Just In
- 587 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 596 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1326 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1329 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
જાણો શું થાય છે કે જ્યારે આપનાં હૉર્મોન્સ સારી રીતે કામ નથી કરતા
જ્યારે આપનાં હૉર્મોન્સ સારી રીતે કામ નથી કરતા, ત્યાપે આપનાં પીરિયડ્સ (માસિક ચક્ર) અનિયમિત રહે છે, ચહેરા પર ખીલો ઉભરાઈ આવે છે અને ચહેરા પલ વાળ આવવા લાગે છે કે જે એક મોટી સમસ્યા બની જાય છે.
માનવ શરીર સારી રીતે કામ કરે, તે માટે હૉર્મોન્સ ખૂબ જ મહત્વાનાં હોય છે. હૉર્મોન્સમાં જરીકે ફેરફાર થતા શરીરનાં કાર્યો પર બહુ વધુ અસર પડે છે. તો શું થાય છે કે જ્યારે આપનાં હૉર્મોન્સ સારી રીતે કામ નથી કરતા ?
તેની અસરોને સમજ્યા બાદ અનેક મહિલાઓને તેમના શરીરમાં થતા ફેરફારોને સમજવામાં મદદ મળશે, કારણ કે જીવનનો આ ભાગ ખૂબ જ ઉથલ-પાથલ ભરેલો હોય છે.
તેને સમજી મહિલાઓ પરેશાનીઓનો સામનો સારી રીતે કરી શકે છે. મહિલાઓમાં પચાસ વર્ષની વય બાદ ગ્રંથિઓમાંથી હૉર્મોન્સનું સ્રાવ ઓછું થઈ જાય છે.
જોકે આ વિષય પર અનેક અભ્યાસો કરાયા છે, પરંતુ નિષ્ણાતો આ અંગે કંઈક અનુમાન નથી લગાવી શક્યાં. કેટલાક લોકોનું એવું માનવું છે કે મહિલાઓનાં જીવનકાળમાં આ ગ્રંથિઓ અન્ય હૉર્મોન્સ સાથે એસ્ટ્રોજનનું નિર્માણ પણ કરે છે.
પરંતુ જીવન પ્રત્યાશાનાં દોહરીકરણની સાથે-સાથે ઓછું પોષણ, ઓછું કે બિલ્કુલ કસરત ન કરવી અને તાણની વધતી કક્ષા વિગેરે આ ગ્રંથિઓ પર એટલું દબાણ નાંખે છે કે તેઓ બહુ જલ્દી કુપોષિથ થઈ જાય છે.
જ્યારે આપનાં હૉર્મોન્સ સારી રીતે કામ નથી કરતાં, ત્યારે આપને હૉટ ફ્લૅશિસ આવે છે (અચાનક ગરમી લાગવી), વેજાઇનલ ડ્રાયનેસ (યોનિની શુષ્કતા), ઊંઘ ન આવવી અને અકારણે જાડાપણુ વદા વિગેરે સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
મહિલાઓમાં મૂડ સ્વિંગ્સ, સેક્સ કરવાની ઇચ્છામાં ઘટાડો કે તાણ વિગેરે સમસ્યાઓ થઈ શકે છે. જ્યારે આપનાં હૉર્મોન્સ સારી રીતે કામ નથી કરતાં, ત્યારે આપનાં પીરિયડ્સ (માસિક ચક્ર) અનિયમિત રહે છે, ચહેરા પર ખીલો ઊગી નિકળે છે અને ચહેરા પર વાળ આવવા લાગે છે કે જે એક મોટી સમસ્યા બની જાય છે.
આપ કાયમ થાકેલા અનુભવો છો, મૂડ સ્વિંગ્સ થવા લાગે છે અને સૌથી વધુ સમસ્યા ત્યારે થાય છે કે જ્યારે આપ વસ્તુઓને યાદ નથી રાખી શકતાં.
આપને કાં તો કબજિયાત હોઈ શકે કાં આપ વધુ મળ ત્યાગ કરવા લાગો છે. આપની આંખો મોટી અને બહાર નિકળેલી દેખાવા લાગે છે. આપને ત્વચા સંબંધી ચેપ થવા લાગે છે. ત્વચા શુષ્ક થવા લાગે છે. વાળ વધવા બંધ થઈ જાય છે અને પેશાબ વધુ આવે છે.