For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાળમાંથી જૂં નિકાળવાના ૧૪ ઘરઘથ્થું ઉપાય

By Karnal Hetalbahen
|

જૂં એક પ્રકારની પૈરાસાઈટ હોય છે. જે ખોપરીમાં વાળની અંદર રહે છે અને માથાનું લોહી ચૂસતી રહે છે. જૂં થવાની સમસ્યા સૌથી વધુ બાળકોમાં હોય છે. ઘણીવાર બાળક બહાર રમે છે અને બીજા બાળકની જૂં ભરી લાવે છે અને તે બાળકોની સાથે રહેવાવાળા લોકોને પણ માથામાં જૂં થઈ જાય છે.

માથામાં જૂં થવાથી ખજંવાળ વધારે પડતી આવે છે અને દરેક સમયે કળતર પણ થતી રહે છે કેમકે તે લોહી પીતી રહે છે. બજારમાં ઘણા એવા કેમિકલ મળે છે જે દાવા કરે છે કે તેનાથી જૂં તરત નિકળી જશે પરંતુ તે કેમિકલ હોય છે અને તમારા બાળકની માથાની નાજુક ત્વચા પર ખરાબ પ્રભાવ પાડી શકે છે.

લસણ

લસણ

લસણની ગંધ ખૂબ તીખી હોય છે, જો તેને પીસીને વાળમાં લગાવીને અને કલાક પછી ધોઇ લો , તો બધી જ જૂં મરીને નિકળી જાય છે. તમે ઈચ્છો તો આ પેસ્ટની સાથે લીંબુનો રસ પણ મેળવી શકો છો.

સફેદ સિરકા

સફેદ સિરકા

ઊંઘતા પહેલા, સફેદ સિરકા લો અને તેને પોતાના વાળ પર લગાવો, બસ એવી જ રીતે જેમ કે તમારા વાળમાં તેલ લગાવતી હોય. લગાવ્યા પછી તમે ટુવાલથી તમારા માથાને કવર કરી લો અને આખી રાત લગાવેલું રાખો. સવારે ઉઠીને માથું ધોઈ લો. જ્યારે તમે શેમ્પુ કર્યા પછી કાંસકો કરશો, તો બધી જૂં પોતાની મેળે જ બહાર આવી જશે.

બેબી ઓઈલ

બેબી ઓઈલ

તમને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ જો તમે બેબી ઓઈલ લગાવીને સવાર-સવારમાં વાળમાં કાંસકો કરો, તો ઘણી બધી જૂં ખેંચાઈ આવે છે. તેની જગ્યાએ તમે બદામનું તેલ પણ ઉપયોગમાં લઈ શકો છો.

જૈતૂનના તેલની સાથે કાંસકો કરો

જૈતૂનના તેલની સાથે કાંસકો કરો

જૂં થાય ત્યારે જૈતૂનનું તેલ લગાવીને કાંસકો કરી લો. જૈતૂનનું તેલ અઠવાડિયામાં ત્રણ વાર લગાવો, જેથી તમને જૂં નહી થાય.

મીંઠુ

મીંઠુ

જૂં થાય ત્યારે મીંઠુ ઘણી અસરકારક સામગ્રી હોય છે. પાંચ ચમચી મીંઠુ લો અને અડધો કપ સિરકામાં ઘોળી લો. આ મિશ્રણને તમારી ખોપરીમાં લગાવો અને શાવર કેપ લગાવી દો. બે કલાક સુધી એમ જ રહેવા દો. તેના પછી વાળને ધોઈને કાંસકો કરી લો. ત્રણ દિવસમાં તમને સારું રિઝલ્ટ મળી જશે.

પેટ્રોલિયમ જૈલી

પેટ્રોલિયમ જૈલી

પેટ્રોલિયમ જૈલીમાં એવા ગુણ હોય છે જે જૂં ને ચીપકી રાખે છે જેનાથી જૂંનો દમ ઘૂંટાઈ જાય છે અને તે નિકળી જાય છે. રાત્રે ઉંઘતા પહેલા પેટ્રોલિયમ જૈલીને લગાવો અને આખી રાત એમ જ રહેવા દો. પછી સવારે કાંસકો કરો, ઘણી બધી જૂં નીકળશે.

જરૂરી ઓઈલ ટ્રીટમેન્ટ

જરૂરી ઓઈલ ટ્રીટમેન્ટ

જૈતૂનનું તેલ અને આલ્કોહોલને મેળવી લો. આ મિશ્રણને પોતાના માથામાં લગાવો અને આખી રાત રહેવા દો. તેના પછી સવારે માથું ધોઈ લો. તમે ઈચ્છો તો લીમડાનું તેલ, લવિંગનું તેલ, તજનું તેલ વગેરે પ્રકારના તેલનો પણ ઉપયોગ કરી શકો છો.

ટ્રી ટી ઓઈલ

ટ્રી ટી ઓઈલ

ટ્રી ટી ઓઈલ એક પ્રાકૃતિક એનસેક્ટીસાઈડ હોય છે જે જૂંને સરળાથી વાળમાંથી દૂર કરી શકે છે. આ ઓઈલમાં ગરીનું તેલ મિક્સ કરો અને માથાના વાળમાં લગાવો. અડધો કલાક સુધી માથામાં લગાવેલું રહેવા દો અને પછી માથાને ધોઈને સારી રીતે કાંસકો કરી લો.

મેયોનેજ

મેયોનેજ

મેયોનેજમાં જૂંને મારાવાનો ગુણ હોય છે. તેને પીસીને માથામાં લગાવો અને થોડી વાર પછી ધોઈ લો, જેનાથી જૂં મરી જાય છે અને નિકળી જાય છે.

માખણ

માખણ

માખણને બ્રેડની જગ્યાએ તમારા બાળકના માથામાં લગાવો, આખી રાત રહેવા દો અને સવારે ધોઈ લો. તેનાથી તમને જૂંની સમસ્યાથી રાહત મળશે.

બેકિંગ સોડા

બેકિંગ સોડા

બેકિંગ સોડા, જૂં નીકાળવા માટે ઘણું અસરકારક હોય છે. તેમાં જૈતૂનનું તેલ મેળવી લો અને તેને સારી રીતે માથામાં લગાવી લો. આખી રાત રહેવા દો ત્યારબાદ સવારે ધોઈ લો.

નારિયેળ તેલ અને સફરજનનું વિનેગર

નારિયેળ તેલ અને સફરજનનું વિનેગર

આ ઉપાય થોડો મોંઘો છે પરંતુ ખૂબ જ અસરકાર છે. નારિયળનું તેલ અને સફરજનના વિનેગરને બરાબર માત્રામાં મેળવી લો અને લગાવી લો. ત્યારપછી વાળને સારી રીતે ધોઈને કાંસકો કરો.

હાઈડ્રોજન પેરોક્સાઈડ અને બોરેક્સ

હાઈડ્રોજન પેરોક્સાઈડ અને બોરેક્સ

હાઈડ્રોજન પેરોક્સાઈડ અને બોરેક્સને મેળવી લો. આ મિશ્રણને વાળમાં લગાવો અને માલિશ કરો, ત્યારબાદ તેને સારી રીતે ધોઈ લો.

ડેટોલ

ડેટોલ

ડેટોલ એક એંટીસેપ્ટીક હોય છે જે જૂંને પણ દૂર કરી શકે છે. તેને લગાવ્યા પછી તમે એક કલાક સુધી એમ જ રહો અને પછી ધોઈ લો. જાડું ડેટોલ લગાવાથી સારું રહેશે કે તમે તેમાં થોડું પાણી મેળવીને લગાવો, નહિતર ત્વચામાં બળતરાં પણ થઈ શકે છે.

English summary
Home remedies for head lice are the best. Take a look at some ways on how to remove lice in hair.
Story first published: Tuesday, February 7, 2017, 9:33 [IST]
X
Desktop Bottom Promotion