અજમાવો આ ઉપાયો, ડૅંડ્રફ થઈ જશે રફૂચક્કર

Posted By: Staff
Subscribe to Boldsky

ડૅંડ્રફ એટલે માથાની મૃત ત્વચા. તેનાં જ કારણે ક્યારેક-ક્યારેક ખંજવાળ પણ આવેછે અને સામાન્યતઃ આ શરમજનક બાબત થઈ જાય છે. સૌથી ખરાબ વાત એ છે કે તેનો ઇલાજ સરળ નથી હોતો.

ડૅંડ્રફ એટલે માથાની મૃત ત્વચા. તેનાં જ કારણે ક્યારેક-ક્યારેક ખંજવાળ પણ આવેછે અને સામાન્યતઃ આ શરમજનક બાબત થઈ જાય છે. સૌથી ખરાબ વાત એ છે કે તેનો ઇલાજ સરળ નથી હોતો. જો આપનાં માથાની ત્વચા તૈલીય છે અને આપને ડૅંડ્રફની સમસ્યા છે, તો અહીં આપનાં માટે અસરકારક ઉપાયો છે.

સામાન્યતઃ ડૅંડ્રફનાં ફ્લેક્સ માથાની ત્વચા પર દેખાય છે અને સ્થિતિ ત્યાર વધુ વણસી જાય છે કે જ્યારે તે આપનાં કપડાં પર ખરવા લાગે છે. આ શરમજનક હોવાની સાથે પબ્લિકમાં આપની ઇમ્પ્રેશન પણ ડાઉન કરી શકે છે.

ડૅંડ્રફથી છુટકારો પામવાનાં અનેક ઘરગથ્થુ ઉપચારો વિશે જણાવવામાં આવ્યું છે. તો આવો જાણીએ કેવી રીતે આપ ડૅંડ્રફમાંથી છુટકારો પામી શકો છો.

ટી ટ્રી ઑયલ

ટી ટ્રી ઑયલ

ટી ટ્રી ઑયલ માથાની ત્વચામાં તેલનું સંતુલન જાળવવામાં સહાક હોય છે અને માથામાંથી નિકળતા ફ્લેક્સને દૂર કરે છે. આ એંટી-ફંગલ અને એંટી-બૅક્ટીરિયલ છે. માટે ડૅંડ્રફનાં ઉપચારમાં આ સહાયક છે, કારણ કે માથાની ત્વચામાં ફંગલ ઇન્ફેક્શન થવાથી જ ડૅંડ્રફ થાય છે.

મીઠું

મીઠું

શૅમ્પૂમાં થોડુંક મીઠું મેળવો અને માથાની ત્વચાને આ મિશ્રણથી રગડો. તેનાથી માથાની તમામ મૃત ત્વચા નિકળી જશે અને ડૅંડ્રફ હવે કપડાં પર પણ નહીં પડે તથા આ રીતે આપને શરમજનક પરિસ્થિતિમાં પસાર પણ નહીં થવું પડે.

લિંબુનો રસ

લિંબુનો રસ

આપે જોયું હશે કે ઘણા એંટી-ડૅંડ્રફ શૅમ્પૂમાં લિંબુ હોયછે. માથાની ત્વચા પર લિંબુનો રસ લગાવો અને તેને ઓછામાં ઓછી 15 મિનિટ સુધી લગાવેલું રહેવા દો. પછી શૅમ્પૂની મદદથી તેને ધોઈ નાંખો. આપના ડૅંડ્રફ તરત જ જતાં રહેશે.

એલોવેરા જૅલ

એલોવેરા જૅલ

એલોવેરા જૅલ માથાની ત્વચાને ભેજ પ્રદાન કરે છે અને તેને ઑયલી પણ નથી બનાવતું. તેનાથી માથાની મૃત ત્વચા નિકળી જાય છે અને માથાની ત્વચા ઑયલી પણ નથી થતી.તેને 20 મિનિટ લગાવીને રાખો અને પછી ધોઈ નાંખો.

એપ્પલ સાઇડર વિનેગર

એપ્પલ સાઇડર વિનેગર

એપ્પલ સાઇડર વિનેગરમાં થોડુંક પાણી મેળવી તેને માથાની ત્વચા પર લગાવો. તેનાથી માથાની ત્વચાનું પીએચ લેવલ વ્યવસ્થિત જળવાઈ રહે છે અને ફ્લેક્સ નથી આવતાં.15 મિનિટ વાળ ધોઈને કંડીશન કરો.

લિમડાનાં પાંદડા

લિમડાનાં પાંદડા

લિમડાનાં પાંદડાં અને પાણીને મેળવી પેસ્ટ બનાવો આ પેસ્ટ વાળમાં લગાવો. આ ખૂબ જ અસરકારક હોય છે, કારણ કે લિમડો એંટી-ફંગલ હોય છે તથા તે ડૅંડ્રફને દૂર કરે છે.

બૅકિંગ સોડા

બૅકિંગ સોડા

બૅકિંગ સોડા અને પાણીને મેળવી શૅમ્પૂ બનાવો. શૅમ્પૂની જગ્યાએ તેનો ઉપયોગ કરો અને ડૅંડ્રફમાંથી છુટકારો પામો.

English summary
If you have an oily scalp and dandruff, here are some home remedies that could work just perfect for you.
Story first published: Monday, March 13, 2017, 17:00 [IST]