For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બાળકનાં જન્મ બાદ બ્રેસ્ટની સંવેદનશીલતા આમ કેવી રીતે કરશો ઓછી ?

By Lekhaka
|

બાળકનાં જન્મ બાદ કેટલાક ચોક્કસ હૉર્મોન્સનાં કારણે સ્ત્રીનાં બ્રેસ્ટ (સ્તન) સંવેદનશીલ થઈ જાય છે અને તેમાં સોજો આવી જાય છે. માટે અહીં બ્રેસ્ટની સંવેદનશીલતા ઓછી કરવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપચારો જણાવાઈ રહ્યાં છે.

જો આપ નવા-નવા માતા બન્યો છો કે જેણે તાજેતરમાં જ બાળકને જન્મ આપ્યો છે, તો આપે ઘણા અનૈચ્છિક લક્ષણોનો સામનો કરવો પડે છે, કારણ કે બાળકને જન્મ આપવો કોઈ આસાન કામ નથી.

જ્યારે કોઈ મહિલા સગર્ભા થાય છે, ત્યારે તે ક્ષણથી જ્યાં સુધી તે પોતાનાં બાળકને જન્મ નથી આપી દેતી, ત્યાં સુધી તેનાં શરીરમાં ઘણા બધા આંતરિક અને શારીરિક ફેરફારો થાય છે.

natural remedy to reduce breast pain

દાખલા તરીકે સગર્ભાવસ્થાને સુવિધાજનક બનાવવા માટે સ્ત્રીનાં શરીરમાં ઘણા હૉર્મોન્સ ઉત્પન્ન થાય છે અને આ હૉર્મોન્સ તેનાં શરીરનાં કેટલાક વિશિષ્ટ કાર્યોને અસર કરે છે.

સગર્ભાવસ્થા દરમિયાન બાળક માટે જગ્યા બનાવવા માટે સ્ત્રીનાં શરીરમાં થોડુક વિસ્તરણ થાય છે અને તે ઉપરાંત તેને અન્ય લક્ષણો જેવા કે વજન વધવું, ઉબકા, ઉલ્ટી, ખીલ, ભૂખ વધવી, મૂડ સ્વિંગ વગેરેનો અનુભવ પણ કરવો પડે છે. તેમાંનાં કેટલાક લક્ષણો સગર્ભાવસ્થા દરમિયાન રહે છે અને કેટલાક લક્ષણો બાળકનાં જન્મ બાદ પણ જળવાઈ રહે છે.

બાળકનાં જન્મ બાદ કેટલાક નિશ્ચિત હૉર્મોન્સનાં કારણે સ્ત્રીનાં બ્રેસ્ટ (સ્તન) સંવેદનશીલ થઈ જાય છે અને તેમાં સોજો આવી જાય છે. માટે અહીં બ્રેસ્ટની સંવેદનશીલતાને ઓછી કરવામાટે કેટલાક ઘરગથ્થુ ઉપચાર જણાવાઈ રહ્યાં છે.

આવશ્યક સામગ્રી :

* વરિયાળી - 2 ટી સ્પૂન

* એપલ સાઇડર વિનેગર - 2 ટેબલ સ્પૂન

* ગરમ પાણી - 1 ગ્લાસ

બનાવવાની વિધિ :

1. પદાર્થોની અપાયેલી માત્રાને બ્લેંડરમાં મેળવો.

2. તેમને સારી રીતે વાટો કે જેથી એક મિશ્રણ બની જાય.

3. આ મિશ્રણને એક ગ્લાસ ગરમ પાણીમાં મેળવો.

4. સારી રીતે મેળવો અને આપની ઔષધિ સેવન માટે તૈયાર છે.

5. લગભગ એક માસ સુધી દરરોજ નાશ્તા બાદ તેનું સેવન કરો.

જો આ ઘરગથ્થુ ઉપચારનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે, તો તે અસરકારક રીતે બ્રેસ્ટની સંવેદનશીલતા ઓછી કરે છે. આ ઔષધિ ઉપરાંત આપે બ્રેસ્ટની સંવેદનશીલતા ઘટાડવા માટે દૂધ વધુ પ્રમાણમાં પીવું જોઇએ અને બ્રેસ્ટની મસાજ કરવી જોઇએ. વરિયાળીમાં કૅલ્શિયમ તથા લિમોનેન પ્રચૂર પ્રમાણમાં હોય છે કે જે શરીરમાં થયેલ હૉર્મોન્સનાં સંતુલનને યોગ્ય કરે છે અને આ રીતે તે બ્રેસ્ટની સંવેદનશીલતા ઓછી કરે છે. એપલ સાઇડર વિનેગર બ્રેસ્ટની નસોમાં સોજો ઓછો કરવામાં મદદકારક છે અને આ રીતે તે બ્રેસ્ટનો દુઃખાવો ઓછો કરે છે.

English summary
Here is a home remedy that can reduce breast tenderness after childbirth.
X
Desktop Bottom Promotion