ગળાની કાળાશથી છુટકારો પામવાનાં ઘરગથ્થુ નુસ્ખાઓ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

આપ પોતાનાં સૌંદર્યને મર્યાદિત કેમ રાખવા માંગો છો ? જો આપ બ્યુટી પાર્લ જઈ પોતાનાં ચહેરા પર નિખાર લાવવા માટે ઢગલો પૈસા ખર્ચો છો, તો પછી આપ ગળાને કેમ ભૂલી જાઓ છો ? ચહેરાની સંભાળની સાથે-સાથે ગળાની સંભાળ પણ જરૂરી છે. તેનાથી ગળાનાં ભાગે કાળાશ નથી આવતી.

જો ચહેરો ગોરો છે અને આપનું ગળું કાળું છે, તો વિચારો કે આપની બીજાઓ સામે કેવી ઇમ્પ્રેશન પડશે ? એવા ઘણા ગરગથ્થુ નુસ્ખાઓ છે કે જેનાથી આપ ગળાની કાળાશ દૂર કરી શકો છો.

લિંબુનો રસ

લિંબુનો રસ

બે ચમચી લિંબુનો રસ અને બે ચમચી ગુલાબ જળ મેળવી રૂની મદદથી ગળાનાં કાળા ભાગે લગાવો. તેને આખી રાત માટે છોડી દો અને સવારે સારી રીતે ધોઈ લૂછી લો. જો આપ એક મહિના સુધી આવું કરશો, તો આપને પરિણામ નજરે પડવા લાગશે.

ઓટ સ્ક્રબ

ઓટ સ્ક્રબ

ગળાનાં જે ભાગે ડેડ સ્કિન જમા થઈ જાય છે, તે ભાગે કાળાશ આવી જાય છે. આપ સ્ક્રબ વડે ડેડ સ્કિન સેલ્સ હટાવી શકો છો અને તે ભાગની કાળાશ ઓછી કરી શકો છો. આપ ઓટથી સ્ક્રબ કરી ત્વચાને ધોઈ લો. ત્રણ-ચાર ચમચી ઓટ લઈ તેને સારી રીતે વાટી લો. હવે તેમાં બે ચમચી ટમાટરનું પેસ્ટ મેળવી સારી રીતે મિક્સ કરી લો. આ વાતનું ધ્યાન રાખો કે આપ ઓટને પાવડર જેટલું ઝીણું ન વાટો. તેનાથી તેનું એક્સફોલિએટિંગ ગુણ ખતમ થઈ જશે. આ મિશ્રણને ગળાની ત્વચા પર લગાવી 20 મિનિટ માટે છોડી દે. તે પછી પોતાની આંગળીને ભીની કરી આરામથી સ્ક્રબ અને પછી ઠંડા પાણીથી ધોઈ લો. સારા પરિણામ માટે અઠવાડિયામાં લઘુત્તમ બે-ત્રણ વાર આવું કરો.

કેળા પૅક

કેળા પૅક

પોતાનાં ગળાની ડાર્ક સ્કિન ચમકાવવા માટે આપ કેળા અને ઑલિવ ઑયલની મદદથી એક પૅક તૈયાર કરી શકો છો. એક સરેરાશ આકારનાં કેળાને મશળી લો અને તેમાં બે ચમચી ઑલિવ ઑયલનું તેલ મેળવી લો. હવે તેને ગળા પર લગાવ્યા બાદ 15 મિનિટ માટે છોડી દો. તે પછી તેને સામાન્ય પાણીથી ધોઈ લો. ગળાની ત્વચામાં નિખાર લાવવા માટે આ પૅક અઠવાડિયામાં બે વખત લગાવો.

બૅકિંગ સોડા

બૅકિંગ સોડા

સ્કિનનાં હાઇપર પિગ્મેંટેશન હટાવવા માટે આ પ્રાકૃતિક સ્ક્રબનો ઉપયોગ કરો. એક વાટકીમાં બે ચમચી બૅકિંગ સોડા લઈ પાણીની મદદથી પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને આંગળીની મદદથી લગાવી 20થી 30 મિનિટ માટે છોડી દો. બૅકિંગ સોડા સ્કિન એક્સફોલિએટરનું કામ કરે છે. તે ગળાથી કાળી ધારીઓ હટાવવામાં મદદ કરશે.

સનસ્ક્રીન લગાવો

સનસ્ક્રીન લગાવો

જ્યારે આપ ઘરમાંથી બહાર નિકળો, ત્યારે ત્વચાને સલામતી આપવા માટે સન સ્ક્રીનનો ઉપયોગ કરો. મોટાભાગનાં લોકો માત્ર ચહેરા પર સન સ્ક્રીન લગાવે છે, પરંતુ આપ તે તમામ જગ્યાઓ પર લગાવે કે જે ખુલ્લા ભાગ હોય.

English summary
Treating the neck part similar to face and taking proper nurture will help to reduce the darkness formed over the neck. So, here are the natural home made remedies to treat your black neck.