For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લવ બાઇટમાંથી છુટકારો પામવાનાં અસરકારક ઘરગથ્થુ ઉપાયો

By Super Admin
|

લવ બાઇટ, હિક્કી કે પછી કહો પાર્ટનરનાં શરીર પર કિસનાં નિશાન. આ શરીર પર ત્યારે પડે છે કે જ્યારે ઝડપથી શરીરનાં અંગો પર કિસ કે બાઇટ કરવામાં આવે. તેને જોતા એવું લાગે છે કે શરીર પર કોઈ જાતનો ઘા લાગ્યો હોય.

આ લવ બાઇટ જોવામાં આસમાની કે લાલ રંગની લાગે છે અને
ક્યારેક-ક્યારેક તેમાં સોજો પણ સ્પષ્ટ ઝળકે છે. લવ બાઇટની સાઇઝને નાની કરવા માટે આપ ઠંડી વસ્તુઓનો પ્રયોગ કરી શકો છો. તેનાથી તે જગ્યા પર બ્લડ ફ્લો થવા લાગશે અને લાલાશ ગાયબ થઈ જશે.

એવી બીજી પણ રીતો છે કે જેનાથી આપ લવ બાઇટ્સનાં નિશાનને નાના કરી શકો છો. આવો જાણીઓ તેના વિશે...

લવ બાઇટમાંથી છુટકારો પામવાનાં અસરકારક ઘરગથ્થુ ઉપાયો

બરફ
નિશાન પર બરફ લગાવવાથી રક્ત વાહિકાઓ સંકોચાઈ જાય છે અને સોજો ઓછો થઈ જાય છે, પરંતુ બરફ સીધો જ ત્વચા પર ન લગાવો. તેને પહેલા એક રૂમાલમાં વિંટી લો અને પછી તેને નિશાન પર રાખો.

પાઇનેપલ
પાઇનેપલનાં નાના ટુકડા કાપી તેને નિશાન પર લગાવો અથવા તો તેનું જ્યૂસ પણ પી શકાય છે. આવું દિવસમાં ઘણી વખત કરો. આપનાં નિશાન હળવા પડી જશે.

ઠંડી ચમચી
આ રીતને અપનાવતા આપને દુઃખાવો તથા સોજો બંનેમાંથી છુટકારો મળશે. એક ચમચી લો અને તેને થોડાક કલાકો માટે ફ્રીઝરમાં મૂકી રાખો. પછી આ જ ચમચીથી નિશાનની જગ્યા ઉપર થોડીક વાર માટે મસાજ કરો.

દારૂ
આ ઠંડી અને કીટાણુનાશક ગુણોથી પરિપૂર્ણ હોય છે. તેને નિશાન પર એક રૂના પુમડા દ્વારા લગાવવી જોઇએ. એક વાર જ્યારે તે સુકાઈ જાય, ત્યારે તરત જ મૉઇશ્ચરાઇઝર લગાવી લો.

કેળાની છાલ
કેળાની છાલ ઠંડક તથા આરામ પ્રદાન કરે છે. તેને લગાવવા માટે કેળાની છાલને નિશાન પર લગાવી હળવેથી રગડો.

ગરમ સેક
જો લવ બાઇટ 2-3 દિવસ જૂની થઈ ગઈ હો, તો તેનું ગરમ વસ્તુથી સેક કરો. એક ટૉવેલને ગરમ પામીમાં પલાડી દો અને તેને નિશાન પર લગાવો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન થશે અને ત્વચાનો રંગ હળવો પડશે. ક્યારેય પણ ગરમ પાણી ડાયરેક્ટ ત્વચા પર ન લગાવો.

ટૂથપેસ્ટ
લવ બાઇટ પર થોડીક ટૂથપેસ્ટ લગાવો. તેનાથી નિશાન તરત જ હળવા પડી જાય છે. પછી 10 મિનિટ બાદ તેને હળવા ગરમ પાણીથી ધોઈ લો. આ વિધિ દિવસમાં બે વખત કરો.

English summary
Check out the list of Home Remedies To Get Rid Of Love Bites in this article. Read on to know more about the remedies to get rid of love bites.
Story first published: Saturday, October 15, 2016, 11:22 [IST]
X
Desktop Bottom Promotion