સાયનસનાં માથાનાં દુઃખાવાને દૂર કરે આ 7 અસરકારક ઘરગથ્થુ ઉપચારો

Posted By: Super Admin
Subscribe to Boldsky

સાયનસની સમસ્યા ઘણા બધા લોકોને હોય છે કે જેના માટે તેઓ અંગ્રેજી દવાઓનું સેવન કરો છો, પરંતુ આમ છતાં સાયનસ છે કે જવાનું નામ જ નથી લેતું. જો સાયનસનાં કારણે આપને માથાનો દુઃખાવો થતો હોય, તો આપ તેને ઘરગથ્થુ ઉપચારની મદદથી સાજો કરી શકો છો.

નાક બંધ, થાક, શરદી સાથે તાવ અને ચહેરા પર સોજો વિગેરે સાયનોસાઇટિસનાં લક્ષણો હોય છે. તેને સમ્પૂર્ણપણે મટાડી નથી શકાતું, પરંતુ તેના લક્ષણોને આપણે ઘરગથ્થુ ઉપચારો વડે ઓછા જરૂર કરી શકીએ છીએ. આવો જાણીએ આ વિશે...

home remedies for sinus headache

1. હળદર : 1 ગ્લાસ દૂધમાં 1 નાની ચમચી હળદર પાવડર અને 1 નાની ચમચી મધ મેળવી 2 અઠવાડિયા સુધી પીવાથી ખૂબ જ ફાયદો થાય છે.

home remedies for sinus headache

2. કાળી મરી : 1 વાટકા સૂપમાં 1 નાની ચમચી કાળી મરી પાવડર નાંખો અને ધીમે-ધીમે પીવો. આવું અઠવાડિયામાં બેથી ત્રણ વાર કરો. કાળી મરીનાં સેવનથી સાયનસનો સોજો ઓછો થઈ જશે અને કફ સુકાઈ જશે.

home remedies for sinus headache

3. ટી ટ્રી ઑયલ : ટી ટ્રી ઑયલમાં એંટી-સૅપ્ટિક, એંટી-ઇન્ફિલેમેટ્રી અને એંટી-માઇક્રોબિયલ ગુણો હોય છે કે સાયનસનાં માથાનાં દુઃખાવાને જડથી ખતમ કરી દે છે. ટી ટ્રી ઑયલના 3થી 5 ટીપા ગરમ પાણીમાં નાંખી તે પાણીનું વાષ્પ લોવું જોઇએ. આવું દિવસમાં બેથી ત્રણ વાર કરો.

home remedies for sinus headache

4. તજ : સાયનસ પેદા કરનાર સૂક્ષ્મજીવોને તજ તદ્દન સમાપ્ત કરી દે છે. 1 ગ્લાસ ગરમ પાણીમાં 1 નાની ચમચી તજ પાવડર મિક્સ કરો અને દિવસમાં એક વાર પીવો. આવું બે અઠવાડિયા સુધી સતત કરો. આમાં એકેય દિવસ છૂટવો ન જોઇએ.

home remedies for sinus headache

5. લિંબુ : 1 ગ્લાસ પાણીમાં 1 લિંબુ નિચોડી તેમાં 1 ચમચી મધ મેળવો. તેને દરરોજ 2થી 3 અઠવાડિયા સુધી સવારે પીવો. લિંબુમાં સાયસનનાં દુઃખાવાને દૂર કરવાની ક્ષમતા હોય છે. સાથે જ નાકની નળીને પણ તે સાફ કરે છે.

home remedies for sinus headache

6. આદુની ચા : રિસર્ચમાં જાણવા મળ્યું છે કે આદુ તે તમામ એંટી-બાયોટિક્સ કરતા સારૂ હોય છે કે જે સાયનસ માટેના હોય છે. આદુ સાયનસનાં દુઃખાવાને પેદા કરતા સૂક્ષ્મજીવોનો ખાત્મો કરે છે. 2થી 3 કપ પાણીમાં 1 આદુની જડને સ્લાઇસ કરી ઉકાળો. પછી 10 મિનિટ સુધી ઠંડુ કરે અને પીવો.

7. મેથી દાણા : એક વાસણમાં 1 ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને તેમાં 3 ચમચી મેથી દાણા નાંખીને ઉકાળી લો. પછી 10 મિનિટ માટે આંચ ધીમી કરી દો અને પછી આ ચાને દિવસમાં 2થી 3 વાર પીવો. આવું આપે એક અઠવાડિયા સુધી સતત કરવું પડશે.

English summary
Get relief from pain and other symptoms caused by sinus condition with the help of these efficient natural remedies.
Story first published: Friday, October 21, 2016, 15:03 [IST]