જો રાત્રે પાર્ટીમાં પી લીધો છે વધુ દારૂ, તો લીવરને ક્લીન કરવા માટે પીવો આ જ્યૂસ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

જ્યારે કોઈ વ્યક્તિ વધુ દારૂ પી લે છે, ત્યારે શરીરમાં કેટલીક પ્રતિક્રિયાઓ થાય છે; જેમ કે ઉબકા, માથાનો દુઃખાવો, શરીરમાં દુઃખાવો, અપચો, નિર્જલીકરણ, કબજિયાત વગેરે.

વિચારો કે જે વ્યક્તિ નિયમિત રીતે દારૂ પીવે છે, તેનાં આરોગ્ય પર કેવી અસર પડતી હશે. વધુ દારૂ પીવાથી લીવર ડૅમેજ થવાનો કે લીવર કૅંસર થવાનો વધુ જોખમ હોય છે.

 natural ways to cleanse liver

એક વાર જ્યારે કોઈ વ્યક્તિને દારૂની લત લાગી જાય છે, તેનાંથી છુટકારો પામવો બહુ મુશ્કેલ બની શકે છે. દારૂ પીનારાઓમાં સામાન્યતઃ લીવર ખરાબ થવાની ફરિયાદ સામે આવે છે, કારણ કે શરીરમાં કોઈ પણ અન્ય અંગની તુલનામાં સીધી રીતે દારૂ લીવરને પ્રભાવિત કરે છે.

આ સમજવું મહત્વનું છે કે લીવર એક મહત્વનું અંગ છે અને તે શરીરનાં ચયાપચયનાં કાર્યોનો ખ્યાલ રાખે છે તથા લોહીને પાચન તંત્રમાં પ્રવેશ કરતા પહેલા ફિલ્ટર કરે છે. લીવર ડૅમેજ કે સાઇરોસિસની સમસ્યા ત્યારે ઉત્પન્ન થઈ શકે છે કે જ્યારે બહુ વધારે દારૂ પીવાથી બહુ બધા ઝેરી પદાર્થો જમા થઈ જાય છે.

તેથી જો આપ પોતાનાં લીવરને હેલ્ધી રાખવા માંગો છો, તો ખાસ કરીને દારૂ પીધા બાદ તો આપ નીચે જણાવાયેલા ઘરગથ્થુ ઉપાયો અપનાવી શકો છો. તેનાંથી આપને લીવર સાફ રાખવામાં મદદ મળી શકે છે.

 natural ways to cleanse liver

આવશ્યક સામગ્રી

  • કારેલાનું જ્યુસ - એક ગ્લાસ
  • લિંબુનો રસ - 4 ચમચી
  • મધ - 1 મોટી ચમચી

આ મિશ્રણને નિયમિત રીતે ઉપયોગ કરવાથી આપને લીવરને ઝેરી પદાર્થોથી મુક્ત રાખવામાં મદદ મળી શકે છે. આ ઉપાય ખાસ કરીને દારૂ પીધા બાદ પ્રભાવી ઢંગથી કામ કરવા માટે સિદ્ધ થઈ ચુક્યો છે.

જો આપ ઇચ્છો છો કે આ ઉપાય બરાબર કામ કરે, તો કમ સે કમ 3 મહિના સુધી દારૂનાં સેવનથી બચવું જોઇએ. જો આપને લાગે છે કે આપને દારૂ પીવાની લત છે, તો આ બાબતમાં તબીબની મદદ લેવી જોઇએ.

આ ઉપરાંત પોટેશિયમ અને ફાયબરયુક્ત ભોજનનું સેવન કરવું જોઇએ કે જે લીવરમાંથી ઝેરી પદાર્થોને પ્રાકૃતિક રીતે સમાપ્ત કરી શકે છે. કારેલાનો રસ વિટામિન એ, સી અને ફાયબર સામગ્રીમાં સમૃદ્ધ છે કે જે આપનાં લીવરની કોશિકાઓની ભરપાઈ કરી શકે છે અને દારૂ પીધા બાદ તેમને સામાન્ય કરી શકે છે.

 natural ways to cleanse liver

બનાવવાની વિધિ

  • એક ગ્લાસમાં તમામ વસ્તુઓ મેળવી લો.
  • તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.
  • દારૂ પીધા બાદ દરેક વખત મિશ્રણને પીવો.
  • આ મિશ્રણને દૈનિક આધારે ત્રણ મહિના સુધી પીવો.

English summary
Here is one of the best herbal juices to restore your liver back to health, after alcohol consumption.