Related Articles
કેમ વ્હાઈટ નહીં, બ્રાઉન બ્રેડ હોય છે હેલ્દી?
મોટાભાગના ડાયેટિશિયન તમને બ્રાઉન બ્રેડ ખાવાની સલાહ આપે છે જાણો છો કેમ? કેમકે તે વ્હાઈટ બ્રેડની તુલનામાં હેલ્દી હોય છે. બ્રાઉન બ્રેડ અને વ્હાઈટ બ્રેડમાં વાસ્તવમાં અંતર શું છે?
બ્રાઉન બ્રેડ ઘંઉમાંથી બને છે જ્યારે વ્હાઈટ બ્રેડ મેંદામાંથી બને છે. રિફાઈન્ડ અનાજ (સંશોધિત અનાજ) ની સાથે આ સમસ્યા થાય છે કે તેમાં અનાજની બહારની પરત નીકાળી દેવામાં આવે છે.
તેની છાલમાં ફાઈબર વધારે માત્રામાં હોવાના કારણે તેમાં પોષક તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. ઘંઉમાં ઉપરની પરતની સાથે સાથે બીજ અને એન્ડોસ્પર્મ (અનાજના અંદરના ભાગ) પણ મળી આવે છે.
રિફાઈન્ડ અનાજમાં ઉપરની પરત અને બીજ હોતા નથી. અનાજની રિફાઈનિંગ પ્રક્રિયા દરમ્યાન અનાજની બહારની પરતમાં ઉપસ્થિત પોષક તત્વો સમાપ્ત થઇ જાય છે આ જ કારણ છે કે ઘંઉની બ્રેડ હેલ્દી હોય છે. આવો જાણીએ-
ફેક્ટ #1
બ્રાઉન બ્રેડમાં નિયાસિન, થાયમીન, રાઇબોફ્લેવિન, ફોલેટ, વિટામીન કે , વિટામીન ઈ, પેન્ટોથેનિક એસિડ, કાર્બોહાઈડ્રેટ, મેગ્નેશિયમ અને ફાઈબર મળી આવે છે.
ફેક્ટ #2
બ્રાઉન બ્રેડમાં કેલેરિજ ઓછી હોય છે. વ્હાઈટ બ્રેડમાં એડિટીવ પદાર્થ હોય છે જે કેલેરીની માત્રાને વધારે છે. ઘંઉની બ્રેડથી તમને વજન નિંયત્રણમાં રાખવામાં મદદ મળે છે.
ફેક્ટ #3
બ્રાઉન બ્રેડનો ગ્લ્ય્સમિક ઈન્ડેક્સ (સૂચકાંક) ઓછો હોય છે. અંતમાં: તેનાથી તમારું બ્લડ શુગર અચાનક વધતું નથી. તેનાથી ડાયાબિટિઝ થવાની સંભાવના ઓછી થઈ જાય છે.
ફેક્ટ #4
બ્રાઉન બ્રેડ સારી રીતે પચી જાય છે. બ્રાઉન બ્રેડમાં ફાઈબર વધુ માત્રામાં મળી આવે છે જેનાથી તમને મળ ત્યાગમાં સરળતા રહે છે. બ્રાઉન બ્રેડમાં રહેલા ચોકર તમરા મળને નરમ બનાવે છે જેનાથી ઈરિટેબલ બાઉલ સિંડ્રોમની સમસ્યા થતી નથી. જો તમે દરરોજ બ્રાઉન બ્રેડ ખાઓ છો તો તમને લેક્સેટિવની જરૂરિયાત રહેતી નથી.
ફેક્ટ #5
અનેક અભ્યાસો અનુસાર બ્રાઉન બ્રેડના સેવનથી હદયનો રોગ થવાની સંભાવના ખૂબ ઓછી થઈ જાય છે. વાસ્તવમાં રિફાઈન્ડ અનાજની તુલનામાં સંપૂર્ણ અનાજ વધુ સારા હોય છે. તે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછો કરે છે.
ફેક્ટ #6
જો તમે નિયમિત રીતે બ્રાઉન બ્રેડ ખાઓ છો અને વ્હાઈટ બ્રેડનું સેવન કરતા નથી તો મોટાપાનું જોખમ 40% ઓછું થઈ જાય છે. (તે બીજા પરિબળો પર પણ નિર્ભર કરે છે)