પાનના પાંદડા કેવી રીતે કરી શકે છે મોટાપો ઓછો?

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

પાનનું પાંદડું દિલના આકારનું હોય છે જેને મોટાભાગના લોકો તમાકુ-સોપારી કે પછી ચૂનો નાંખીને ખાવાનું પસંદ કરે છે. બની શકે કે તમે ઘણીવાર જમ્યા પછી પાન ખાવાનું પસંદ કરો છો પરંતુ શું તમે જાણો છો કે તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભ પણ થાય છે? જો તમને એ જાણવા મળે કે પાન ખાવાથી તમે મોટાપા પર કંટ્રોલ કરી શકો છો, તો તમે શું કહેશો.

જી હાં, જો પાનનાં પત્તાને કાળા મરીના દાણાની સાથે ખાશો, તો તે ૮ અઠવાડિયામાં મોટાપો ઓછો કરી દેશે. નીચે જાણો કે આ કેવી રીતે કામ કરે છે અને તેને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ.

Betel leaf home remedy for weight loss

પાનનાં પત્તા ખૂબ જ શક્તિશાળી ગુણોથી ભરપૂર હોય છે, તે સારા પાચન માટે જાણીતા છે. એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે પાનનાં પત્તા શરીરનું મેટાબોલિજ્મ વધારે છે તથા પેટમાં એસિડીટીને થતા રોકે છે.

જમ્યા પછી તમે પાનનાં પત્તાને જેવું મોંઢામાં નાંખો છો, તે તરત જ તેની અસર દેખાડવાનું શરૂ કરી દે છે. તેને ખાવાથી મોંઢામાં થૂંક બનવા લાગે છે અને તે પેટને ખાવાનું પચાવવા માટે મજગને સિગનલ આપે છે. તે શરીરમાંથી ઝેરીલા પર્દાથને પણ નીકાળવામાં મદદરૂપ છે. પાન ખાવાથી કબજીયાતની સમસ્યા પણ થતી નથી. આયુર્વેદ અનુસાર પાનનાં પત્તા શરીરમાંથી મેઘા ધાતુ એટલે કે બોડી ફેટ નીકાળે છે, જેનાથી વજન ઓછો થાય છે.

Betel leaf home remedy for weight loss

દરરોજ સવારે નાસ્તાના ઉપરાંત કાળા મરીની સાથે પાન ખાવાથી ભૂખ પણ સારી લાગે છે. એવું યૂજીનોલ અવયવને કારણે થાય છે. ઉંઘવાના થોડા સમય પહેલા પાનને મીંઠુ અને અજમાની સાથે મોંઢામાં રાખવાથી ઉંઘ સારી આવે છે.

જો બીજી બાજું કાળા મરીની વાત કરવામાં આવે તો તેમાં પેપ્પેરીન અને પાયથોન્યૂટ્રિયંટ્સ હોય છે જે ફેટને બ્રેક ડાઉન કરે છે. સાથે તેમાં રહેલ પેપ્પેરિન તત્વ પાચનક્રિયામાં મુખ્ય રોલ ભજવે છે. કાળા મરી શરીરમાંથી મૂત્ર અને પરસેવાને નીકાળે છે જનાથી શરીરમાંથી વધારાનું પાણી અને ગંદકી નીકળી જાય છે.

Betel leaf home remedy for weight loss

કેવી રીતે કરશો ઉપોયોગ:
એક પાનનું પત્તું લો અને તેમાં ૫ જેટલા કાળા મરી રાખો. પછી તેને વાળીને ચાવો. તેને ખાલી પેટ દરરોજ ૮ અઠવાડિયા સુધી ખાઓ. તે ખાવામાં તીખું લાગશે. તેને ધીમે ધીમે ચાવીને ખાઓ જેનાથી તેના બધા જ પોષણ તમારા થૂંકની સાથે સરળતાથી પેટની અંદર જશે.

Betel leaf home remedy for weight loss

ચેતવણી:
પાનનાં પત્તાં હમેંશા તાજા હોવા જોઈએ. તે લીલા રંગના અને કોમળ હોવા જોઈએ. જો તે સૂકાઈ ગયેલા અને પીળા રંગના પડી ગયા હોય તો તેને ના ખાશો કેમકે તેમાં સમાયેલા બધા ઔષધિય મૂલ્ય ગુમાવી બેસેલા હોય છે. તેના ઉપરાંત સડેલા પત્તા જેનો રંગ કાળો પડી ગયેલો હોય તેને પણ ના ખાશો નહીં તો પેટ ખરાબ થવાનો ડર રહે છે.

English summary
did you know that chewing betel leaves can help you lose weight too? When combined with pepper this mixture becomes a potent weight loss tool.