For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એસિડીટી અને છાતીની બળતરાથી છૂટકારો મેળવવા માટે કરો આ ૧૦ ફેરફાર

By Karnal Hetalbahen
|

છાતીમાં બળતરા અને એસિડીટી (મેડિકલની ભાષમાં ગૈસ્ટ્રો- એસોફૈગલ રિફ્લેક્સ ડિજીજ - જીઈઆરડી) ખોટી ખાવની આદત અને વધુ મસાલેદાર ખાવાના શોખીન લોકોમાં આ એક સામાન્ય વાત છે. લગભગ દરેક વ્યક્તિ જે પેટના ખટાશપણા, છાતીમાં બળતરા, દર્દ અને વારંવાર પેટ ખરાબ થવાની સમસ્યાઓથી પીડાવ છો તે જલદી આરામ માટે એંટાસિડ પર નિર્ભર રહે છે.

જોકે એંટાસિડથી તમને એક કલાકમાં આરામ મળી જાય છે પરંતુ તેના સાઈડ-ઈફેક્ટસ પણ હોય છે જે તમારા પાચન તંત્રને લાંબા સમય માટે અસર કરે છે. જો તમે તમારી લાઈફસ્ટાઈલમાં આ ૧૦ બદલાવ લાવો તો તમે વારંવાર થવાવાળી એસિડીટી અને છાતની બળતરાની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

૧. સ્વાસ્થ્યકારક ખાવાનુ ખાઓ

૧. સ્વાસ્થ્યકારક ખાવાનુ ખાઓ

જો તમને વારંવાર એસિડની સમસ્યા થતી હોય તો કેટલાક ખાદ્ય પદાર્થ છે જેને તમારે તમારા ખોરાકમાંથી દૂર કરવા પડશે. મસાલેદાર ખાવાનું જેવું કે સમોસા, બર્ગર, ચિપ્સ, અને ડેઝર્ટસ અને મિઠાઈઓ જેવી કે ચોકલેટ, ડોનટ્સ, કેક્સ વગેરે એસિડીટીના મુખ્ય કારણ છે. જો તમને નિરંતર એસિડીટી રહેતી હોય તો તમે ખાટાં ફળો જેવા કે ઓરેન્જ, દ્રાક્ષ, લીંબુ વગેરેનું પણ સેવન ના કરવું જોઈએ કેમ કે એસિડની વધારે માત્રાના કારણે આ ફળ તમારા માટે વધારે નુકશાનકારી થઇ શકે છે.

૨. તમારા ખાવાની રીત બદલો

૨. તમારા ખાવાની રીત બદલો

તમે શું ખાઓ છો તેની સાથે જ તમે કેટલું ખાઓ છો તે પણ મહત્વપૂર્ણ છે. તમારા ખાવાની માત્રા મુખ્ય રૂપથી તમારા પાચન તંત્રને પ્રભાવિત કરે છે. જે લોકોને બે વખત ખાવાની વચ્ચે વધારે સમયનું અંતર હોય છે તેને ઓવરઈટિંગની આદત હોય છે. ઓવરઈટિંગથી પાચન તંત્ર પર દબાણ આવે છે જેનાથી વધારે એસિડ બને છે. તેના કરતા તમે થોડા થોડા અંતરે ત્રણ કે ચાર વખત ખાવાનું ખાઓ.

૩. ધીમે ખાઓ

૩. ધીમે ખાઓ

ડાઈજેસ્ટિવ ડિજીજ વીક ૨૦૦૩માં પ્રસ્તુત રીપોર્ટના અનુસાર જે લોકો ખોરાક ખાવામાં ૩૦ મિનિટ લે છે તેનામાં એસિડ રિફ્લકે્સ ૮.૫ વખત થાય છે પરંતુ જે લોકો ૫ મિનિટમાં જ ખાવાનું ખાય છે તેમાં તે ૧૨.૫ વખત હોય છે. શોધકર્તાઓના અનુસાર ઓવરઈટિંગથી પેટમાં ખાવાની માત્રા વધારે એકત્રિત થઈ જાય છે જે વધારે એસિડ ઉત્પન્ન કરવાનું કારણ બને છે.

૪. જમીને તરત જ ના ઉંઘો

૪. જમીને તરત જ ના ઉંઘો

જ્યારે તમે મોડેથી જમો છો ત્યારે તમે થાકેલા હોવ છો અને ૧ કલાકની અંદર જ તમે સૂઈ જાઓ છો. આ આદતને બદલવી જોઈએ. જ્યારે તમે ઊંઘો છો ત્યારે તમારા શરીરની બધી જ ક્રિયાઓ ધીમી થઈ જાય છે. જેનાથી એસિડીટી જેવી સમસ્યાઓ ઉભી થાય છે. એટલા માટે સૂવાના ૨-૩ કલાક પહેલા જમી લો.

૫. ફિટ રહો

૫. ફિટ રહો

મોટાપો પોતાની સાથે કેટલીયે બીમારીઓને લઈને આવે છે, એસિડીટી પણ તેમાની એક છે. ન્યૂ ઈંગ્લેન્ડ ઓફ મેડિસિનમાં પ્રકાશિત સ્ટડીના અનુસાર જે મહિલાઓ જાડી છે તેનામાં પાતળી મહિલાઓની જગ્યાએ એસિડીટીના લક્ષણ વધારે મળી આવે છે.

૬. વધુ પાણી પીવો

૬. વધુ પાણી પીવો

એસિડીટી થાય ત્યારે પાણી એક સારી દવાની જેમ કામ કરે છે. તે ના ફક્ત એસિડીટીને મટાડે છે પરંતુ તેના પાચનમાં પણ કેટલાય સ્વાસ્થ્યકારક ફાયદા છે. એસિડ દૂર કરવાવાળી દવાઓના મુકાબલે પાણી વધુ અસરકારક છે. એક ગ્લાસ પાણી પીધું તેમાં ૧ મિનિટમાં જ ગૈસ્ટ્રિક પી4 (4 થી વધારે) વધ્યું જ્યારે કે એસિડ દૂર કરવાવાળી દવાઓથી તેટલો જ પ્રભાવ ૨ કલાકમાં થયો.

૭. ચા ના પીવો

૭. ચા ના પીવો

ચા, કોફી, કોલા વગરે કૈફીનવાળા પીવાના પદાર્થ એસિડીટીના કારણ બને છે. પરંતુ કોફી અને કૈફીનથી ગૈસ્ટ્રીક પીએચમાં પરિવર્તન થાય છે તેનું કોઈ પ્રમાણ નથી પરંતુ એસિડીટીના પેશન્ટને પહેલી વારમાં જ કૈફીન વાળા પીણાં વધારે ના લેવાની સલાહ આપવામાં આવે છે કેમ કે કેટલીક વ્યક્તિઓમાં તેનો પ્રભાવ થઈ શકે છે કેટલાકમાં નહીં. એટલા માટે જો તમને લાગતું હોય કે કોફીથી તમને એસિડીટીની સમસ્યા થાય છે તો તેને ના પીવો.

૮. આલ્કોહોલની માત્રા ઓછી લો

૮. આલ્કોહોલની માત્રા ઓછી લો

કેટલીક સ્ટડીઝ દ્વારા જાણવા મળ્યું છે કે આલ્કોહોલ અને એસિડીટીમાં સીધો સંબંધ છે. આલ્કોહોલ ગૈસ્ટ્રિક મ્યૂકોજને સીધું પ્રભાવિત કરે છે. તે ભોજનની નળીમાં એસિડ આવવાનું કારણ પણ બને છે.

૯. સ્મોકિંગ છોડો

૯. સ્મોકિંગ છોડો

એસિડીટીથી પીડિત લોકો માટે સિગરેટ ઝેર સમાન છે. સિગરેટમાં નિકોટીન હોય છે જે પેટની સ્તરને પ્રભાવિત કરે છે. આ પણ ભોજનની નળીમાં એસિડ આવવાનું કારણ બને છે.

૧૦. સૂવાની રીત બદલો

૧૦. સૂવાની રીત બદલો

રાત્રે ઉંઘતી વખતે ઓશિકાનો ઉપયોગ કરવાથી અને માથાને ઉંચુ રાખવાથી એસિડીટીના પ્રભાવને ઓછો કરી શકાય છે. એક સ્ટડીમાં જણાવ્યું છે કે જે લોકો માથું ઉંચુ કરીને સૂઈ જાય છે તેમનામાં એસિડ નીકળવાની સમભાવના (એસિડ ક્લિયરેંસ) ૬૭ પ્રતિશત હોય છે. એસિડ ક્લિયરેંશનુ તાત્પર્ય પેટના એસિડનું ભોજન નળી દ્રારા નીકળવાથી છે.

English summary
Instead if you incorporate these 10 changes in your lifestyle, you can stop recurring episodes of acidity and heartburn forever.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X