For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યુવાનીમાં જ આવી ગયા સફેદ વાળ ? જાણો કેવી રીતે તેમને બનાવશો ફરીથી કાળા ?

By Super Admin
|

આનુવાંશિકતા અને સ્ટ્રેસનાં કારણે ઉંમર કરતા પહેલા જ વૃદ્ધત્વ આવી જાય છે. આ ઘરગથ્થુ નુસ્ખાઓથી આપ સફેદ વાળોથી છુટકારો પામી શકો છો.

વાળનું સફેદ થવું કોઈ બીમારી નથી, પણ એક સમસ્યા છે કે જે ધૂળ, માટી, પ્રદૂષણ અને સારી રીતે દેખરેખ ન કરવાથી થાય છે. આ તમામ કારણોથી વાળમાં મોજૂદ પોષક તત્વો સમાપ્તથવા લાગે છે.

જેના કારણે વાળનો રંગ સફેદ થવા લાગે છે. આ ઉપરાંત વારસાગત તાણ અને સ્ટ્રેસનાં કારણે પણ વાળ સફેદ થાયછે. કસમયે વાળ સફેદ થવાનાં કારણે ઘણી વાર લોકોને ચિંતા થાય છે. તેમને ઉંમર કરતા વહેલું વૃદ્ધત્વ આવી જાય છે. લોકો સફેદ વાળ છુપાવવા માટે ઘણા પ્રકારનાં જતનો કરતા હોય છે.

જેમ કે કલર લગાવો કે ડૉક્ટર પાસેવાળ કાળા કરવા માટે દવાઓ લાવવી. આજે અમે આપને અહીં વાળ કાળા કરવા માટેનાં કેટલાક ઘરગથ્થુ ઉપાયો જણાવીશું કે જેની મદદથી આપ ફરીથી ચમકદાર, કાળઆ અને ઘટ્ટ વાળનું સૌંદર્ય પરત પામી શકો છો. આવો જાણીએ કેવી રીતે ?

બ્લૅક કૉફી
સફેદ વાળને કાળા કરવા માટે બ્લૅક કૉફીનો ઉપયોગ કરો. બ્લૅક કૉફી કોઈ પણ સાઇડ ઇફેક્ટ વગર સફેદ વાળમાંથી છુટકારો અપાવી શકે છે. તેના માટે આપ બ્લૅ કૉફીને પૂરા વાળમાં સારી રીતે લગાવો અને લગભગ અડધા કલાક સુધી તેને લાગેલી રહેવા દો. તે પછી શૅમ્પૂ કર્યા વગર પોતાનાં વાળ સારી રીતે ધોઈ લો અને થોડાક અઠવાડિયાઓ સુધી આવું કરતા રહેવાથી વાળ પ્રાકૃતિક રીતે કાળા થવા લાગશે.

ઓટ્સ
ઓટ્સનો પ્રયોગ ભલે આપણે ખાવા માટે કરીએ છીએ, પરંતુ અહીં આપની જાણકારી માટે બતાવી દઇએ કે ઓટ્સમાં બાયોટિન તત્વ મોજૂદ રહે છે કે જે આપનાં સફેદ વાલને કાળા કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. અને એટલું જ નહીં, તેમાં મોજૂદ બાયોટિન તત્વ આપના વાળનાં ડૅંડ્રફનો પણ સફાયો કરે છે. ઓટ્સથી સફેદ વાળ કાળા કરવા માટે આપ ઓટ્સને પલાડી કે પછી ઉકાળીને હૅર મૉસ્ક તરીકે તેનો પ્રયોગ કરો અને થોડાક જ અઠવાડિયાઓમાં આપનાં વાળ પ્રાકૃતિક રીતે કાળા નજરે પડવા લાગશે તથા જો વાળમાં ડૅંડ્રફની સમસ્યા પણ છે, તો મૂળમાંથી ખતમ થઈ જાય છે.

ચાની પત્તી
ચાની પત્તી સફેદ વાળને કાળા કરવા માટે ખૂબ સહાયક સાબિત થાય છે. ચા પત્તીથી સફેદ વાળ કાળા કરવા માટે ચા પત્તીને સારી રીતે પામીમાં ઉકાળી લો અને પછી આ પાણીથી વાળને ધોઈ લો. આ ભલે પોતાનું કામ ધીમે-ધીમે કરે છે, પરંતુ આ રીત પૂર્ણત્વે કુદરતી છે અને તે આપનાં માથામાં મોજૂદ એક-એક સફેદ વાળને કુદરતીરીતે કાળા કરી દે છે અને તેમાં એક અલગ જ કુદરતી ચમક પેદા કરે છે. આપ પોતે આશ્ચર્ય પામશો વાળની રેશમી ચમકને જોઈને.

આંબળા
આંબળામાં રહેલા એંટીઑક્સીડંટ તથા વિટામિન સી આપણા વાળને સફેદ થતા બચાવે છે. આપ ઇચ્છો તો દરરોજ આંબળાનું સેવન કરીને પણ તેનો ફાયદો પામી શકો છો.

કરી પત્તા
કરી પત્તામાં નારિયેળનું તેલ મેળવી લો અને પછી આ તેલથી પોતાનાં વાળમાં સારી રીતે મસાજ કરી લો. પછી તેને રાત ભર વાળમાં લાગેલું રહેવા દો અને બીજા દિવસે પોતાનાં વાળ ધોઈ નાંખો.

મહેંદી
વાળને ડૅમેજ કરવાના સ્થાને તેમને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે મહેંદી. આપ ઇચ્છો, તો મહેંદીમાં કૉફી અને આંબળા પાવડર મેળવી શકો છો. આ ઉપરાંત મહેંદીનાં પાંદડાને નારિયેળનાં તેલમાં નાંખી ઉકાળી પણ શકો છો.

ડુંગળીનો રસ
ડુંગળીનાં રસમાં સલ્ફર હોય છે કે જે આપણા વાળને સફેદ ન થવામાં મદદ કરે છે. તેના માટે આપ 2થી 3 ડુંગળી વાટી તેનો રસ જુદો કાઢી લો. પોતાનાં વાળમાં લગાવો.

કલૌંજી (નિજેલા સેટાઇવા)નો ઉપયોગ
વાળ કાળા કરવામાં કલૌંજી પણ ઓછી મહત્વની નથી. કલૌંજીનો ઉપયોગ આપ આ રીતે કરો. લગભગ 1 લીટર પાણીમાં આપ 50 ગ્રામ કલૌંજી નાંખી તેને સારી રીતે ઉકાળી લો અને આ ઉકાળેલા પાણીને ઠંડુ કર્યા બાદ આ પાણીથી વાળ ધુઓ. લગભગ દર બીજા દિવસે આવુ કરવાથી એક મહિનાની અંદર જ આપનાં વાળા કાળા-ઘટ્ટ અને લાંબા થઈ જશે.

English summary
following are few home remedies ayurvedic treatments that can help you deal with premature graying.
Story first published: Tuesday, March 28, 2017, 10:12 [IST]
X
Desktop Bottom Promotion