For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મોટી-મોટી બીમારીઓને દૂર કરે હળદર, આદુ અને તજની ચા

By Super Admin
|

આજે અમે આપને હળદર, આદુ અને તજનું એવું ડ્રિંક બનાવતા શીખવાડીશું કે જેને પીવાથી આપનાં શરીરની દરેક બીમારી સાજી થઈ જશે. અમે આપને તેના ફાયદાઓ બતાવવાનાં છીએ અને સાથે જ તેની વિધિ પણ બતાવીશું.

હાઈ બીપી, શુગર, પીસીઓડી, ગૅસ-એસિડિટી, શરીરનો સોજો, મેદસ્વિતા અને એવી જ હજારો બીમારીઓ છે કે જેનાથી આજ-કાલ દરેક સામાન્ય માણસ પીડાય છે.

જો અમે આપને આ બીમારીઓ સામે લડવા માટે કોઇક એવી પ્રાકૃતિક દવા બતાવીએ કે જેને આપનિયમિત રીતે પાલન કરશો, તો આપ 100 ટકા સાજા થઈ જશો.

હા જી, આજે અમે આપને હળદર, આદુ અને તજનું એવું ડ્રિંક બનાવતા શીખવાડીશું કે જેને પીવાથી આપનાં શરીરની દરેક બીમારી મટી જશે. અમે આપને તેના ફાયદાઓ બતાવવાના છીએ અને સાથે જ તેની વિધિ પણ બતાવીશું.

આ ડ્રિંકને બનાવવા માટે 1/2 ચમચી ઘસેલા આદુનો તાજો જ્યુસ, 1/2 ચમચી હળદર, 1 ઇંચ તજનો ટુકડો અને 400 મિલીલીટર પાણી લો. સૌપ્રથમ ગૅસ પર પાણી ઉકાળવા માટે મૂકો. પછી તેમાં તજ નાંખો અને આંચને બિલ્કુલ ધીમી કરી દો. પછી તેમાં હળદર અને આદુનો જ્યુસ મેળવો. 40 સેકન્ડ્સ સુધી પકવો અને ગૅસ બંધ કરી દો.

હવે તેને ગાળીને ઠંડુ કે ગરમ પીવો. સારૂં રહેશે કે આપ કાચી હળદરનો યૂઝ કરો, પરંતુ જે તે ન મળતી હોય, તો આપ હળદર પાવડરનો યૂઝ પણ કરી શકો છો.

આ ડ્રિંકને સવારે નરણા કોઠે નાશ્તાથી પહેલા પીવું પડશે અને પછી રાત્રે સૂતા પહેલા પીવું પડશે. હવે આવો જાણીએ કે તેના ફાયદાઓ કયા-કયા છે ?

શરીરને ડિટૉક્સ કરે

શરીરને ડિટૉક્સ કરે

આ પ્રાકૃતિક ચા આપનાં લોહીમાંથી તમામ ગંદકીને બહાર કાઢશે અને શરીરને હૅલ્થી તેમજ સાફ બનાવશે.

માઇગ્રેનથી છુટકારો અપાવે

માઇગ્રેનથી છુટકારો અપાવે

આ હર્બલ ડ્રિંગમાં સોજો ઓછો કરવાની શક્તિ હોય છે અને તે માઇગ્રેનનાં માથાનાં દુઃખાવામાંથી રાહત અપાવે છે.

ઉબકાથી આરામ અપાવે

ઉબકાથી આરામ અપાવે

આ ઘોળ પેટમાં એસિડ લેવલને ઓછું કરે છે કે જેથી ઉબકા નથી આવતાં. આ પ્રેગ્નનંટ મહિલાઓમાં મૉર્નિંગ સિકનેસ પણ દૂર કરે છે.

ડાયાબિટીઝ સામે રામબાણ

ડાયાબિટીઝ સામે રામબાણ

આ પ્રાકૃતિક ડ્રિંક શરીરમાં બ્લડ શુગર લેવને કંટ્રો કરી રાખે છે અને ડાયાબિટીઝનાં લક્ષણોને સાજા કરે છે.

અપચો દૂર કરે

અપચો દૂર કરે

જો આપનું પેટ હંમેશા ભરાયેલુ રહેતું હોય અને તેમાં ગૅસ બનતુ રહેતુ હોય, તો આપે આ ડ્રિંક જરૂર પીવું જોઇએ. આ પેટનાં એસિડને બૅલેંસ કરે છે અને અપચો દૂર કરે છે.

પીરિયડ્સનો દુઃખાવો દૂર કરે

પીરિયડ્સનો દુઃખાવો દૂર કરે

તેમાં સોજો ઓછો કરવાની ક્ષમતા હોય છે. તેથી તેને પીવાથી ક્રૅમ્પ્સ દૂર થાય છે.

જાડાપણું ઓછું કરે

જાડાપણું ઓછું કરે

જો આપને જાડાપણાની બીમારી છે, તો આ ચાને દરરોજ સવારે નરણા કોઠે અને રાત્રે ડિનર બાદ પીવો. તેનાથી આપની કૅલોરી બર્ન થશે તેમજ શરીરનું મેટાબૉલિઝ્મ એટલું સારૂ થઈ જશે કે વગર મહેનત કે ડાયેટિંગે પણ વજન ઓછું થવા લાગશે.

English summary
Once you learn about the health benefits of turmeric water and ginger, you can lead a healthier lifestyle guaranteed! Read here to know more about the beneficial effects of this super combo!
Story first published: Friday, October 21, 2016, 10:19 [IST]
X
Desktop Bottom Promotion