For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

૧૨ ઘરગથ્થુ ઉપાયોથી દૂર કરો પ્રેગ્નેન્સી અને સ્તનવૃદ્ધિ પછી થનાર સ્ટ્રેચ માર્ક્સ

By KARNAL HETALBAHEN
|

તમારે સ્ટ્રેચ માર્ક્સને લઈને ચિંતિંત થવાની બિલ્કુલ પણ જરૂર નથી. આજે અમે તમને ૧૨ સૌથી સારા અને સુરક્ષિત ઘરગથ્થુ ઉપાય જણાવી રહ્યા છીએ. સામાન્ય રીતે સ્ટ્રેચ માર્ક્સ શરીરમાં પ્રેગ્નેન્સી અને વજન ઘટ્યા પછી દેખાઈ આવે છે. સ્ટ્રેચ માર્ક્સ શરીરનો વધારો થવાના કારણે થાય છે.

આવું મોટાભાગે રેપિડ ઓબેસિટી (ત્યારે વજન ઓછો કરવા), ગર્ભાવસ્થા કે સ્તન વૃદ્ધિના સમયે થાય છે. શરીરમાં રહેલા કોલેગન ફાઈબરની ઉણપના કારણે સ્કીનનું લચીલાપણું ખતમ થઈ જાય છે જેના કારણે શરીરમાં સફેદ અને ગુલાબી નિશાન પડી જાય છે જે કે શરીરમાં ધારિયોવાળા નિશાનની જેમ નજર આવે છે.

આ નિશાનોને કેટલાક ઘરગથ્થું ઉપાયોની મદદથી દૂર કરી શકાય છે. આવો જાણીએ કે કેવી રીતે સ્ટ્રેચ માર્ક્સને સારા ઘરગથ્થું ઉપાયોથી મટાડી શકાય છે.

ઓલિવ ઓઈલ/ વિટામીન E/ કોકોનેટ ઓઈલ

ઓલિવ ઓઈલ/ વિટામીન E/ કોકોનેટ ઓઈલ

પ્રેગ્નેન્સી દરમિયાન થયેલા સ્ટ્રેચ માર્ક્સને દૂર કરવાનો સૌથી સુરક્ષિત અને નેચરલ ઉપાય છે. ઓલિવ ઓઈલ વિટામીન ઈ થી ભરપૂર હોય છે. જૈતૂનનું તેલ વિટામીન ઈ થી ભરપૂર હોય છે. તે તમારી ત્વચામાં મુક્ત કણોને નિષ્ક્રિય કરી દે છે, અને શરીરને કોમળ બનાવી રાખવાની સાથે ઘાને પણ ઠીક કરે છે. તમે ઈચ્છો તો ઓલિવ ઓઈલની જગ્યાએ નારિયેળનું તેલ અને વિટામીન ઈ ઓઈલનો ઉપયોગ પણ કરી શકો છો.

ઈંડાની સફેદી

ઈંડાની સફેદી

સ્ટ્રેચ માર્ક્સ દૂર કરવા માટે આ સૌથી સારા ઉપાયોમાંથી એક છે. ઈંડાની સફેદી તમારી ત્વચા માટે કોઈ પણ ચમત્કારથી ઓછી નથી. તે સ્કીનને મજબૂત કરવાની સાથે જ પોષકતા આપે છે. નિશ્ચિત રહો ઈંડાની સફેદી જ યૂઝમાં લેવાની છે. દિવસમાં બે વખત તેને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો જલ્દી જ તેનું રિઝલ્ટ જોવા મળશે.

બટાટા

બટાટા

બટાટાના રસમાં વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. જે કે ત્વચાની કોશિકાઓને ફરીથી બનવામાં મદદરૂપ થાય છે. અડધા બટાટાને શરીર પર ઘસો અને કોશિશ કરો કે ત્વચા સુધી નિશ્ચિત માત્રામાં બટાટાનો રસ લાગે અને તેના પછી તેને સૂકાવા દો. પછી ગરમ પાણીથી ત્વચા ધોઈ લો.

સુગર સ્ક્રબ

સુગર સ્ક્રબ

અડધા કપ સુગરમાં લીંબુનો જ્યુસ નાંખો. પછી તેમાં બદામના તેલના થોડા ટીંપા નાંખો. શાવરના સમયે આ સ્ક્રબને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો અને દસ મિનીટ માટે રહેવા દો. પછી શાવર લો.

કોકોઆ બટર કે શિયા બટર

કોકોઆ બટર કે શિયા બટર

કોકોઆ બટર કે શિયા બટર શરીરમાં નવી કોશિકાઓ બનાવે છે સાથે જ શરીરને કોમળ બનાવી રાખે છે. તેને દરરોજ ઉપયોગ કરવાથી સ્ટ્રેચ માર્ક્સ ગાયબ થવા લાગે છે.

કેસ્ટર ઓઈલ

કેસ્ટર ઓઈલ

કેસ્ટર ઓઈલ ચહેરાની ઘણી રીતની સમસ્યાઓથી છૂટકારો અપાવે છે. ચહેરાના રિંકલ્સથી લઈને ખીલના નિશાન જાય છે. એવી જ રીતે તેનાથી સ્ટ્રેચ માર્ક્સના નિશાન પણ જાય છે. સ્નાન કરતા પહેલા ૧૫ મિનીટ પહેલા કેસ્ટર ઓઈલ લગાવો. તમે કેસ્ટર ઓઈલ લગાવ્યા પછી પોતાને ગરમ ટુવાલથી લપેટી લો. પછી તમે એક શાવર લો તેનાથી સ્ટ્રેચ માર્ક્સ જલ્દી જશે.

ગ્લાઈકોલિક એસિડ

ગ્લાઈકોલિક એસિડ

ગ્લાઈકોલિક એસિડ શેરડી કે દ્રાશમાં મળી આવે છે. તેનાથી ત્વચાની દેખભાળ સંબંધિ સમસ્યાઓના ઉપાયમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે શરીરમાં કોલેગનના ઉત્પાદનને વધારવાની સાથે જ શરીરને ખૂબ લચીલું પણ બનાવે છે. પ્રેગ્નેન્સી દરમિયાન ગ્લોઈકોલિક એસિડને શરીર પર લગાડવું સુરક્ષિત માનવવામાં આવે છે.

વિટામીન A ક્રીમ

વિટામીન A ક્રીમ

વિટામીન A ક્રીમ સ્ટ્રેચ માર્ક્સને શરીર પરથી દૂર કરવાની સાથે જ શરીરમાં કોલેગનની માત્રાને વધારે છે અને શરીરમાં રહેલા પહેલાથી જ જૂના સ્ટ્રેચ માર્ક્સને દૂર કરે છે. આ ક્રીમને પ્રેગ્નેન્સી અને બ્રેસ્ટફિડિંગ દરમિયાન ઉપયોગ ના કરવો જોઈએ. તેના કારણે કેટલીક જન્મથી જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. તેને લગાવીને તડકાંમાં ના જશો અને સારા વિટામીન A ક્રીમ માટે ર્ડોક્ટરની સલાહ લો.

જરૂરી તેલ

જરૂરી તેલ

તમે જરૂરી તેલની થોડી માત્રા સાથે ઓલિવ ઓઈલને મિક્સ કરીને સ્ટ્રેચ માર્ક્સ પર લગાવો. તેમાં નારિયેળ તેલ, સ્વીટ બદામનું તેલ, જોજોબા ઓઈલ પણ મિક્સ કરી શકો છો. કેટલાક એવા તેલ પણ છે જે સ્ટ્રેચ માર્ક્સ પર જલ્દી કામ કરે છે. જેવા કે લવન્ડર, ગુલાબ અને જેરેનિયમ ઓઈલ.

એલોવેરા

એલોવેરા

સ્ટ્રેચ માર્ક્સ પર ફ્રેશ અને તાજા એલોવેરા લગાવો. જ્યા સુધી સ્કીન તેને અબ્જોર્બ ના કરે. તેને સૂકાવા દો. એલોવેરામાં વિટામીન ઈ પણ મિક્સ કરીને લગાવી શકાય છે.

મોશ્ચરાઈઝિંગ

મોશ્ચરાઈઝિંગ

સ્કીનમાં નમી બનાવી રાખવા માટે વધારેમાં વધારે પાણી પીઓ. કેફીન અને મીઠા પેય પદાર્થોને એવોઈડ કરો. સાફ પાણી પીઓ તેનાથી સ્કીન હાઈડ્રેડ રહેશે અને બોડીમાં નમીના કારણે સ્ટ્રેચ માર્ક્સ આછા થવા લાગશે.

લેમન જ્યૂસ

લેમન જ્યૂસ

લેમન જ્યુસ સ્કીનનો ટોન નિખારવા માટે જાણીતો છે. લીંબુના આ ગુણ સ્ટ્રેચ માર્ક્સ દૂર કરાવાના કામમાં પણ આવે છે. સ્ટ્રેચ માર્ક્સ પર લીંબુ લગાવવાથી સ્ટ્રેચ માર્ક્સ ગાયબ થઈ જાય છે. સ્નાન કરતા પહેલા શરીર પર સ્ટ્રેચ માર્ક્સવાળી જગ્યા પર લીંબુ લગાવો પછી સૂકાયા પછી ધોઈ લો.

English summary
There are home remedies for stretch marks. They are safe & natural treatment of stretch marks in pregnancy too.
Story first published: Tuesday, April 4, 2017, 13:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X