન કરો!

જ્યારે તમારી પત્ની તમારા મિત્રો સાથે હોવા પર વિરોધ કરતી નથી, તો તમારે પણ વિરોધ કરવો ન જોઇએ. એક વાત તમે જાણી લો કે છોઅક્રીઓ માટે મિત્રો ફેમિલી પછી આવે છે, એટલા માટે મિત્રોની સાથે હોવા પર પત્નીને ગુસ્સેથી ન જુઓ. પોતાની પત્નીના મિત્રોની ઇજ્જત કરો અને તેની સાથે તમારી ફ્રેંડલી નેચર રાખો.

પત્નીના વહેવારને નાટક ન ગણાવો

પત્નીના વહેવારને નાટક ન ગણાવો

મહિલાઓને એ વાત પર ખૂબ ગુસ્સો આવે છે, જો કોઇ તેમની વાતને નાટક ગણાવે છે. પત્નીની વાતો પર ઓવર રિએક્ટ ન કરો. જો તમે લાગે છે કે તમારી પત્ની નાટક કરી રહી છે તો ગુસ્સાના બદલે શાંત થઇને વાત કરો અને પરિસ્થિતીઓને સમજવાનો પ્રયત્ન કરો. પાર્ટનરને સાથે યોગ્ય રીતે વાત ન કરતાં ઘણીવાર મહિલાઓ વધુ ગુસ્સો કરવા લાગે છે.

English summary
Husbands need to know that their wives respect them both privately and publicly. Men thrive when they know that their wives trust them, admire them and believe in them.
Story first published: Wednesday, August 20, 2014, 16:16 [IST]
X
Desktop Bottom Promotion