Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
દાંતોને સફેદ બનાવવાનાં કેટલાક પ્રાકૃતિક ઉપાયો
સફેદ ચકળાટ મારતા દાંત કોને પસંદ નથી. અહીં સુધી પણ કહેવામાં આવ્યું છે કે જો આપને કોઇકનું વ્યક્તિત્વ જોવું હોય, તો તેના દાંતોને જોઈ લો કે તે કેટલા સાફ અને સફેદ છે. દાંત આપણા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આપણે તેના વડે જ જમીએ છીએ. તેથી તેમનું સ્વસ્થ રહેવું બહુ જરૂરી છે. તેમાં જરાક પણ તકલીફ આપણને જ નુકસાન પહોંચાડશે. તેથી તેમનું ખ્યાલ રાખવું પણ આપણી જવાબદારી છે. એમ તો દાંતોની ઘણી બધી બીમારીઓ હોય છે કે જેમાં દાંતોનું પીળાશપણુ, પેઢામાંથી રક્તસ્રાવ તથા દાંતોમાં કીડા લાગવાનો સમાવેશ થાય છે.
પરંતુ હવે આ બધાથી ડરવાની જરૂર નથી, કારણ કે આ તમામ બીમારીઓમાંથી બચવા માટે પ્રકૃતિએ આપણને ઘણી બધી ઔષધિઓ આપી છે. તેમાંની જ એક છે તુલસી. તુલસી દાંતોને પીળા થવામાંથી બચાવે છે. સાથે જ દાંતોમાં લોહી આવવું કે જેને આપણે પાયોરિયા તરીકે ઓળખીએ છીએ, તેનાથી પણ બચાવે છે. એવી જ બીજી ઘણી ઔષધિઓ છે. આવો જાણીએ તેમના વિશે -

ઘરમાં જ બનાવો તુલસીનું ટૂથ પાવડર
પહેલા તુલસીના કેટલાક પાંદડાઓ લઈ લો. પછી તેમને સુકવી નાંખો. હવે તેને સારી રીતે પીસીને એક જારમાં મૂકી દો. હવે આ પાવડરથી રોજ આપનાં દાંતોને બ્રશ કરો. આપ ઇચ્છો, તો પોતાની આંગળીઓનો પણ ઉપયોગ કરી શકો છો.

બાવળનાં દાંતણનો પ્રયોગ
બાવળનું વૃક્ષ વર્ષોથી દાંતોની સફાઈ કરવામાં ઉપયોગ થતુ આવ્યું છે. અહીં સુધી કે આજે ઘણી બધી ટૂથ પેસ્ટમાં પણ તેનો ઉપયોગ થાય છે. બાવળનાં વૃક્ષની ડાળખીઓમાં મોજૂદ ટૅનિન પીળા દાંતોને સફેદ કરવામાં મદદ કરે છે.

વડના વૃક્ષનું દાંતણ
વડની જડોમાં એક જાતનું કસદાર પદાર્થ હોય છે. તે જ પદાર્થ જ્યારે વૃક્ષ મોટુ થઈ જાય, ત્યારે તેની ડાળખીઓમાં પહોંચી જાય છે. તેન જો આપ દાંતણ તરીકે ઉપયોગ કરશો, તો આપનાં દાંત મોતી જેવા થઈ જશે.

લિમડાનું દાંતણ
લિમડામાં માત્ર કસદાર પદાર્થ જ નહીં, પણ તેની ડાળખીઓમાં એંટીસેપ્ટિક ગુણો હોય છે કે જે આપની શ્વાસની દુર્ગંધને દૂર કરે છે. સાથે જ કૅવિટીમાંથી પણ બચાવે છે.

બેકિંગ સોડા
બેકિંગ સોડા વિશે તો સૌ જાણે જ છે કે તે દાંતોને સાફ કરવામાં કેટલો ઉપયોગી છે. આપ બેકિંગ સોડામાં થોડોક લિંબુનો રસ મેળવી તેનાથી બ્રશ કરો. તેનાથી આપનાં દાંત સફેદ તો થશે જ, સાથે જ દાંતો પર લાગેલું પ્લૅક પણ સારી રીતે સાફ થઈ જાય છે, પરંતુ એક સાવચેતી પણ રાખવી પડશે કે જરૂરથી વધુ બેકિંગ સોડાનો પ્રયોગ ન કરો. તે આપના દાંતોને નુકસાન પહોંચાડી શકે છે.

વિટામિન સીથી ભરપૂર ફળો અને લીલું શાક ખાવો
ખાટા ફળો આપનાં દાંતોને પીળા થવામાંથી બચાવે છે. તેઓ બ્લિચની જેમ આપના દાંતોને સફેદ બનાવે છે. તેથી સ્ટ્રૉબેરી, ટામેટા, આંબળા, સંતરા અને લિંબુનો ઉપયોગ કરો.

સ્ટ્રૉબેરી
સ્ટ્રૉબેરીને બે ટુકડાઓમાં કાપી લો. પછી તેની ઉપર બેકિંગ સોડા ભભરાવો. હવે તેને પોતાનાં દાંતો પર રગડો. તેનાથી આપનાં દાંત ચમકદાર થઈ જશે. જો બેકિંગ સોડા ન ગમતું હોય, તો માત્ર સ્ટ્રૉબેરીનો જ ઉપયોગ પણ કરી શકો છો. તેનો રસ પણ આપનાં દાંતો પર 2-3 મિનિટ લગાવીને છોડી દો. થોડીક વાર બાદ તેને ધોઈ નાંખો. આપનાં દાંતો ઝળહળી ઉઠશે.

રાત્રે સૂતા પહેલા
1. સંતરાની છાલને પોતાનાં દાંતો પર રગડો અને દાંત સાફ કરી લો.
2. લિંબુને પોતાનાં દાંતો પર એક મિનિટ સુધી રગડ્યા બાદ ધોઈ નાંખો.
3. એક ચમચી લિંબુનાં રસમાં 1 ચમચી પાણી મેળવી તેનાથી બ્રશ કરો. પછી તે ટૂથ પેસ્ટ વડે બ્રશ કરો કે જેનાથી દરરોજ કરો છો. સાવચેતી એટલી જ રાખવી કે લિંબુનો પ્રત્યક્ષ ઉપયોગ ક્યારેય ન કરવો. તેનાથી આપનાં દાંતોને નુકસાન થશે.



Click it and Unblock the Notifications











