આ વાંચ્યા પછી, તમે સંતરાની છાલને બહાર નહીં ફેંકો

Posted By: Super Admin
Subscribe to Boldsky

શું તમે જાણો છો કે સંતરાની છાલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આપણામાંથી ઘણા લોકો સંતરાનો જ્યૂસ નીકાળ્યા પછી તેની છાલને ફેંકી દે છે. પરંતુ તમે કદાચ એ નહીં જાણતા હોય કે સંતરાની છાલમાં પણ ઘણું પોષણ હોય છે. ખાસ કરીને, સંતરાની છાલ પણ સેહતમંદ હોય છે. તેમાં વધારે એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે જે સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. અનેક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી સંતરાની છાલ રાહત અપાવે છે.

હવે તમે વિચારી રહ્યા હશો કે કોઈ સંતરાની છાલને કેવી રીતે ખાઈ શકે? તો ચાલો તમારા આ સવાલનો જવાબ પણ આપી દઈએ છીએ. સંતરાની છાલને ઘસીને કે પીસીને સલાડ, ડ્રેસિંગ કે બીજી કોઇપણ રેસિપીમાં ઉપયોગમાં લઈ શકાય છે. તેના ઉપરાંત તમે સંતરાની છાલને પાણીમાં ઉકાળીને ચાની જેમ પણ પી શકો છો.

તો ચલો હવે વાત કરીએ સંતરાની છાલના ફાયદા વિશે.
- સંતરાની છાલમાં તેના અંદરના ભાગમાં વધારે ન્યૂટ્રિએન્ટ્સ હોય છે. ૧૦૦ ગ્રામ સંતરાની છાલમાં ૧૩૫ ગ્રામ વિટામીન સી મળી આવે છે. ત્યાં જ બીજી બાજુ ૧૦૦ ગ્રામ છોલેલા સંતરામાં ફક્ત ૭૦ ગ્રામ જ વિટામીન સી મળે છે. એટલા માટે સંતરાથી વધારે ફાયદાકારક તેની છાલ હોય છે.

ફાયદો ૧

ફાયદો ૧

જો તમે મોટાપાથી હેરાન છો તો તમારે સંતરાથી વધારે તેની છાલનો ઉપયોગ કરવો જોઈએ. સંતરાની છાલનું સેવન કરવાથી ડાસ્ટોલિક બ્લડ પ્રેશરમાં કમી આવી જાય છે. એટલા માટે મોટા લોકોએ સંતરાની છાલનો ઉપયોગ કરવો ફાયદાકારક રહે છે.

ફાયદો ૨

ફાયદો ૨

સંતરાની છાલમાં હેર્પૈરિડિન નામનું એન્ટીઓક્સીડેન્ટસ પણ હોય છે. આ એન્ટીઓક્સીડેન્ટ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ લેવલ અને સોજાને ઓછો કરે છે. જો તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા છે તો તમારે સંતરાની છાલનો ઉપયોગ કરવો જોઈએ.

ફાયદો ૩

ફાયદો ૩

પાચન તંત્ર અને મેટાબોલિજ્મ માટે પણ સંતરાની છાલ ફાયદાકારક હોયછે. તેનાથી વજન પણ ઘટે છે. તો જો તમે વજન ઘટાડવા વિશે વિચારી રહ્યા છો તો તમારે સંતરાની છાલને પોતાના ડાયેટમાં જરૂર શામેલ કરવી જોઈએ.

ફાયદો ૪

ફાયદો ૪

સંતરાની છાલમાં ફ્લેવેનોએડ્સ હોય છે જે કેન્સર અને મોટાપો વધારનાર પ્રોટીનને વધવાથી રોકેછે. સંતરાની છાલને એન્ટી-કેન્સરની દવાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. કેન્સર અને મોટાપાથી બચવા ઈચ્છો છો તો અત્યારથી જ સંતરાની છાલને તમારા ડાયેટમાં શામેલ કરો.

ફાયદો ૫

ફાયદો ૫

સંતરાની છાલમાં કોપર, ફોલેટ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફાઈબર અને વિટામીન બી અને સી હોય છે. આ રીતે સંતરાની છાલ સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ફાયદો ૬

ફાયદો ૬

સંતરાની છાલમાં પોલીમેથોક્સીકલેટિડ ફ્લેવેનોએડ હોય છે જે કોલેસ્ટોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે.

ફાયદો ૭

ફાયદો ૭

સંતરાની છાલમાં એન્ટી-એલર્જિક યૌગિક પણ રહેલા હોય છે. તે કફને સાફ કરીને તમારા ફેફસાંને સ્વસ્થ રાખે છે. આ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત કરીને ખાંસીમાંથી છુટકારો અપાવે છે.

ફાયદો ૮

ફાયદો ૮

દાંત પર સંતરાની છાલ ઘસવાથી તે સફેદ અને ચમકદાર બને છે. ત્યાં જ સંતરાની છાલને ચાવવાથી મોંઢામાંથી આવનાર દુર્ગંધની સમસ્યા પણ પૂરી થઈ જાય છે. એટલા માટે સંતરાની છાલને કચરામાં ના ફેંકો.

English summary
Are orange peels good for health? Actually, the peels are healthier. Here are some benefits of consuming them.
Story first published: Friday, June 9, 2017, 10:00 [IST]